________________
૩૬૩
આપ્તવાણી-૨
એક જણ મને કહે કે, ‘કૃષ્ણ ભગવાન તો માના પેટે નહીં જન્મેલા ને ?” મેં તેને કહ્યું, ‘શું ત્યારે કૃષ્ણ ઉપર આકાશમાંથી ટપકયા હતા ? આ બધા દેહધારીને માને પેટે જન્મ લેવો જ પડે. કૃષ્ણ તો દેવકીજીને
પેટે જન્મેલા.'
કૃષ્ણ ભગવાને નિયાણું બાંધેલું. નિયાણું એટલે શું ? આપણી વસ્તુના બદલામાં વસ્તુ ઇચ્છવી, વસ્તુ સામે વસ્તુની ઇચ્છા કરવી. પોતાની પુણ્યની બધી જ મૂડી કોઇ એક વસ્તુ પ્રાપ્ત કરવામાં ખર્ચવી તે નિયાણું. કૃષ્ણ ભગવાન આગલા અવતારમાં વિણક હતા, તે એમને જયાં ત્યાંથી તિરસ્કાર જ મળેલો, પછી સાધુ થયેલા. એમણે તપ, ત્યાગનો આચાર જબરજસ્ત લીધો, એના બદલામાં શું નક્કી કર્યું ? મોક્ષની ઇચ્છા કે બીજી ઇચ્છા ? એમની એવી ઇચ્છા હતી કે જગત આખું મને પૂજે. તે એમનું પુણ્ય આ પૂજાવાના નિયાણામાં વપરાઇ ગયું, તે આજે એમના નિયાણાને પાંચ હજાર વર્ષ પૂરાં થાય છે.
પુષ્ટિમાર્ગ શું છે ? શું
વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢયો. પાંચસો વર્ષ ઉપર જયારે મુસલમાનોનો બહુ કેર હતો, આપણી સ્ત્રીઓ મંદિરમાં કે બહાર ક્યાં ય નીકળી નહોતી શકતી, હિન્દુ ધર્મ ખલાસ થવાની અણી પર આવ્યો ત્યારે વલ્લભાચાર્યે કાળને અનુરૂપ પડતા ધર્મને પુષ્ટિ આપી, તે ઘેર બેઠાં ભક્તિ કરાય એવો માર્ગ આપ્યો, પણ તે ધર્મ તે કાળ પૂરતો જ હતો. માટે પાંચસો વર્ષ સુધી જ રહેશે એમ તેઓ જાતે જ કહી ગયા, તે આજે તે પૂરાં થાય છે. હવે આત્મધર્મ પ્રકાશમાં આવશે. કવિરાજે ગાયું છે જ
ને,
‘મુરલીના પડધે ઝૂમી જમુના બોલી
શ્રીકૃષ્ણના પ્રકાશક આવી ગયા છે' - નવનીત
કૃષ્ણ તો ગજબના પુરુષ થઇ ગયા, વાસુદેવ હતા અને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે. કૃષ્ણ તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા.
૩૬૮
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું ?
દાદાશ્રી : જેના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય ! ડિસ્ચાર્જ થતું અબ્રહ્મચર્ય છે અને ચાર્જ થઇ રહ્યું છે અખંડ બ્રહ્મચર્ય ! કૃષ્ણ ભગવાનને સોળસો રાણીઓ હતી, છતાં તે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. આ કેવી રીતે તે તમને સમજ પાડું. એક માણસ ચોરી કરે છે, પણ મહીં નિરંતર ભાવમાં રમ્યા કરે છે કે, ચોરી નથી કરવી,’ તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય. ‘શું ચાર્જ થઇ રહ્યું છે’ તે એનો હિસાબ છે ! એક માણસ દાન આપે છે અને મનમાં હોય કે, ‘આ લોકોનું આમ પડાવી લઉં', તો એ દાન ગણાતું નથી. આ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય નવું બાંધવા માટે ગણાતું નથી, પણ મહીં નવો હિસાબ શું બાંધી રહ્યો છે, જે ચાર્જ થાય છે, તે ગણાય !
પ્રશ્નકર્તા : તો પછી કૃષ્ણ ભગવાનને ચારિત્રવાન કેમ કહ્યા છે ?
દાદાશ્રી : એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ઊલટું, એમના ચારિત્ર્યને દુષ્ચારિત્ર્ય કહી વગોણું થયું છે. કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું ? કે બધી ચીજના ભોકતા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય !
સાચો બ્રહ્મ સંબંધ !
પ્રશ્નકર્તા : આ બ્રહ્મસંબંધ કરાવે છે એ શું છે ?
દાદાશ્રી : બ્રહ્મરસ ઝરે ત્યારે લગની લાગે ને ત્યારે બ્રહ્મસંબંધ થાય. ‘પોતાનું સ્વરૂપ’ સમજાય તે ખરો બ્રહ્મસંબંધ થયો કહેવાય. એક ક્ષણ પણ સ્વરૂપ ભુલાય નહીં તે બ્રહ્મસંબંધ, પછી એકુ ય ચિંતા ના થાય. આ અમે ‘સ્વરૂપનું જ્ઞાન’ આપીએ છીએ ત્યારે પછી તમને શુદ્ધાત્માનું નિરંતર લક્ષ રહે છે, તે તમે ખરો બ્રહ્મસંબંધ પામ્યા કહેવાય ! બાકી, કંઠી તો સામાન્ય મર્યાદા કહેવાય. આજે ખરો બ્રહ્મસંબંધ એકુ ય માર્ગમાં રહ્યો જ નથી. અરે, જેના પોતાના જ બ્રહ્મસંબંધનું ઠેકાણું ના હોય એ બીજાનો બ્રહ્મસંબંધ શી રીતે કરાવી શકે ? વલ્લભચાર્યે તો વેદાન્ત માર્ગને સુંદર