Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 251
________________ આપ્તવાણી-૨ ૪૫૯ ૪૬૦ આપ્તવાણી-૨ થયું છે ! આ સાયન્સ ! આખું જગત મોંમા આંગળાં ઘાલશે એવું સાયન્સ પ્રગટ થયું છે, ‘જેમ છે તેમ' ખુલ્લું થયું છે, નહીં તો અહી ય રઘવાટ હોય ને, તો દાદા તમને ચા-બા પીવા ના દે, ‘અલ્યા, ચા પી રહ્યા કે નહીં ? ઊઠો, ઠંડો, હેંડો ગાવ, ચાલો થબાકો પાડો’ એમ કરે; પણ અહીં રઘવાટ-બઘવાટ નહીં ને ! આત્મા તેવો રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, એવો કંઇ ગાંડો હશે, આવો ? આપણે આત્મા જેવા થઇએ, તો આત્મા પ્રાપ્ત થાય. હવે મારી આ વાતનો બધાને શી રીતે મેળ ખાય ?! હું પ્રમાદ શબ્દ જ કાઢી નખાવા ફરું છું. આ તો તે પ્રમાદી આત્મા છોડયો અને હવે રઘવાટિયો આત્મા ઊભો કર્યો ! તે અલ્યા મુળ આત્મા ક્યારે તું પામીશ ? પ્રમાદી આત્મા હતો તે પાછો રઘવાટિયો આત્મા ઊભો કર્યો, એના કરતાં તો પ્રમાદી આત્મા સારો હતો કે કોઇને ઢેખાળો તો ના મારે. આ રઘવાટિયાથી તો કોઇકને ધક્કો હઉ વાગી જાય. પ્રમાદિયાને કશું ય નહીં, બિચારો આસ્તે ચાલે. તેથી કરીને પ્રમાદને આપણે પસંદ કરીએ છીએ એવું નથી, પણ પ્રમાદ ઉપર તમે દ્વેષ કેમ કર્યો છે આટલો બધો ? અને રઘવાટ ઉપર રાગ કેમ કર્યો છે ? હવે આ રાગદ્વેષ છોડવા હોય ને રાગદ્વેષ કરો, તે કેમ ચાલે ? અત્યારે ચા પીતા હો તો ના પીવા દે, દૂધ રેડતાં પહેલાં ધક્કો મારે, હવે આમને કયાં પહોંચી વળાય ? ક્રમિક માર્ગ જ એવો કઠણ છે, બહુ કઠણ માર્ગ. કૃપાળુદેવે પ્રભુશ્રીને કહ્યું કે, સંસ્કૃત શીખી લાવો.' તે પ્રભુશ્રી કહે કે, ‘હવે ૪૬ વરસ થયાં, હવે હું ક્યારે આ ઉંમરે શીખું ને મને આવડે ? એના કરતાં મને બીજો રસ્તો દેખાડો ને !' ત્યારે કૃપાળુદેવે કહ્યું કે, ‘વિક્ટોરિયા રાણી બધી ભાષા શીખે છે; આટલી ૭૬ વર્ષની છે તો ય તે ૭૬ વરસે આપણી ભાષાઓ શીખે છે ને તમને આપણી પોતાની માતૃભાષા કંઇ નહીં આવડે ? શીખી લાવો.” તે આજ્ઞા થઇ એટલે શીખવું પડયું. તે પ્રભુશ્રી કહેતા હતા કે, ‘હું થાંભલો ઝાલીને, ગમ ગચ્છતિ ટુ ગો, ગમ ગચ્છતિ ટુ ગો’ એમ બોલતો, કે જેથી કરીને ઊંઘ ના આવી જાય, પ્રમાદ ના થાય. હવે ક્યારે પાર આવે ? અને તેમને બાવીસ પુસ્તક લખી આપેલાં આવડાં જાડાં અને કહેલું કે, “એને જોડે