________________
આપ્તવાણી-૨
દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડયા એટલે અમારું આપેલું ‘જ્ઞાન’ પરિણમવાનું શરૂ થઇ જાય. પોતાના દોષ દેખાવા માંડયા એટલે બીજાના દોષ ના દેખાય. બીજાના દોષ દેખાય તો તો બહુ ગુનો કહેવાય. આ નિર્દોષ જગતમાં કોઇ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં અને ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.
૧૪૫
દોષો પ્રતિક્રમણથી ધોવાય. કોઇની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે. ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે. પાંચસો પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય. ને જેમ દોષો ઘટે તેમ
‘જાગૃતિ’ વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે ‘જોઇએ’ છીએ અને જાણીએ. એ દોષ કોઇને હરકતકર્તા ના હોય. પણ કાળને લઇને એ અટકયા છે. અને તેનાથી જ ૩૬૦ ડિગ્રીનું ‘કેવળ જ્ઞાન’ અટકયું છે અને ૩૫૬ ડિગ્રીએ આવીને ઊભું રહી ગયું છે ! પણ અમે તમને પૂરૂં ૩૬૦ ડિગ્રીનું ‘કેવળ જ્ઞાન’ કલાકમાં જ આપીએ છીએ. પણ તમને ય પચશે નહીં. અરે, અમને જ ના પચ્યું ને ! કાળને લઇને ૪ ડિગ્રી ઊભું રહ્યું ! મહીં પૂરેપૂરૂં ૩૬૦ ડિગ્રી રીયલ છે અને રીલેટિવમાં ૩૫૬ ડિગ્રી છે. આ કાળમાં રીલેટિવ પૂર્ણતાએ જઇ શકાય તેમ નથી. પણ અમને તેનો વાંધો નથી. કારણ કે મહીં અપાર સુખ વર્ષા કરે છે !
આ વર્લ્ડમાં કોઇ તમારો ઉપરી જ નથી તેની હું તમને ગેરેન્ટી આપું છું. કોઇ બાપો ય તમારો ઉપરી નથી. ‘તમારી ભૂલો એ જ તમારો ઉપરી છે !’ જો ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો તમારી ભૂલ ભાંગી આપે. તું તારી જ ભૂલોથી બંધાયો છું. આ તો માને કે આ સાધનથી હું છૂટવાનો પ્રયત્ન કરૂં છું, તે એ જ સાધનથી તું બંધાય છે !
એક એક અવતારે એક એક ભૂલ ભાંગી હોત તો ય મોક્ષ સ્વરૂપ થઇ જાત, પણ આ તો એક ભૂલ ભાંગવા જતાં નવી પાંચ ભૂલ વધારી
૧૪૬
આપ્તવાણી-૨
આવે છે ! આ બહાર બધું રૂપાળુંબંબ જેવું ને મહીં બધો-કકળાટનો પાર નહીં ! આને ભૂલ ભાંગી કેમ કહેવાય ? તમારો તો કોઇ ઉપરી જ નથી. પણ ભૂલ બતાવનાર જોઇએ. ભૂલોને ભાંગો, પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે ? અને તે ય એકાદ-બે જ છે કંઇ ? અનંત ભૂલો છે !!! કાયાની અનંતી ભૂલો છે. વાણીની અનંતી ભૂલો છે. વાણીની ભૂલો તો બહુ ખોટી દેખાય. કોઇને જમવા બોલાવવા ગયા હો તે એવું કઠોર બોલે કે બત્રીસ ભાતનું જમવાનું તેડું હોય તો ય ના ગમે. એના કરતાં ના બોલાવે તો સારું એમ મહીં થાય. અરે, ચા પાય તો કર્કશ વાણી નીકળે. અને મનના તો પાર વગરનાં દૂષણો હોય !
ભૂલો તો કોણ ભાંગી શકે ? ‘જ્ઞાની પુરુષ’, કે જે પોતાની સર્વ ભૂલો ભાંગીને બેઠા છે, જે શરીર છતાં ય અશરીરી ભાવે - વીતરાગ ભાવે રહે છે. અશરીરી ભાવ એટલે જ્ઞાનબીજ. બધી ભૂલ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાનબીજ નાશ થાય ને જ્ઞાનબીજ ફુલ ઊગે, તે અશરીરી ભાવ, જેને કિંચિત્ માત્ર-સહેજ પણ દેહ પર મમતા છે તો એ અશરીરી ભાવ કહેવાય નહીં. ને એ દેહ પરથી મમતા જાય શી રીતે ? જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મમતા જાય નહીં.
દોષોતો આધાર !
પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ?
દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ ‘દાદા’ને બધા નિર્દોષ જ દેખાય. કારણ કે પોતાની બધી જ ભૂલો તેમણે ભાંગી નાખી છે. પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે. જેને ભૂલ જ જોવી છે એને પોતાની બધી જ ભૂલો દેખાવાની, જેને નિર્દોષ જોવા છે તેને બધાં નિર્દોષ જ દેખાવાના !
જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શો ડખો ?
પ્રશ્નકર્તા : દાદા, દોષો ના જોવા હોય છતાં જોવાઇ જાય અને ભૂતાં