________________
૩૩૨
આપ્તવાણી-ર
સામાની ભાવનાને ઠોકર નહીં વાગે, તો એ અહંકાર રૂપાળો દેખાશે. અમને તો પોઇઝન આપે તો ય સામાની ભાવના હોય, સામો ભાવથી આપતો હોય તો તે પોઇઝન પણ પી લઇએ ! પણ અમારી પાસે એનું મારણ હોય !
‘અક્રમ જ્ઞાની’ એટલે શું ? કે અહંકાર એકદમ રૂપાળો હોય, ઢંઢવાડે પણ જઇને બેસે ને તમારી જોડે પણ બેસે; પણ કયાંય કદરૂપા ના દેખાય ! રૂપાળા જ દેખાય ! ‘ક્રમિક માર્ગના જ્ઞાની તો પોતાથી નીચેના હોય તેને ત્યાં ના જાય, કહે, ‘હું મારું ફોડી લઈશ, પણ ત્યાં નહીં જાઉં.’ તે અહંકાર કદરૂપો હોય.
આપણે તો અહંકાર રૂપાળો લાગે છે ને એ જોવાનું. ‘દાદા'ને અહીં આવવું હોય તો ય એમનો અહંકાર કેવો રૂપાળો દેખાય ! આપણો અહંકાર, “એ” અહંકાર જેવો રૂપાળો દેખાવો જોઇએ ત્યારે દશા ઓર જ હોય.
અહંકાર આ ટ્રેન અટકી જાય ત્યારે કોઈ ગાંડો બોલે, “રેલ્વેવાળા નાલાયક છે, ડિસમિસ કરવા જોઇએ બધાંને.” અલ્યા, આ તું કોને બચકાં ભરભર કરે છે ?! નોકરીવાળા તો વીતરાગ હોય (!), ને ટ્રેન પણ વીતરાગ હોય (!), પણ અહંકાર પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ને ! આપણે આ અણસમજણમાંથી છૂટ્યા ! બહાર તો અણસમજણનું તોફાન ચાલ્યું છે. આ ગટરમાં પાણી ભરાયેલું હોય, તો સુધરાઇવાળાને કંઇ કેટલીય ગાળો ભાંડે કે, ‘ગટરનાં ઢાંકણાં ખોલતાં નથી ને સાફ કરતા નથી.'
ઘેર કયાંકથી દાળ લાવી હોય તે ચઢે નહીં, તો વેપારીને ગાળો ભાંડે ને યાદ આવે તો ખેડૂતને ય ગાળો આપે, તે કેટલાંય બચકાં ભરે. આ તો એને કહીએ કે, ‘બાજુવાળાને પૂછી આવ તો, એની દાળ ચઢી હોય !” પણ આ બચકાં ભરવાનો સ્વભાવ પડી ગયો છે ને ! ઘેર સારી રસોઇ બનાવી હોય તો બધાને ઘેર કહી આવે, તે અહંકાર, આ બધાંને બચકાં ભરે તે ય અહંકાર. આ અહંકાર તો બોલે કે, “કંઇક છું.’ એને પૂછીએ કે, ‘તું શું છો ?” તો એ કહે, ‘એ તો ખબર નથી, પણ હું કંઇક છું !”
આ કોઇને ત્યાં ચેવડો ભાવથી મૂક્યો તો પેલો કહે, ‘મને આ ના ફાવે, મને નહીં જોઇએ.” એમ ચીઢથી બોલે. આ જ કદરૂપો અહંકાર. આ દિવાળીના સારા દિવસે એ ચેવડાના બે દાણા મોઢામાં મૂક, તો
ક્રમ - અક્રમમાં અહંકાર ! ક્રમિક માર્ગ શું? તો કે, ‘અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર થઇ ગયો છે તે શુદ્ધ કરવાનો.' તે પગથિયે પગથિયે અહંકારને શુદ્ધ કરતા કરતા જવાનું અને જયારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે કંઈક કામ થાય. વિભાવિક અહંકારમાં માન આવે, દંભ આવે, ઘમંડ આવે, આ એના પ્રકારો. ભાઇ કરતો હોય સો રૂપિયાની નોકરી, પણ પછી લાંબો કોટ પહેરીને શેઠ બની ફરે, તે લોક કહે, ‘દંભીની પેઠે ફરે છે.” આ કેવું ? શિયાળ વાઘનું ચામડું પહેરીને ફરે તે દંભી કહેવાય. ઘમંડી હોય તેને કોઇનો હિસાબ જ ના હોય. બધાને કહે, ‘એમાં શી વાત છે ? શું છે એ ?” એમ બધી વાતનો ઘમંડ રાખે ને ઘેર બૈરીને પૂછીએ તો કહેશે કે, એમનામાં તો જરા ય બરકત નથી.’ વિભાવિક અહંકારમાં તો જાતજાતના અહંકાર, એ બધાંને ધો ધો કરવા પડે ! ક્રમિક માર્ગમાં બહુ મુશ્કેલી પડે અને જો રસ્તામાં ‘કેન્ટિનવાળો’ મળે તો વેહ થઇ પડે ! “આપણો અક્રમ માર્ગ એવો જોખમવાળો માર્ગ નહીં, સીક્યુરિટી સહિતનો માર્ગ, રખેને