Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 246
________________ આપ્તવાણી-૨ ૪પ૦ આપ્તવાણી-૨ સાચી દીક્ષા ! પ્રશ્નકર્તા : મહારાજ કહે છે કે દીક્ષા વગર મોક્ષ નથી એ વાત ખરી ? દાદાશ્રી : વાત સાચી છે, દીક્ષા વગર મોક્ષ નથી; પણ દીક્ષા કોને કહેવી ? દીક્ષાની વ્યાખ્યા તો હોવી જોઇએ ને ? કઇ દીક્ષાથી મોક્ષ થાય ? આપણે એ કબૂલ કરીએ છીએ કે દીક્ષા વગર મોક્ષ નથી, પણ ખરી દીક્ષાને એ સમજયા નથી. મહાવીર ભગવાને કહેલી દીક્ષા અમે જ આપી શકીએ છીએ. પ્રશ્નકર્તા : દીક્ષા એટલે શું ? દાદાશ્રી : “જ્ઞાન’ને ‘જ્ઞાનમાં બેસાડવું અને “અજ્ઞાન’ને ‘અજ્ઞાનમાં બેસાડવું એનું નામ દીક્ષા. તે ‘દાદા’ એકલા જ સાચી દીક્ષા આપી શકે. પોતે દીક્ષિત થયો નથી, તે ક્યાંથી દીક્ષા આપી શકે ? અને કહેશે કે, મેં દીક્ષા લીધી.” બે જાતનાં મોતી હોય, એક સાચા ને બીજાં કર્યું. અત્યારે તો બનાવટી મોતી ચાલે છે ને ! માટે, જન્મ પહેલાં કોનો થયો ? પ્રશ્નકર્તા : સાચાનો. દાદાશ્રી : માટે સાચા મોતી હતાં તો બનાવટીનો જન્મ થયો, તેમ પહેલાં દીક્ષા સાચી હતી ત્યારે જ આ કલ્ચર્ડ દીક્ષાનો જન્મ થયો છે ને ! આ અક્રમ માર્ગ છે, એટલે કોઇને તરછોડ નહીં મારવાની, વહુ છોકરાંને ય તરછોડ નહીં મારવાની; ઊલટું રોજ બૈરી જોડે ઝઘડતો તો એ ય બંધ થઇ જાય ! સંજોગ મૂલા જીવેણ, પત્તા દુ:ખમ્ પરંપરા, તન્હા સંજોગ સંબંધમ્, સવમ્ તિવીહેણ વોસરીયામિ.'' અત્યારે તો દીક્ષા લીધી અને કલાક પછી ચિઢાયા કરે. સવમ્ તિવીહેણ વોસરીયામિ કર્યું પછી શું કામ ચિઢાયા કરે છે ? બધો કલ્ચર્ડ માલ ! આ દીક્ષા તો પાછી બંધનમાં બાંધે. અહીં ‘અમે' દીક્ષા આપી દઇ એ છીએ એટલે સંસાર રોગ બધો ય મટી જાય ! અમે તમને આત્મા હાથમાં રોકડો આપીએ છીએ, તે દહાડે જ દીક્ષા આપીએ છીએ; દીક્ષિત કરીએ છીએ. લોક દીક્ષાને એમની લોકભાષામાં સમજે છે, પણ એ તો દીક્ષા કહેવાય નહીં. તમે આવું કહો તો કોઈ માને નહીં, કારણ કે જયાં ભાષાનો અર્થ જ એ જ થઇ ગયો અને જયાં જે ભાષા ચાલતી હોય તો ત્યાં તે ભાષા ચલાવવી પડે ! અત્યારે તો આઠ આની ઘઉં અને આઠ આની કાંકરાવાળું થઇ ગયું છે. આ આખી નહીં પણ ટુકડાવાળી સોપારી આવે છે ને, ઉપર કશુંક ચોપડે ને મીઠી લાગે પણ એ તો બગડેલી સડેલી સોપારી હોય, તેને ભેગી ગળ્યા પાણીમાં નાખે. ભાન જ નથી લોકોને કે સોપારી ખાવી છે. કે સ્વાદ ખાવો છે ? સ્વાદ જોઈતો હોય તો મીઠાઇ ખાને. અલ્યા, સ્વાદ માટે સોપારી ખાઉં છું ? માણસના ય ભાનમાં નથી, સોપારીનો સ્વાદ ચાખવો હોય તો સોપારીને જ ખા. સાચી ચીજ આપણા હાથમાં જ ના આવવા દે ને ! આ તો ડફોળો છે, તેનાથી ડફોળાઈવાળી ચીજ ડફોળને ખાવા મળે અને સારી ચીજ સારાને મળે. એટલે અમે કહ્યું કે આ ડફોળોનો ઉપકાર માનજો કે એમને લીધે આપણને સારી વસ્તુ મળે છે. ડફોળ શાથી કહ્યા ? કે પૈસા આપીને ઉપરથી ડફોળાઈવાળો માલ લઇ આવ્યા ! ભગવાને દીક્ષા શબ્દ ખોટો નથી મૂક્યો, પણ દીક્ષા કોને કહેવી એ જાણવું પડે ને ? ભગવાનના વખતમાં દીક્ષા આપતા હતા ત્યારે ‘આ’ બોલાવતા હતા. શબ્દો એના એ જ રહ્યા છે પણ દીક્ષા બનાવટી થઇ ગઇ છે. ‘એગો મે શાષઓ અપ્પા, નાણ દંસણ સંજૂઓ, શેષામે બાહીરાભાવા, સર્વે સંજોગ લખ્ખણા, વીતરાગોની ઝીણી વાત !! અત્યારે તો દીક્ષાએ નથી રહી ને મહાવ્રતે ય રહ્યાં નથી. અરે, અણુવ્રતે ય રહ્યા નથી; એના બદલે બધું કલ્ચર્ડ પેઠું ને સાચું ગયું. વ્રત

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256