________________
આપ્તવાણી-૨
આપ્તવાણી-૨
પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રીકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે, અને એનું ફળ નર્કગતિ છે. આ કપડું ખેંચીને આપે એ હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રીક તો હોવી જ ના જોઇએ. ટ્રીક કરી કોને કહેવાય ? ‘બહુ ચોખ્ખો માલ છે – કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, આવું તે કરાતું હશે ?” તો એ કહે કે, ‘એ તો એમ જ કરાય.” પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઇએ કે, મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે. પણ આ માલ આવો છે એ લઇ જાવ.” આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !
આ મુંબઈ શહેર આખું દુઃખી છે, કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે એ કરોડનો સિક્કો મારીને બેઠા છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારી બેઠા છે !
પ્રશ્નકર્તા : પૈસા એ વિનાશી ચીજ છે, છતાં પણ એના વગર ચાલતું નથી ને ? ગાડીમાં બેસતાં પહેલાં પૈસા જોઇએ.
દાદાશ્રી : જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી-ના મળવી પોતાની સત્તાની વાત નથી ને ! આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી મરી જાય છે. છતાં, માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલમાલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે.
આ લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રીકો વાપરવાથી ય આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોત તો આપણા પ્રધાનોને ચાર આના ય મળત નહીં ! આ લક્ષ્મી તો પુર્વેથી કમાય છે. ગાંડો હોય તો ય પુણ્યથી કમાયા કરે. ગાંડાનો દાખલો આપું.
અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડિઝાઇન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર. જમીનની ઊંચે દોઢ ફૂટે માથું. મોઢાનો ત્રિકોણ આકાર. અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરાં જેવા. અને બાજુમાં ફોન, તે ખાતા ખાતા ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયેલા અને ભાત તો કેટલો ય વેરાયેલો! નીચે ! ફોનની ઘંટડી વાગેને શેઠ કહે કે, “બે હજાર ગાંસડી લઇ લો” ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઇ જાય. મુનીમજી બેઠાં બેઠાં માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય. આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યને લઇને પ્રકાશ મારે છે. આ પુર્થ્યથી છે. તે તો શેઠને અને મુનીમજીને ભેળા રાખે તો સમજાય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં. આ પુણ્ય કયાંથી આવી ? ભગવાનને સમજીને ભજ્યા તેથી ? ના, નાસમજીને ભજ્યા તેથી. કોઇની ઉપર ઉપકાર કર્યા, કોઇનું ભલું કર્યું એ બધાથી પુણ્ય બંધાઈ. ભગવાનને ના સમજીને ભજે છતાં અગ્નિમાં હાથ અણસમજણે ઘાલે તો ય દઝાય ને ? આ ‘અક્રમ જ્ઞાન” છે. અહીં લિફટ માર્ગ છે તે ખાતાપીતાં મુક્તિ વર્તે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય નહીં. એ જ પુણિયા શ્રાવકનું સામાયિક અહીં ચાખવા મળે છે !
આ તો લોક આર્તધ્યાન અને રૌદ્રધ્યાન આખો દહાડો કરે છે. તેનાથી લક્ષ્મી તો એટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે અને આર્તધ્યાનથી અને રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવાના આર્તધ્યાનથી અને રૌદ્રધ્યાનથી ઉપાયો કરે છે. એ તો પહેલાનું પુણ્ય જમે હશે તો જ મળશે. આ ‘દાદાની કૃપાથી તો બધું ભેગું થાય. કારણ શું? તેમની કૃપાથી બધા અંતરાયો તૂટી જાય. લક્ષ્મી તો છે જ, પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી. તે અંતરાયો અમારી’ ‘કૃપાથી તૂટે તે પછી બધું ભેગું થાય. ‘દાદા'ની ‘કૃપાતો મનના રોગોના અને વાણીના રોગોના, દેહના રોગોના-એ સર્વ પ્રકારનાં દુઃખના અંતરાયને તોડનાર છે. જગતનાં સર્વસ્વ દુઃખ અહીં જાય. કો'કને બે મિલો હોય પણ છોકરો દારૂડિયો હોય તો તે બાપને રોજ મારે, ગાળો
લક્ષ્મીજીનું આવત એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા. અમદાવાદમાંસ્તો ને ! લાકડાનું પાટિયું ને ઉપર ગાદી એવો પલંગ, સામે ટીપોય.