Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 234
________________ આપ્તવાણી-૨ ૪૨૫ ૪ર૬ આપ્તવાણી-૨ નથી. એટલે અમે કહ્યું કે, સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સથી ઊગે છે. એમ આ દેહ છે, આંખ-બાંખ બધું ય સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સથી છે; ઉપર કોઇ બાપો ય ઘડવા માટે નવરો નથી.’ ‘બાપો” તો ઇન એવરી ક્રીએચર વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ. તમારી ને મારી વચ્ચે દૂરબીનથી પણ ના દેખાય એવા અસંખ્ય જીવો છે તેમાં ભગવાન રહેલા છે ! એમની હાજરીથી જ બધું ચાલે છે, પણ એ જ્ઞાનથી જ સમજાય, બુદ્ધિથી સમજાય એવું નથી. એ તો ‘જ્ઞાની પુરુષ’ જ્ઞાન આપે તો જ આત્મા સંબંધી નિઃશંક થઇ જાય ! નહીં તો આત્મા આવો હશે કે તેવો હશે, એમ શંકા રહ્યા કરે.. ભક્તિ તો પ્રેમદા ભક્તિ હોવી જોઇએ ! અમે તમને કહીએ કે, ‘તમારામાં છાંટો ય અક્કલ નથી.' ત્યારે તમારે શું કહેવું જોઇએ કે, ‘દાદા, જેવો છું તેવો તમારો જ છું ને !' કીર્તન ભક્તિ ! દાદાશ્રી : આવી એડ્રેસ વગરની ભક્તિ શું કામની ? જોયા ના હોય તો ચાલે, પણ એડ્રેસ તો જોઇએ ને ? આ તો બિના એડ્રેસકી બાત ! સ્ટ્રીટ નંબરે ય જાણે નહીં ? ! આ ઇશ્વર પૈણેલો હશે કે કુંવારો ? ને પૈણેલો હોય તો એમને ત્યાં બા હોય, ઘરડાં બા હોય ! તેમને ત્યાં તો કોઈ મરે જ નહીં ને ? તે કેટલાં કુટુંબીજનો હશે ? પણ તેમ નથી. આ જગતની વાત સત્ય ના હોય. ‘જ્ઞાની પુરુષ'ની વાત એ જ ખરી હોય, ‘જ્ઞાની પુરુષ' ખરું જાણે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ; તે કોઇ બનાવવા ગયું નથી, ઇટસેલ્ફ ઊભું થઇ ગયું છે ! આ સોડિયમ ધાતુને પાણીમાં નાખે તો ભડકો થાય તે સાયન્સથી સમજી શકાય, તેવું આ જગત સાયન્સથી ઊભું થયું છે ! તેમ આ સગાઇઓ પણ સાયન્સથી ઊભી થઇ છે, પણ તે જ્ઞાનથી સમજાય. ઓલ ધીસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ ! વિનાશી ચીજ ભોગવવાની ઇચ્છા એ મિથ્યા દ્રષ્ટિ અને અવિનાશી ચીજ ભોગવવાની ઇચ્છા એ સમ્યક દ્રષ્ટિ. જયાં એક દુ:ખનો છાંટો ય ના હોય એ સમ્યક દ્રષ્ટિ ! પ્રશ્નકર્તા : ભગવાન તો કણ કણમાં છે ને ? દાદાશ્રી : ભગવાન બધે હોય તો ખોળવાની જરૂર શી ? પછી જડ ને ચેતનનો ભેદ જ રહ્યો કયાં ? જો બધે જ ભગવાન હોય તો પછી સંડાસ જવાનું ક્યાં ? બધે જ ભગવાન હોય તો તો પછી આ બટાકામાં ય હોય ને ગલકામાં ય હોય. શરીરમાં ભગવાન હોય તો તો શરીર વિનાશી છે, પણ ભગવાન તો અવિનાશી છે. આ લોકોને એટલું ય ભાન નથી કે આ મનુષ્યોને કે પાડાને કોણ ઘડે છે ! મોટા સંતો, ત્યાગીઓ ય કહે છે કે ભગવાન વગર કોણ ઘડે ? તે ભગવાન શું નવરો હશે કે ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે ? તો તો કુંભારને શું કામ નહીં મોકલી આપે વળી ઘડવા માટે ? જો લોકોને સમજણ પાડીએ કે, ‘માથામાં વાળ છે એ કોણે બનાવ્યા ?” તો કહેશે કે, “મને ખબર નથી.' ડૉક્ટરને કહીએ કે, ‘ટાલ પડી તો હવે વાળ ઊગશે ?” તો તે કહે, “ના, આટલી ગરમી મગજમાં ચઢી ગઇ છે, એટલે હવે ના ઊગે.” વાળ શી રીતે ઊગે છે, શી રીતે ખરી પડે છે, એ ય ભાન વીતરાગોનાં તો વખાણ કરે તેટલાં ઓછાં છે. એમના કીર્તન લોકોએ ગાયાં નથી, અને જે ગાયાં છે એના રાગ બરોબર નથી. વીતરાગોનાં જો સરખાં કીર્તન ગાયાં હોય તો આ દુઃખ ના હોત. વીતરાગ તો બહુ ડાહ્યા હતા ! તેમનો માલ તો બહુ જબરો ! એ તો કહે છે, “સમકિતથી માંડીને તીર્થકરોના કીર્તન ગા ગા કરો !” “તો પછી સાહેબ અપકીર્તન કોનાં કરું ? અભવ્યો છે એમનાં ?” ના, અપકીર્તન તો કોઇના ય ના કરીશ, કારણ કે મનુષ્યનું ગજું નથી, એટલે એવું ના કરીશ. અપકીર્તન શું કામ કરે છે ? અપકીર્તન વીતરાગોથી દૂર રાખે છે. આ તો તારું ગજું નથી ને દોષમાં પડી જઇશ. આ જે આડ જાત છે, એમનું નામ જ ના દઇશ, એમનાથી તો બીજી જ બાજુએ ચાલજે. ત્યારે પેલો કહેશે કે, ‘શું કરું ? આ આડ જાતો એવું કરે છે કે મારાથી એમનો દોષ જોવાઇ જ જાય છે !' પણ આવું ના કરાય, આની સામે તારું ગજું નહીં. સ્ટ્રોંગ માણસ હોય ને સામેવાળાનું અવળું બોલે તો ચાલે, જેમ કે આ જૈન હોય ને માંસાહારનું અપકીર્તન કરે તો એને શો વાંધો ?!

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256