________________ આપ્તવાણી-૨ 469 47% આપ્તવાણી-૨ થયા પછી કોઇ પણ જાતનો વાંધો સ્પર્શે નહીં. આત્માની રમણતા થઇ પછી કશું કામ બાકી રહેતું નથી, નહીં તો ત્યાં સુધી રમકડાં જ રમાડવા પડે ને ? કારણ કે ત્યાં સુધી ચિત્તને મૂકવું શેમાં ? જયાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી ચિત્તને શેમાં મૂકે ? કાં તો અંદર મૂકે; પણ અંદરનું ‘સ્વરૂપનું ભાન' નથી એટલે ત્યાં સુધી પોતે બાહ્ય રમકડાં રમાડે, નહીં તો ચિત્ત ભટક્યા કરે; તે રમકડાં રમાડે ત્યાં સુધી તો ચિત્ત સ્થિર રહે ! રમકડાં કોને કહેવાય ? જે ખોવાય તો શ્રેષ થાય ને મળે તો રાગ થાય ! સામે એક ફેરો ‘જ્ઞાની પુરુષ'નો ભેટો થઇ ગયો ને સાંધો મળ્યો, આત્મા પ્રાપ્ત થઇ ગયો, ‘સ્વરૂપની રમણતામાં’ આવ્યો ત્યાર પછી રાગવૈષ મયો ને થઇ ગયો વીતરાગ ! નહીં તો ત્યાં સુધી પ્રકૃતિમાં ને પ્રકૃતિમાં જ રમણતા ! એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઈ ગયો વીતરાગ ! જય સચ્ચિદાનંદ. રમણતા H અવસ્થાની તે અવિનાશીની ! આટલી ઝીણવટની વાતો લોકોને સમજાય નહીં, ‘આ સ્વરમણતા’ અને ‘આ પરરમણતા’ એવું કશું ભાન જ નહીં. બે જાતના માણસ : એક અવસ્થાઓમાં પડયા છે, એ પછી સાધુ હોય કે સંન્યાસી હોય, આચાર્ય હોય કે સુરી હોય, બધાં અવસ્થાઓમાં પડેલા છે અને બીજા સ્વરૂપમાં પડેલા છે તે ‘દાદા’એ જેમને ‘સ્વરૂપનું જ્ઞાન’ આપ્યું ત્યાર પછી તે પોતાના સ્વરૂપમાં પડેલા છે. અવસ્થાઓ વિનાશી છે, વિનાશી છે એટલે એકદમ કંઇ પા કલાકમાં વિનાશ થઇ જાય એવી નથી. કોઇ ત્રણ કલાક નભે, કોઇ ચાર કલાક નભે. જુવાની દસ વર્ષ કે પંદર વર્ષ નભે, ઘડપણ વીસ વર્ષ નભે. તે એમાં બાળપણ, યુવાની અને પૈડપણ એ ત્રણ અવસ્થા મોટી અને બાળપણમાં ય કેટલી આવસ્થા ઊભી થાય. નાનો બે વર્ષનો હતો ત્યારે નાગો ફરતો હતો, કપડાં નહોતાં પહેરતો, તો તે ચાલતું હતું. પાંચ વર્ષનો થયો તે કપડાં બધાં પહેરાવે ત્યારે આવડાં રમકડાં માર્ગ અને અગિયાર વર્ષનો થાય ત્યારે પાંચ વર્ષના જ બાબાનાં રમકડાં આપીએ તો ના લે. મારે તો બોલ ને બેટ જ જોઇએ’ એમ કહેશે. ‘અલ્યા, કેમ રમકડાં બદલ્યાં ?" ત્યારે કહેશે, “મારી અવસ્થા બદલાઇ, હું મોટો ના થયો ?" અવસ્થા બદલાઇ તે મોટો થયો એ ! એમ કરતાં કરતાં એ ઠેઠ સુધી રમકડાં રમાડે. જે રમકડાં રમાડે એ અવસ્થામાં મુકામ કરે અને જે આત્માની રમણતા કરે એ આત્મામાં મુકામ કરે. અવસ્થામાં મુકામ કરે એટલે અસ્વસ્થ રહે, આકુળ વ્યાકુળ રહે અને આત્મામાં રમણતા કરે એટલે સ્વસ્થ, નિરાકુળ રહે ! ‘જ્ઞાની પુરુષ' તમને અવસ્થાની રમણતામાંથી ઉઠાવી લઇ આત્મરમણતામાં બેસાડી દે, પછી આ અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે છે ને નિરંતરની આત્મરમણતા કાયમ માટે ઉત્પન્ન થઇ જાય છે ! ‘જ્ઞાની પુરુષ” શું ના કરી શકે ?