________________
આપ્તવાણી-૨
૩૯૧
૩૯૨
આપ્તવાણી-૨
બ્રહ્મસંબંધ એટલે જયાં બ્રહ્મ પ્રગટ થઇ ગયા છે તેમના ચરણના અંગૂઠે અડીને સંબંધ લે તે બ્રહ્મસંબંધ. ખરો બ્રહ્મસંબંધ આપનારા કો’ક જ દિવસ મળે છે.
દસ લાખ વર્ષ ઉપર ધર્મો અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. ત્યારના કેસરિયાજીમાં ‘દાદા ભગવાન ઋષભદેવ’ સર્વ ધર્મોનું મૂળ, તે આદિમ ભગવાન, પહેલા ભગવાન છે. તે દસ લાખ વરસ પછી આજે આ ‘દાદા ભગવાન આવ્યા છે ! તેમનાં દર્શન કરી લેજો ને કામ કાઢી લેજો. પ્રત્યક્ષ ભગવાન આવ્યા છે ને તેનું આ દેહ તો મંદિર છે, તો તે મંદિર નાશ થઇ જાય તે પહેલાં મંદિરમાં બેઠેલા પ્રગટ ‘દાદા ભગવાનનાં દર્શન કરી લેજો. બ્રહ્મસંબંધ એવો બાંધી લેજો કે ઝાડપાન, પશુપક્ષી - બધે ભગવાન દેખાય ! કાચો સંબંધ બાંધશો તો દહાડો નહીં વળે, માટે પાકો સંબંધ બાંધી લેજો.
તો તે બોલશે!
કવિરાજે ‘દાદા’ માટે ગાયું છે ને કે, (૧) કલ્પે કહ્યું જન્મે છે તે કલ્પાતીત સત્પષ.
શ્રી રણછોડરાયનું હૃદયકમળ ‘હું જ છું.
પરાત્પર ગુરુષ ગીતાગાયક ‘હું જ છું. -નવનીત (૨) મુરલીના પડઘે ઝૂમી જમના બોલી
શ્રી કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે. -નવનીત ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ....” એ વ્યાખ્યાવાળો એક પણ વૈષ્ણવ જડતો જ નથી. મર્યાદા એટલે અંશધર્મ, લિમિટેડ ધર્મ, તે પાળે તો સારો, પણ આ તો આખો દહાડો કલેશ કરે છે.
અગિયારસ તો કોનું નામ ? પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન - એ બધાંને એક દિવસ કાબૂમાં રાખવાનાં હોય ! આ તો ધણીને અગિયારસને દહાડે વઢે કે, ‘તમે આ ના લાવ્યા, ને પેલું ના લાવ્યા !” તેને અગિયારસ કેમ કરી કહેવાય ? ધર્મ તો આવી અગિયારસ કર્યો મળે તેમ નથી. અમારી આજ્ઞામાં એક અગિયારસ કરે તો બીજી કરવી જ ના પડે !
મન, વચન, કાયાથી તદ્ન જુદો એવો ‘હું બ્રહ્મસંબંધવાળો છું.”
- નવનીત. સંસાર વ્યવહારમાં આબરૂ મૂઠીમાં રહે તેવું કરી આપે તેવો આ મંત્ર છે ! આ મંત્રથી બ્રહ્મની પુષ્ટિ થયા કરશે અને “ બ્રહ્મનિષ્ઠ' બની જશો. ‘જ્ઞાની પુરુષ'ની જોડે લગની લાગે તે બ્રહ્મસંબંધ. માયાની જોડે ઘણા અવતારથી સખીપણું કરેલું છે તે પાછી કાઢી મૂકીએ તો ય આવે, પણ બ્રહ્મસંબંધ થાય એટલે માયા ભાગે. મોહબજારમાં કયાં ય પણ પેસવું નહીં. લગ્નમાં મોહ અને માયાનું બજાર હોય જ. માયા અને એનાં છોકરાંઓ આપણી આબરૂ લઇ લે અને ભગવાન આપણી આબરૂ સાચવે. અમારે આશરે આવ્યો તેનું કોઇ નામ ના દે. અહીં કોઈ કલેક્ટરની ઓળખાણવાળો હોય તેનું કોઇ નામ ના દે, કહે કે, “ભાઇ, એને તો કલેક્ટરનું ઓળખાણ છે.’ તેમ તમારે આ ‘દાદા ભગવાન'નું ઓળખાણ થયું છે કે જેમને ત્રણ લોકનો નાથ વશ વર્તે છે ! પછી તમારું નામ કોણ દેનાર છે ?
અમારું નામ દેજો અને અમારી ચાવી લઈને જાઓ તો રણછોડજી' તમારી સાથે વાત કરશે. અમારું નામ “રણછોડજીને દેજો