Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 241
________________ આપ્તવાણી-૨ ૪૩૯ જ0 આપ્તવાણી-૨ તો એમાં એક માર્ક તો દેહમાં વપરાઇ ગયો. માત્ર મનુષ્યનો ફોટો પડે, પણ મહીં ગુણ તો પશુના જ રહે ! એવું વિચિત્ર આ કાળમાં થઇ ગયું છે. આ તમે હાથ ઊંચો કરો તો તે સિદ્ધ ભગવંતના જ્ઞાનમાં આવી જાય, પણ તેમાં તે જોયાકાર ના થાય, જ્ઞાનાકાર જ રહે ! તેમને બંધન ના થાય. આ તો માના પેટે ફરી વેદના લેવા કોણ આવે ? એ વેદના તો ભગવાન જાણે! આ તો બધી વેદનાઓ બેભાનપણે ભોગવાય છે. માણસ જાતિ અમુક જ લિમિટ સુધી દુ:ખ ભોગવી શકે, એનાથી વધારે જો દુઃખ પડે. તેની સહનશક્તિથી બહાર દુઃખ જાય તો તે બેભાન થઇ જાય. પ્રશ્નકર્તા : જે માણસ ભગવાનનું નામ લઇને મરે, તેનું શું થાય ? દાદાશ્રી : જે માણસ ભાનમાં મરે તે મનુષ્યમાં ફરી આવે ને મરતી વખતે બેભાન હોય તે તો જાનવરમાં જાય, એનું મનુષ્યપણું જાય અને આ મનુષ્ય કયાં જશે એ તો મરતી ઘડીએ ખબર પડે. અને બીજું, ઠાઠડી બાંધીને જતા હોય ત્યારે સજ્જન ને તટસ્થ માણસ વાત કરે કે, ‘ભાઇ તો ભલા હતા.’ તો જાણવું કે ફરી મનુષ્યમાં આવશે, ને કહે કે, “જવા દોને એની વાત.' તો જાણવું કે એ ભાઇ ફરી મનુષ્યમાંથી ગયો! આ તો અહીંનું અહીં જ બધું સમજાય એવું છે. પ્રશ્નકર્તા : માણસ મરી ગયા પછી ફરી જીવ આવે છે, એ શું ? મોક્ષની કેડી એટલી બધી સાંકડી છે કે એક જીવ મહાપરાણે મોક્ષ જાય. છતાં પણ નિયમના હિસાબથી એક સમયમાં ૧૦૮ જીવ જાય છે, પણ આખા બ્રહ્માંડના પ્રમાણમાં આનો તો હિસાબ જ નહીને ! અને આ ભરતક્ષેત્રમાંથી તો ત્રણ કે ચાર જ જણ મોક્ષે જાય, પણ તે ય અત્યારે આ કાળમાં બંધ થઈ ગયું છે અને આવા ચાર આરા કાળના બંધ રહેશે! દાદાશ્રી : ના. આત્મા દેહમાંથી જાય તે પછી ફરી દેહમાં ના આવે. કદાચ એવું બને કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢી ગયો હોય તો નાડી-બાડી બંધ થાય ને તાળવેથી આત્મા ઊતરે ત્યારે ફરી જીવ આવ્યો એવું લાગે. પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ ના થાય ? દાદાશ્રી : ના. ૨૫૦૦ વર્ષ પહેલાં મોક્ષ થઇ શકતો હતો. આ કાળમાં મોક્ષ શાથી બંધ છે ? કર્મો એટલાં બધાં લઇને આવેલા છે કે સાઇકલ, મોટર, બસ, પ્લેન, ટ્રેનમાં ફરે છે, છતાં કામ પૂરાં થતાં નથી. તે કર્મો કોમ્પલેક્સ થઇને આવેલાં છે તેથી આ કાળમાં અહીંથી મોક્ષ થતો નથી. કોઇ કાળે મનુષ્યોનું આવું પૂરણ નહોતું થયું, તે આ કાળમાં મનુષ્યોનું પૂરણ એવું થયું છે તે હવે ગલન થઇ રહ્યું છે. આ બધા મનુષ્યો વધારે ક્યાંથી આવ્યા ? તો કે’ તિર્યંચની રીટર્ન ટિકિટ લઇને મોટા ભાગના ઘૂસી ગયા છે ! ૩૨ માર્ક ગધેડો થાય ને ૩૩ માર્કે માણસ થાય, જ્ઞાતી, મોક્ષમાર્ગે તેતા ! દાદાશ્રી : તમારે મોક્ષે જવું છે કે ? પ્રશ્નકર્તા : મોક્ષે જવાના વિચારો આવે છે, પણ માર્ગ જડતો નથી. દાદાશ્રી: ‘જ્ઞાની પુરુષ' અત્યારે આપની સમક્ષ પ્રત્યક્ષ છે તો માર્ગ પણ મળે; નહીં તો આ લોકો ય ઘણા વિચારો કરે છે, પણ માર્ગ જડે નહીં ને અવળે રસ્તે જાય. ‘જ્ઞાની પુરુષ' તો કો'ક ફેરો એકાદ હોય અને એની પાસે જ્ઞાન મળે ને આત્માનુભવ થાય. મોક્ષ તો અહીં રોકડો થવો જોઇએ. કોઇ કહે કે, ‘તમારો દેહ છૂટશે ને ત્યાં તમારો મોક્ષ થશે.” તો આપણે કહીએ કે, ‘ના, એવો ઉધાર મોક્ષ મને ના જોઇએ.' મોક્ષ તો રોકડો જોઇએ, અહીં જ સદેહે મોક્ષ વર્તાવો જોઇએ. તે આ અક્રમ જ્ઞાનથી રોકડો મોક્ષ મળી જાય ને અનુભવ પણ થાય એવું છે !!! ભગવાને કહેલું કે, “મોક્ષનો માર્ગ ના જડે તો અશુભમાં ના પડીશ, શુભ રાખજે, મોક્ષમાર્ગ મળે તો પછી શુભાશુભની જરૂર નથી.” ભગવાનનો માર્ગ તો શુદ્ધ માર્ગ છે, ત્યાં શુભાશુભ નથી, ત્યાં પાપ-પુણ્ય નથી. પાપ-પુણ્ય એ બન્ને યુ બેડી છે. જો મોક્ષનો માર્ગ ના મળે તો શુભમાં પડયો રહેજે, અશુભમાં પડીશ તો તું અશુભનું ફળ સહન નહીં કરી શકે. તું તો હિન્દુસ્તાનમાં ઊંચી નાતમાં જન્મેલો છે, માટે સાધુસંતની સેવા, દેવદર્શન કરીને, પ્રતિક્રમણ સામાયિક, ઉપવાસ એ બધું

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256