________________
આપ્તવાણી-૨
૪૨૩
૪૨૪
આપ્તવાણી-૨
નાખે. અલ્યા, માળા ગણવી હોય તો એકડા પછી તગડો ને તગડા પછી સાતડો એવું તે ચાલતું હશે ? ના ચાલે. ચિત્તને બાંધવા માટે માળા ફેરવવી એ બધા ધર્મોમાં છે, મુસ્લિમમાં પણ છે. આ તો માળા કયાં સુધી ફેરવવાની હોય ? કે જયાં સુધી ચિત્તની માળા ફરવા લાગી નથી ત્યાં સુધી અને ચિત્તની માળા ફરવા લાગી એટલે લાકડાની માળાને ફેરવવાની જરૂર નથી. આ તમને જ્ઞાન આપ્યા પછી ‘શુદ્ધાત્મા’ની માળા ફરે છે, માટે હવે બીજી કોઇ માળાની જરૂર નથી, આ તો અજપાજાપ ચાલુ થઇ ગયા. ‘શુદ્ધાત્મા’ના અજપાજાપ ચાલું થઇ જાય એટલે કામ થઈ ગયું ! પછી પ્રકૃતિમાં જે માલ હોય તે ખાલી કરવાનો, નાટકમાં પાર્ટ પૂરો કરવાનો !
આ રૂપિયાની નોટો ઉતાવળે ગણવી હોય તો ના ગણે, ચોક્કસ ગણે, ફરી ફરી ગણે; ને માળામાં ગપોલિયું મારે ! ત્યારે ભગવાન કહે છે કે, “મારે ત્યાં તો જો, તારું બહાર કાચું તો તારા અંતરમાં ય કાચું રહેશે, મહીં રાતદહાડો તને બળાપો રહ્યા કરશે.”
- દાદાશ્રી : મુક્તિ આપી દીધા પછી હવે ફરી શું લખાવવાનું હોય? એક જ ફેરો ચેક લખાવી લેવાનો હોય કે ૯૯,૯૯૯ રૂ. અને ૯૯ પૈસા ! મુક્તિ તો અપાઇ ગઇ છે, તો હવે શું રહ્યું ? ભક્તિ રહી. આ ‘અક્રમ માર્ગ” છે, જગતનો ‘ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગ એટલે પહેલી ભક્તિ અને પછી મુક્તિ અને ‘આ’ અક્રમ માર્ગમાં પહેલી મુક્તિ પછી ભક્તિ ! અત્યારે તો મુક્તિ લીધા વગર ભક્તિ કરવા આ લોકો જાય તો ભક્તિ રહે જ નહીં ને ! મહીં હજારો જાતની ચિંતા, ઉપાધિ રહેતી હોય તે પછી કેમની ભક્તિ રહે ? ને મુક્તિ પહેલાં લીધી હોય, તે નિરાંતે બેઠા છે નેઅહીં આ બધા બેઠા તેમ બેસવાનું હોય ! આ બધા નિરાંત વાળીને આમ શાથી બેઠા છે ? જાણે અહીંથી ઊઠવાનું જ ના હોય તેમ ? મુક્તિ છે એમની પાસે તેથી ! તમારો ખુલાસો થયો ને ? અહીં બધા ખુલાસા થવા જોઇએ. ‘તમેને “હું' એક જ છીએ, પણ તમને ભેદ લાગે છે. મને ભેદ નથી લાગતો, કારણ કે ભેદબુદ્ધિથી ભેદ દેખાય છે. ‘હું ચંદુલાલ છું' એ ભેદબુદ્ધિ હજી ખરીને તમને ? તમારી ભેદબુદ્ધિ જતી રહી છે ?
પ્રશ્નકર્તા : ના, દાદા.
દાદાશ્રી : એટલે જ, તે ભેદબુદ્ધિ જયાં સુધી છે ત્યાં સુધી ભેદ લાગ્યા કરે. આ જુદો ને એ જુદો. મારે અભેદબુદ્ધિ થયેલી, તમારો આત્મા જ ‘હું' છું, આમનો આત્મા ‘હું જ છું, પેલાનો આત્મા ‘હું જ છું, બધાનામાં ‘હું જ બેઠેલો છું, એટલે બધાં જોડે ભાંજગડ કયાં રહી?
અક્રમ - મુક્તિ પછી ભક્તિ ! પ્રશ્નકર્તા સંતોએ હંમેશા ભક્તિ જ કેમ માગી ? મુક્તિ કેમ ના માગી ?
દાદાશ્રી : ભક્તિ અને મુક્તિ એ બેમાં આમ જોવા જાય તો ફેર કશો છે નહીં. ભક્તિ એટલે અત્યારે અહીં આ ‘મહાત્મા’ ‘જ્ઞાની પુરુષ'ની ભક્તિ કરે છે તે, એટલે શું કે “જ્ઞાની પુરુષ' તરફ “પરમ વિનય’માં રહે, એમનો રાજીપો મેળવવો એનું નામ ભક્તિ. ભક્તિ એટલે જ્ઞાનીના પગ દબાવવા કે એમની પૂજા કરવી એવું તેવું નહીં, પણ એમનો પરમ વિનય રાખવો તે છે. અહીંયાં આ બધા અત્યારે મુક્તિ ખોળતા નથી, બસ “જ્ઞાની પુરુષ'ની ભક્તિ જ કરવી એવું લાગે છે એમને. મુક્તિ તો એમને ‘અમે કલાકમાં જ આપી દીધી છે, હવે કંઇ તમારે મારી પાસે મુક્તિ માગવાની ઇચ્છા થાય છે ?
પ્રશ્નકર્તા : ના, દાદા.
ભગવાનનું સરનામું ! દાદાશ્રી : તમારું ઘર કોણ ચલાવે છે ? પ્રશ્નકર્તા : ઇશ્વર.
દાદાશ્રી : તે ઉપર કઇ પોળમાં રહે છે ? એમનું એડ્રેસ તો જણાવો!
પ્રશ્નકર્તા : ...........(નિરૂત્તર)