Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 249
________________ આપ્તવાણી-૨ ૪૫૫ ૪૫૬ આપ્તવાણી-૨ જયાં જૈન ત્યાં કષાય નહીં ને જયાં કષાય ત્યાં જૈન નહીં. વીતરાગોનો માર્ગ તો કષાય રહિત થવું તે. છેલ્લા પંદર અવતાર રહ્યા ત્યારથી જ વીતરાગ ધર્મ પામ્યા કહેવાય. જિનનું સાંભળે તે જૈન. જૈનને તો કરારપત્ર ના હોય, એને તો વચનથી જ કામ થાય. આ લશ્કર, પોલીસ એ બધું જૈનો માટે ના હોવું જોઇએ, વેરો જ એકલો જૈનો માટે હોવો જોઇએ. હવે આ બધાંનો અંત આવી જશે. આ દુષમકાળનો અંત આવી રહ્યો છે. સત્તા દુષમકાળની રહેશે, પણ એનો અંત આવી રહ્યો છે ! હજી આ બફારો સાત વરસ સુધી થશે. બફારા પછી ધર્મોન્નતિ ! એ શો દુરૂપયોગ તારો કરવાનો છે ? એના હાથમાં શી સત્તા છે ? એ જ પ્રકૃતિનો નચાવ્યો નાચે છે ને ! એ જ ભમરડો છે ને ! પણ આજે તો સાચા નિસ્પૃહી ગુરુ જ મળવા મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં, તે ઘાટમાં ને ઘાટમાં જ રહે. કોઇને મોક્ષની પડી જ નથી. મોક્ષની પડી હોય તો તેના બાપના સમ ! શિયો વધારવાના ને પૂજાવાના જ કામી થઇ ગયા છે ! એમાં સેંકડે બે-પાંચ એકસેપ્શન કેસ હોય પણ ખરા. ભગવાને શું કહ્યું કે, “સંસારમાં બધું કરજે, જૂઠું બોલજે, પણ ધર્મમાં અવળી ‘પ્રરૂપણા’ ના કરીશ.' એની બહુ મોટી જવાબદારી છે. ભગવાને કહેલાં આવાં વાક્યોને દાબી દીધાં છે, કારણ કે જાણે કે લોકો જાણી જશે તો શું થશે ? ભગવાને તો ઘણું કહ્યું છે ! વીતરાગોના વખતના આચાર્યો, મહારાજા કેવા ડાહ્યા હોય ? ૮૦ વરસના આચાર્ય મહારાજ હોય અને ૧૮ વરસનો નવો દીક્ષિત સાધુ હોય તે મોટા આચાર્યને કહે કે, “મહારાજ, મારું જરા સાંભળશો ?” ત્યારે મહારાજને મહીં એટલું બધું લાગી આવે કે મારી આટલી બધી અજાગૃતિ કે સામાને, નાનાને, આવું કહેવાનો વારો આવ્યો ! જૈનના આચાર્ય તો સામાનું સાંભળે. અરે, વિધર્મીનું ય ઠંડે કલેજે, જરાય કષાય કર્યા વગર સાંભળે. આજે તો કોઇ કોઇનું સાંભળવા જ તૈયાર નથી ! આચાર્યો તો કેવો હોય ? એક આંખ કાઢે તો સો શિષ્યોને પરસેવો છૂટી જાય. તેમને વઢવું ના પડે, ખાલી આંખથી જ કામ થાય. શીલ જ કામ કરે, આચાર્ય તો શીલવાન હોય. આ શિષ્યોને માથે તો ભય જોઇએ. પોલીસવાળાનો ભય ના જોઇએ, પણ શીલનો ભય જોઇએ. ખાલી હવાથી જ ભય રહે. આ અમારી પાસે કોઇ કાયદો નથી. છતાં, બધાં શેનાથી કાયદામાં રહે છે ? અમારા શીલથી. વીતરાગને ત્યાં કાયદો ના હોય, એ તો પક્ષાપક્ષીથી દૂર હોય. તમને બે ઉપવાસ કરવાની ઇચ્છા હોય તો મહારાજ આશીર્વાદ આપે કે ‘બે ઉપવાસ કર.' તો પેલાને મહીં રહ્યા જ કરે અને ગપોલિયું ના મારે, તેને વચનબળ કહેવાય. આ તો શિષ્ય મહીં બબડતા મહારાજની આજ્ઞા પાળે. સાચા ગુરુ અને સાચા શિષ્ય વચ્ચે પ્રેમનો એવો આંકડો હોય કે ગુરુ ગમે તે બોલે પરંતુ શિષ્યને બહુ ગમે. કેટલાક મને પૂછે છે કે, “દાદા, આ હિન્દુસ્તાનનું શું થઇ રહ્યું છે? આ ભ્રષ્ટાચાર વિરોધની ક્રાંતિ, આ રેલવે હડતાળ, આ બધું શું થઇ રહ્યું છે ? આ ક્યારે પૂરું થશે ?” ત્યારે એમને હું સમજ પાડું છું કે, “આ તો બટાકા બફાવા મૂક્યા છે તે પાંચ જ મિનિટ થઇ છે. હજી તો માંડ છોતરું જ બફાયું છે. હવે એવા બટાકાને કાઢી લો તો શું થાય ? એ કશા ય કામમાં ના આવે. એના કરતાં નિરાંતે બટાકા બફાવા દો, પછી મજાનાં બટાકાવડાં થશે, તે ખાજો. હજી તો આ હિન્દુસ્તાન કંઇક બફાવાનું છે, પણ પરિણામ સુંદર આવવાનું છે, જયાં ‘જ્ઞાની પુરુષ' અને તેમના હાથે ૨૧૦૩ જ્ઞાનીઓ થયા, ને બીજી પણ કેટલીક ‘ટિકિટો' આવેલ છે, જે કોઇ કાળે ઉત્પન્ન ન હોતા થયા તે આજે થયા છે ! આ બધાં ધર્મોને ઉપર લાવશે. આ બધા ધર્મો અપસેટ થઇ ગયા છે તેને અમે ફરીથી અપસેટ કરી નાખીશું ! એટલે શું થઇ જશે ? સેટ અપ થઇ જશે ! અસંસારી કોણ ? કેટલાક સાધુઓ ગૃહસ્થીઓને, “સંસારી છો, સંસારી છો' - એમ કહીને તિરસ્કાર કરે. પણ તે સાધુઓ, તમે પણ સંસારી જ છો. તમને અસંસારી કોણે કહ્યા ? તમે ત્યાગી ખરા, એને માટે આપણે કંઈ ના કહીએ છીએ ? એમણે સ્ત્રી ત્યાગી છે, કપડાં-બપડાં, વેશ ટાગ્યો છે. એ બધું જાણીએ ખરા, પણ મહારાજ સંસારી તો ખરા જ ને ! ભગવાને જીવ

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256