ને જોડે રાખજો ને મહીં વિચાર આવે કે તરત જ મહીં જોઈ લેજો !' આ ક્રમિક માર્ગ ! કૃપાળુદેવ ‘જ્ઞાની પુરુષ’ હતા અને એમનો માર્ગ પણ સાચો છે, દુષમકાળના સાચા જ્ઞાની થઇ ગયા. પણ વસ્તુ સ્થિતિમાં ક્રમિક માર્ગ કેટલો બધો કષ્ટદાયી છે ! અને આ આપણો તો અક્રમ માર્ગ, સરળ માર્ગ પ્રાપ્ત થયો ત્યારે લોક આને અલેખે કરી નાખે છે, એટલે ખરો ટાઇમ આવ્યો છે. એક મિનિટ તો એક મિનિટ, પણ અહીં તો એક મિનિટની વધુ કિંમત છે. ફરી આ ‘દાદા’ એક મિનિટ પણ દર્શન કરવા નહીં મળે ! એક દહાડો એવો આવશે કે દહાડામાં એક મિનિટ પણ દર્શન કરવા આ ‘દાદા’ નહીં મળે ! ‘આ’ પ્રગટ સાયન્સ જે ઘડીએ બહાર જગતમાં પ્રગટ થયું તે ઘડીએ જગત ઝાલ્યું રહેશે ? ! બે જાતના મોક્ષમાર્ગ : એક ચાલાક માણસને મળેલી મોક્ષમાર્ગ ને બીજો આળસુ માણસને મળેલો એશઆરામવાળો મોક્ષમાર્ગ. સંસારમાં ચાલાક વધારે હોય છે, એશઆરામી જરા ઓછા હોય છે. આ લોકો એશઆરામી ના કહેવાય, પણ લોકો સમજયા વગર આ શબ્દ વાપરે છે. ‘આ’ તે જુદું જ કહેવાય, આમાં સંસારી મોહ ના હોય, એશઆરામ ખરો, પણ સંસારી મોહ નહીં. એટલે આ આપણો એશઆરામવાળાનો મોક્ષમાર્ગ છે અને બીજો ચાલાકનો મોક્ષમાર્ગ, એ બેનો જુદો રસ્તો ! એશઆરામવાળો મોડો નીકળે પછી રસ્તો ટૂંકો ખોળી કાઢે ! સૂતો સૂતો બહુ કામ કાઢી નાખે એ તો. એટલે આપણો લિફટ માર્ગ જુદી જાતનો છે, તે બધી રીતે ખીલ્યો છે. તેથી કવિ લખે છે ને કે, ‘જ્ઞાની વિક્રમ ટોચ, ઐશ્વર્ય હાહાકાર’ - નવનીત અક્રમ જ્ઞાની છે અને વિક્રમ ટોચ પર બેઠા છે ને હાહાકાર વર્તાવી દીધો છે ! ભલે એશઆરામ કર્યા હશે, પણ માર્ગે ય એશઆરામી મળ્યો છે ને ! ત્યાં ‘પ્રમાદ ના કરો, પ્રમાદ ના કરો’ કહે તો શી દશા થાય ? રઘવાટ, રઘવાટ ને રઘવાટ, ખાવાપીવામાં ય રઘવાટ. શાના હારું એ રઘવાટ કરે છે ? પ્રમાદ કાઢવા ? પ્રમાદ ગયો ને રઘવાટ પેઠો, એકનું એક ભૂત છે. ઊલટું, આ રઘવાટનું ભૂત ખોટું છે. આ વૈષ્ણવોના સાધુઓને કો'કને ત્યાં જમવા બોલાવ્યા હોય, લાડવા ખાવા, તો તે આરામથી જાય; રઘવાટ-બઘવાટ એમનામાં ના હોય ! અને આ જૈનના આચાર્યો રસ્તે હેંડતા હોય ને આપણે કહીએ કે, ‘હમણે હું આવું, આ સૂર્યનારાયણનાં દર્શન કરીને.’ તે, આમ દર્શન કરીને આમ જોઇએ ત્યાર

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256