Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 245
________________ આપ્તવાણી-૨ ૪૪૭ ૪૪૮ આપ્તવાણી-૨ ખૂણાવાળો એકલો ત્યાગના ખૂણામાં પડયો છે અને એ જ વાળ વાળ કરે છે ને તપવાળો એકલો તપનો ખૂણો વાળ વાળ કરે છે ! બધા ય ખૂણા વાળે તો જ ઉકેલ આવે તેમ છે ! ચાલતો નથી. એ તો એકલો જ અહીં છે. વ્યવહારધર્મ એટલે શું ? કે, લોકમત. લોકમતના વિરૂદ્ધ જાય એ મમત કહેવાય. આ તો દરેક માણસ કહેશે કે, “આ તો સંકુચિત ધર્મ છે.’ આ તો એક મહારાજ કહે કે, “આજે સાતમ છે ને બીજા કહે કે, ‘આઠમ છે'; તો બેઉને કાઢી નાખવા જોઇએ. આ તો મમતે ચઢે ને તેની વઢવાડ ? ! આ સાતમ-આઠમનો પ્રકાશ કરે છે એવો ચન્દ્રમા, તે એને કોઇ વઢવાડ નથી અને આ લોકોને વઢવાડ તિર્મમત ત્યાં મોક્ષ ! કવિરાજ શું ગાય છે : ‘ક્યાં ય ન હોજો મમત લગારે’ -નવનીત મમત કેટલી જગ્યાએ હોય ? આ પ્યાલો કોઇ લઇ જતો હોય તો શું મમત નહીં રાખવાની ? એવું છે, કે એ લઇ જનારને કહીએ કે, “જો ભાઇ, તું લઇ જાય છે, પણ આ ના મળે, આમાં તો મારું નામ છે.” અને પછી એ વાંચે અને કહે કે, ‘હા આપનું જ નામ છે ને લઇ લો.’ તો જો તે આમ આપે તો ઠીક, અને એ નામ વાંચીને પણ કહે કે, “ના, હું નહીં આપું” તો ત્યાં મમત નહીં કરવાની. મમત એટલે શું ? આગ્રહ કરે તે. નાટકી ભાષામાં કહેવાનું હોય કે, “ભાઇ, મારું નામ પ્યાલા ઉપર છે” ને નામ વાંચીને તે આપે તો ઠીક, પણ જો સામો ખેંચ રાખે તો આપણે તે આપી દેવું, ત્યાં મમત નહીં રાખવાની. પણ આ લઇ જતો હોય તો ચૂપચાપ તેને લઇ જવા દે એવા વીતરાગ ન હોય. ચુપચાપ ના લઇ જવા દે, એને ‘વીતરાગ નથી’ એમ નથી કહ્યું. નહીં તો આ તો પોતાની છોડીને ઉઠાવી જાય, પણ ત્યાં કહે, “મારી છોડી છે, મારે એને સારે ઠેકાણે પૈણાવાની છે.’ બધું કહે; પણ તે કમ્પલીટ ડ્રામેટિક હોય તે વીતરાગ છે. પણ આ નથી કહેતા કે મમતે ચઢયા છે ? ! મમત એટલે આગ્રહે ચઢે તે. વીતરાગ માર્ગમાં મમત ના હોય, બીજા માર્ગમાં મમત હોય. એક જ ફેર ડ્રામેટિક રીતે કહે કે, “બહાર અંધારું છે' ને તમે કહો કે, ‘ના અજવાળું છે ” ફરી કહ્યું કે, “જુઓને ભાઇ, હજી અંધારું છે.’ એમ વિનંતી કરી જોઉં; છતાં પણ તમે ના માનો તો હું પછી મમત ના પકડું. જો કોઇ કોઇનો ઉપરી હોત તો હું મારી ઠોકીને મનાવું, પણ કોઇ કોઇનો ઉપરી નથી ! ભગવાને વ્યવહારધર્મને શું કહ્યો છે ? બહાર તો બધે નિશ્ચયધર્મ દ્રષ્ટિવાદી, કદાગ્રહી, દુરાગ્રહી, અભિનિવેશી એ બધા શું આપણું ધોળવાના છે ? એમનું પોતાનું જ ધોળી રહ્યા નથી ને ! આ તો એમને સંજોગ બાઝયો નથી એટલે, એમાં એમનો દોષ નથી. અહીં બધા ખુલાસા મેળવી લેવા તો ઉકેલ આવે એમ છે. આ તો બધા પઝલ છે! વીતરાગોએ શું કહ્યું કે બીજા ગમે તે કરતા હોય તે તું ના કરીશ, માત્ર તારાં હિતનું જ કરજે. આ બીજા લોકો ગુનો કરે, એ તો ના જાણતો હોય પણ તું તો જૈન છે. વકીલ થઇને ચારસોવીસીનો ગુનો કરે છે ? વકીલ ચારસોવીસી કરે તો શું થાય ? જો રોગ પેઠા છે ! જૈનમાં આવ્યા તે તો વકીલ કહેવાય, કાયદા જાણતો હોય તે જ કાપડ ખેંચે તો શું થાય?! આ અમારે ભાગે પંજો વાળવાનો છે ! અમને તે વળી ‘આવડી આવડી’ આપવાની ગમતી હશે ? આવા શબ્દો અમને શોભે ? જેની વાણી ‘પ્રત્યક્ષ સરસ્વતી’ છે એવા ‘જ્ઞાની પુરુષ'ને ભાગે આ કાળમાં પંજો વાળવાનો આવ્યો છે અને તે નીકળશે ય ખરો. આ કાળમાં બધો સડી ગયેલો માલ ! આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે ૨0૫ની સાલમાં તો બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે ! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળે ય નહીં હોય અને કોઇ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે ! બીજા કોઇ પણ તીર્થંકરોનું શાસન આવું અજોડ નહીં હોય !

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256