Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 242
________________ આપ્તવાણી-૨ ૪૪૧ ૪૪૨ આપ્તવાણી-૨ કરીને ય શુભમાં પડયો રહેજે. શુભ એ ક્રિયામાર્ગ છે અને શુભ ક્રિયાનું ફળ પુણ્ય મળશે. અશુભ ક્રિયાનું ફળ પાપ મળશે, પુર્વેથી ક્યારેક ‘જ્ઞાની પુરુષ’ મળી શકે અને ‘જ્ઞાની પુરુષ' તો ચાહે સો કરી શકે, તને રોકડો મોક્ષ આપી શકે, કારણ કે પોતે સંપૂર્ણ અકર્તા છે ! જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ ! માત્ર શુભ ક્રિયા કરવાથી મોક્ષ ના મળે. એનાથી પચ્ચે બંધાય ખરી, તે પછી આવતા ભવમાં મોટર, બંગલા, વૈભવ મળે; પણ તારે જો મોક્ષ જોઇતો હોય તો ભગવાન કહે છે, તેમ કર. ભગવાન શું કહે છે? ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ !” આ પ્રતિક્રમણ, સામાયિક કરે છે તે અજ્ઞાન ક્રિયા છે. મોક્ષ આ બાહ્ય ક્રિયાઓથી ના થાય. મોક્ષ તો જ્ઞાનક્રિયાથી હોય. જ્ઞાનક્રિયા એટલે જ્ઞાતા-દ્રષ્ટારૂપ ઉપયોગ રાખવો અને તેનું નામ જ મોક્ષ! શેયને જાણવું તેનું નામ જ્ઞાનક્રિયા અને શેયને સમજવું તેનું નામ દર્શનક્રિયા. કૉઝીઝ છે. રૂટ કૉઝ જાય એટલે બીજાં કૉઝીઝ એની મેળે જ તૂટતાં જાય. રૂટ કૉઝ તૂટે, અજ્ઞાન જાય, એટલે આવતા ભવનાં બીજ પડતાં બંધ થઈ જાય. જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બંધ પડવાના જ. જિંદગી એક નકામી જાય તેનો વાંધો નથી, કે ચાલો ભઇ, એક નકામી ગઈ; પણ એ તો બીજી ૧૦૦ જિંદગીનાં બંધ પાડી દે છે તેનો વાંધો છે. બંધન તો કોને ગમે ? આ સમસરણ માર્ગ આખો જેલસ્વરૂપ છે. શરૂથી તે છેલ્લે સુધી જેલ છે અને જયારે ‘હું છૂટો છું' એવું ભાન થાય તો જેલમાંથી છૂટે. મિથ્યા દર્શન જાય અને સમ્યક્ દર્શનમાં આવે તો છૂટકો થાય ! અને “જ્ઞાની પુરુષ' જ ‘હું છૂટો છું” એનું ભાન કરાવે. ‘જ્ઞાની પુરષ” કયારે ય દેહમાં રહેતા નથી. આ સાધનો જ બંધન થઈ ગયાં છે. આ ઇલેક્ટ્રિકસિટી લિફટ એ બધાં સાધનો જે ઊભાં કર્યા છે તે જ બંધનરૂપ થઇ ગયાં છે. સાધનો તો સ્વતંત્ર હોવાં જોઇએ. દરેકને પોતાનો જોગ સ્વતંત્ર હોવાં જોઇએ, આણે (સાધનોએ) તો પરતંત્ર કરી દીધાં છે. તે હવે એ સાધનો જ એની મેળે જ ઓછાં થઇ જશે અને એની ઓછાં થવાની જ જરૂર છે. છૂટવાની ઇચ્છાવાળાને જો સાચો માર્ગ ના મળેને તો એ છૂટવાનાં સાધનો જ બંધનરૂપ થઇ જાય છે. આ લોક છૂટવા માટે જેટલાં સાધનો કરી રહ્યાં છે એ જ એને બાંધશે; કારણ કે સત્ સાધન નથી. સાચાં સાધન હોત તો બંધનરૂપ ના થાય, નહીં તો આર્ત ને રૌદ્રધ્યાન ચાલુ જ રહે. આ બંધન તો જનાવરને ય પસંદ નથી હોતું. આજે અમે આવતા હતા ત્યારે રસ્તામાં એક બળદને ટ્રકમાં કેટલાક લોક ચઢાવતા હતા, તે બળદ તો એની ભાષામાં સમજે કે, “મને શું કરતા હશે ? મને કયાં લઇ જશે ?” તે બળદ આડાઇ કરે, એ ના ચઢવાનાં ફાંફાં મારતો હતો, તે પાંચસો માણસ રસ્તામાં ભેગું થઇ ગયું ! જાણે મુક્તિ-સુખ ના વહેંચાતું હોય ! બંધનની તો ભયંકર વેદના છે. હકીકત-સ્વરૂપ જાણવા ના મળ્યું તેનો આજે આપણે પોતે અહીં છીએ એ પ્રત્યક્ષ પુરાવો છે ! જો હકીકતસ્વરૂપ જાણવા મળ્યું હોત તો ઉપર મોશે પહોંચી ના ગયા હોત? ! આ મનુષ્ય અવતારમાં જ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તેમ છે. આ બંધત શાતાથી ? આ બંધાયા છો શાનાથી ? ક્રિયાથી ? સ્ત્રીથી ? તપથી ? એ તો તપાસ કરવી પડે ને ? એ તપાસ કરીએ તો કંઇક માર્ગ જડે કે શી રીતે છૂટવું ! આ તો માત્ર પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે તેનાથી બંધાયા છો, તે અજ્ઞાનથી બંધાયેલો આ બાહ્ય ક્રિયાઓથી છૂટે ? બૈરાંથી છૂટે ? ઘરવાળી છોડે તો ઘરથી છૂટે ? અને પરિગ્રહો બાળે તો પોતે છૂટે ? ‘અજ્ઞાનથી બંધાયેલો માત્ર જ્ઞાનથી જ છૂટે.’ જયાં સુધી મન ‘તારું' છે, ત્યાં સુધી તું પરિગ્રહી છે, ને જો મનનો તું જ્ઞાતા-દ્રષ્ટા છે, એવું થાય તો તું અપરિગ્રહી છે. અમે પરિગ્રહોના સાગરમાં ય અપરિગ્રહી છીએ ! રાગદ્વેષથી બંધાયા છો ? ના. અજ્ઞાન માત્રથી બંધાયા છો. અજ્ઞાન એ તો રૂટ કૉઝ છે. વેદાંતમાં કહે છે કે મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢ. જૈનોમાં કહે છે કે રાગ, દ્વેષ ને અજ્ઞાન કાઢ. અજ્ઞાન બન્નેયમાં કૉમન છે. અજ્ઞાન એ તો રૂટ કૉઝ છે અને રાગદ્વેષ કે મળ, વિક્ષેપ એ તો

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256