Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 247
________________ આપ્તવાણી-૨ કોને કહેવાય ? વર્તે તેને વ્રત કહેવાય. એમાં કોઇ વસ્તુ યાદ જ ના આવે, ‘શું છોડવું છે ને શું છુટયું છે’ તે યાદ જ ના રહે. ‘આ છોડયું ને તે છોડયું' એ યાદ રહ્યું તો તેનાથી તો જોખમ આવે. ૪૫૧ કયાં ભગવાન મહાવીરનું એક વાક્ય ! તે સમજયા નહીં, છેવટે મુહપત્તિ બાંધી ! એકડા પછી બગડો હોય તો તે બરોબર છે, એમ આપણે કહીએ, પણ આ મુહપત્તિ તો છેલ્લી દશામાં માણસ વિચરતો હોય તો હાથમાં એક કપડું રાખવાનું કે જયાં બહુ જીવ ઊડતાં હોય તો મોઢા પાસે કપડું ઢાંકવાનું. એ કપડું રાખવાનું તે જીવને બચાવવા માટે નહીં, કારણ કે કોઇ જીવ બીજા જીવને બચાવી શકે જ નહીં; પણ આ તો જીવડાં મોઢામાં કે નાકમાં પેસી ના જાય ને પ્રકૃતિને નુકસાન ના કરે એટલા માટે મુહપતિ રાખવાની. આ મુહપત્તિ એ તો છેલ્લું કારણ છે. એની આગળ ‘કેવળજ્ઞાન'નાં અને એવાં બધાં બીજાં ઘણાં કારણ સેવવાં જોઇએ. આ તો છેલ્લું કારણ પહેલું સેવવામાં આવે તો શા કામનું ? ‘સ્થાનકવાસી છે અને મુહપત્તિ રાખું છે' એ તો વિરાધાભાસ કહેવાય, મહાવીરના ચાળા પાડયા કહેવાય ! તમે ‘શુદ્ધાત્મા’ થયા છો અને મુહપત્તિ રાખો તો વાત બરોબર છે, છતાં એ ૪૫ પછી સીધું ૯૯ની વાત છે ! અને આ ‘હું સ્થાનકવાસી છું' એમ કહેવું એ તો ૮ પછીના ૯૯ની વાત છે ! ૯૮ પછી ૯૯ની વાત હોય તો તે બરોબર છે. આ સ્થાનકવાસી તો જ્ઞાન જાણવાની ભારે ઇચ્છાવાળા, જિજ્ઞાસાવાળા અને કોઇ કામ કરવાની ધગશવાળા હોય છે. આ તો ભયંકર ભૂલો થઇ રહી છે ને કહેશે, ‘મહાવીરનો ધર્મ પાળીએ છીએ.' આ તો મહાવીરને વગોવે છે ! આપણા ફાધર વગોવાય એવું કાર્ય કરાય ? કોઇ ના કરે. આ તો ભગવાનને વગોવે છે ! એક ક્ષણ વાર પણ ગાફેલ રહેવું ના જોઇએ. ગાડીમાં ગાફેલ નથી રહેતો ને જયાં અનંત અવતારની ભટકામણમાં છે ત્યાં ગાફેલ રહે છે ?! ભગવાને કહ્યું, ‘હે જીવો બુઝો, બુઝો. સમ્યક્ પ્રકારે બુઝો.’ ભગવાનની કહેલી વાતોની વિરોધી વાતોથી મુક્ત થાય તો જ મોક્ષ છે. ૪૫૨ આપ્તવાણી-૨ સાચો માર્ગ જડે તો ઉકેલ ! પ્રશ્નકર્તા : મારે હંમેશાં વ્યાખ્યાનમાં જવાનું એવો નિયમ છે. દાદાશ્રી : રોજ નાહીએ ને શરીરનો મેલ ના જાય તો શા કામનું ? આ તો રોજ વ્યાખ્યાનમાં જાય; પણ મનનો, વાણીનો, બુદ્ધિનો મેલ ના જાય તે શું કામનું ? આપણું દળદર ના ફીટે તો શું કામનું ? વ્યાખ્યાન આપનાર ગમે તેટલું જાણતા હોય, પણ આપણું દુઃખ ના ઘટે તો નકામું જ ને ! આપણાં દુઃખ ગયાં એ દર્શન કરેલાં કામનાં, નહીં તો દર્શન કરેલાં કામનાં નહીં. સામને ઘેર પચાસ બંગલા હોય, પણ એનાં દર્શનથી આપણને ઝૂંપડું ય ના મળે તો એ દર્શન નકામાં જ ને ? જે મહારાજનાં દર્શન કરે ને દુઃખ ના જાય તો એ પોતે કેટલા દુઃખી હશે ? ! આ ઘાંચીનો બળદ જોયો છે ને ? એ દાબડો પહેરીને મનમાં માને કે, ‘હું ચાલ્યો છું’ ને દાબડા ખોલે તો એની એ જ જગ્યા ! એવું આ જગત ઘાંચીના બળદ માફક ચાલ્યા કરે છે અને મહેનત નકામી જાય છે. જયાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મહેનત બધી નકામી જાય છે. આ સ્ટેશનનો રસ્તો હું જાણતો ના હોઉં તો ભૂલો પડું, ને ચારગણો રસ્તો થાય તો ય ઠેકાણું ના પડે. આ તો સ્ટેશનના રસ્તામાં ભૂલા પડાય છે, તો આ સાચો રસ્તો જડવા માટે એવી કેટલી બધી ભૂલો થાય ? માટે તપાસ તો કરવી જોઇએ ને ? પોતાને સંતોષ ના થાય તો એ રસ્તો બંધ કરી બીજો રસ્તો ખોળી કાઢવો પડે ! મોક્ષની એક જ કેડી છે, ને તે ય પાછી ભુલભુલામણીવાળી છે ! અન્ય માર્ગ અનેક છે, ને પાછા ઓર્નામેન્ટલ છે ! કોઇ સાચા ભોમિયા હોય તેને જ મોક્ષનો માર્ગ પુછાય અને એ ય પાછા નિઃસ્વાર્થી ભોમિયા હોવા જોઇએ. ધર્મમાં વેપાર ત ઘટે ! પોતે કંઇ પણ ત્યાગ કરે છે અને બીજા પાસે કરાવડાવે છે એ બધા અભ્યાસી કહેવાય. ગુરુ ય ત્યાગે કરે ને શિષ્ય પાસે ય ત્યાગ કરાવડાવે એટલે આપણે ના સમજીએ કે આ સ્ટાન્ડર્ડમાં છે ? ! આ માળા ફેરવતા હોય તો આપણે ના સમજીએ કે આ ધોરણમાં ભણે છે ? એમને આપણે

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256