________________
આપ્તવાણી-૨
૪૫૭
રાશીના બે ભાગ પાડયા; એક સંસારી અને બીજા સિદ્ધ. સિદ્ધ સિવાય બીજા બધા સંસારી. એમાંથી ભગવાને કહ્યું કે, ‘કારણ-સિદ્ધ થયેલા હોય એટલાને અમે એકસેપ્ટ કરીએ છીએ, ને એમને અસંસારી કહીએ છીએ.’ હે ભગવાન ! પેલા ઉપર ગયા તે અસંસારી અને અહીં આગળ
મનુષ્યોમાં પણ હોય છે તે ય અસંસારી ?” તો એ કહે, ‘હા. જે કારણસિદ્ધ છે તેમને અમે આ પદ આપીએ છીએ, ત્યારે તમે કહો કે, ‘હે, ભગવાન, કારણ સિદ્ધવાળાને આ પદ આપો છો, તો બીજાઓએ શો ગુનો કર્યો ?” ત્યારે એ સમજ પાડે છે કે, ‘કારણ-સિદ્ધ' એટલે તો એ સિદ્ધ થવાના છે, થોડાક જ વખતમાં, માટે એમને અત્યારથી જ આ ‘સીટનું રીઝર્વેશન' આપી દઇએ છીએ !’ ‘ભગવાન, આ બધામાં ભેદ કેમ પાડયો ?’ ત્યારે ભગવાન કહે, ભેદમાં તો એને અંદર ભેદ વર્તે છે માટે. કારણ-સિદ્ધને ભેદ ના વર્તે, કારણ-સિદ્ધને તો અંદર મોક્ષ જ વર્તે છે. માટે જેને મોક્ષ વર્તે તેને સંસારી કેમ કહેવાય ?”
ભગવાન મહાવી૨ નાની ઉંમરમાં પણ બહુ ડાહ્યા હતા !! ૭૨ વર્ષે ગયા, પણ બહુ ડાહ્યા હતા. કેવા ડાહ્યા હતા ! ૩૦ વર્ષે તો ભગવાનનું ડહાપણ આપણને આનંદ પમાડે તેવું હતું ! જયારે ઘર છોડીને નીકળ્યાછોડયું નહોતું એમણે; એ તો સંયોગી પુરાવા હતા, જેમ હું સાન્તાક્રુઝથી અહીં દાદર આવ્યો, તે એમાં મેં કંઇ સાન્તાક્રુઝ છોડી દીધું ? નહીં, એવું એ તો સંયોગી પુરાવા હતા. મહીં ‘વ્યવસ્થિત’ દોરાવે છે તેમ દોરવાય છે, એમને પોતાને કશું કરવાનું રહ્યું નથી, કરવાપણું રહ્યું નથી. જેને કરવાપણું રહ્યું નથી તેને ભોગવવાપણું ના રહ્યું ! કરવાપણું જેને બાકી ના રહે એને ભોગવવાપણું ય ના રહે.
ભગવાને કહ્યું તે આ મહારાજોએ પકડી લીધું કે અમે જૈનના સાધુ છીએ ને ? ભગવાને કારણ-સિદ્ધ કોને કોને કહ્યા ? સાધુને, ઉપાધ્યાયને, આચાર્યને અને તીર્થંકર ભગવાનોને, આ ચારને કારણ- સિદ્ધ કહ્યા. એ સંસારી દેખાય છે ખરા, દેખાવમાં સંસારી જેવા જ છે, પણ ભોગવટામાં ફેર છે. આ ચાર સિદ્ધપણાનાં સુખ ભોગવે છે ને તમે સંસારીપણાના સુખ-દુઃખ વેદો છો ! આ આચાર્ય મહારાજો બધા કહે, ‘અમે સંસારી ના કહેવાઇએ.’ ‘મહારાજ, શા આધારે સંસારી ના કહેવાઓ ? અમને
આપ્તવાણી-૨
પુરાવો દેખાડો તો અમને કબૂલ છે. કસોટીમાં જો સોનું ઊતરે, ૨૫ ટકા સોનું ઊતરે તો પણ અમે ૧૦૦ ટકા સોનું માનીશું !' પછી અમે એમ કેટલીક છૂટ આપીએ, ૨૫ ટકાના ૯૯ ટકા માનીએ ત્યાં સુધી ચલાવી લેવાય, પણ પછી અમે સમજણ પાડીએ તો એ જ કહેશે કે અમે કારણસિદ્ધ ના કહેવાઇએ.’ તમે સિદ્ધને ભોગવો છો ક્યાં ? કષાય તો ઊભા રહેલા છે. પૂછો કે, ‘મહારાજ, તમારામાં કષાય ખરા ને ?” તો કહેશે, હા, કષાય તો ખરા જ ને. ત્યારે આપણે કહીએ કે તો, ‘મહારાજ કારણ-સિદ્ધ તમે નહીં !' ત્યારે મહારાજ જ કહેશે, ‘ના, અમે સંસારી, સંપૂર્ણ સંસારી !' આપણે બધાને પૂછીએ તો બધા કહે કે ના કહે ? કહે જ ને ! ના કહે તો આપણે સળી કરીએ તો તરત જ ખબર પડે. પણ સળી કરતાં પહેલાં જ ચિઢાતા હોય, વાત કરતાં જ ચિઢાતા હોય ! કારણ કે રઘવાટિયા માણસ તો વાત કરતાં કરતાં પણ ચિઢાઇ જાય !
૪૫૮
રઘવાટ અને પ્રમાદ
ગમે તેવા સંજોગ આવે, પણ રઘવાટિયો ના થઇશ. આત્મા રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, ત્યાં રઘવાટની જરૂર હોય ? ચા પીઓ, નાસ્તો કરો, વાજાં વગાડો, બધું ય કરો, પણ આ તો રઘવાટ, રઘવાટ ને રઘવાટ ને આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો પાણી ય ના પીવા દે, ગળે ઊતરવા ના દે. આપણે જો પાણી પીતા હોઇએ ને થોડી વાર કરીને તો કહેશે, ‘ખસ ખસ અહીંથી જા, પ્રમાદ કરે છે ?” મેલ તારો પ્રમાદ ! પ્રમાદ તારે ઘેર લઇ જા, નથી જવું એવું મોક્ષમાં ! એવું મોક્ષમાં જવાતું હશે ? મહારાજ પાણી પીવા ના દે, ગળે ઊતરવા ના દે, એવું તે મોક્ષમાં જવાય ? તમે એવું જોયેલું ? રઘવાટ નહીં જોયેલો ? પ્રશ્નકર્તા : જોયેલો ને; હું તો બે વર્ષ સાધુઓમાં રહી આવ્યો છું,
દાદા.
દાદાશ્રી : ત્યાં પ્રમાદ નામનો શબ્દ હોય છે ને તે બધાને રઘવાટ રઘવાટ કરાવે છે. એના કરતાં તો પ્રમાદ કરને, તો રઘવાટ મટી જાય ! કેટલો વિરોધાભાસ છે ? આ તો ‘આ’ સાયન્સ, અજાયબ સાયન્સ ઊભું