________________
આપ્તવાણી-૨
૧૧૫
૧૧૬
આપ્તવાણી-૨
છે, મારા કર્મના ઉદયનો છે. માટે કોઇને દોષિત તરીકે ના જુઓ તો મુક્તિ મળી જાય. પણ આ તો ‘આણે મને આમ કર્યું, આ મારું ચોરી ગયા, આ મારું ખાઇ ગયાં', બધા લોકોની ઉપર આરોપ કરે છે, જે નહીં કરવાનું તે કરે છે.
તેમનું ઉપરાણું લે તો આ બીજા ભાઇનો જય બોલાવે આ. અલ્યા, જય બોલાવ મહાવીરનો કે કૃષ્ણનો. આજે તો પેલા ભાઇનો જય બોલાવું છું. તે તો કાલે પાછો વઢવા આવશે. આમનાં શાં ઠેકાણાં ? બોલાવ જય વીતરાગનો- નમો વીતરાગાય ! નમો વીતરાગાય !
પ્રશ્નકર્તા : શું, ભગવાને ચિંતા-ઉપાધિ મોકલી હશે ?
દાદાશ્રી : પોતાને જેવો વેપાર કરતાં આવડે એવું મળે. દહીં ચોખ્ખું હોય, દહીં બજારનું, મસાલા બજારનાં, લાકડાં બજારનાં, પાણી છે તે ય વોટર વર્કસનું; છતાં ય બધાંની કઢીમાં ફેર ! દરેકની કઢીમાં ફેર હોય. કોઇએ તો કઢી એવી બનાવી હોય કે આપણું માથું ખલાસ થઈ જાય! આ બધાંને ભગવાન શું કહે છે કે, ‘તને જેવું આવડે એવું કર. તારા હાથમાં સત્તા છે ! કોઇ ઉપરી છે નહીં, કોઇ વઢનાર છે નહીં. વઢનારા તે આપણી ભૂલને લઇને, ભૂલ ના હોય તો કોઇ વઢનાર જ નથી. આપણી ભૂલ ભાંગી જાય તો કોઇ વઢનાર છે જ નહીં, કોઇ ઉપરી છે જ નહીં, કોઇ આડખીલી કરનારો છે જ નહીં. ભગવાનને કહે કે, સાહેબ, તમે તો મોશે પહોંચી ગયા પણ આ લોકો મારું ચોરી કરી જાય છે, તો તેનું શું થાય ?” તે ભગવાન કહે કે, “ભાઇ, લોક ચોરી કરે જ નહીં. તારી પાસે તારી ભૂલ છે ત્યાં સુધી ચોરી કરશે. તારી ભૂલ ભાંગી નાખ.” બાકી કોઇ તારું નામ પણ ના દઇ શકે એવી તારી શક્તિ છે ! સ્વતંત્ર શક્તિ લઇને આવેલા છે દરેક જીવ ! જીવમાત્ર સંપૂર્ણ સ્વતંત્ર જ છે. પરતંત્રતા લાગે છે, લોકો એને રિબાવે છે, તે એની પોતાની ભૂલથી જ કોઇના જમાઇ ને કોઇના સસરા થવું પડે છે. આપણી ભૂલોને લીધે આ વેશ ઊભો થયો છે. ખરેખર જોઇએ તો આપણો કોઇ ઉપરી છે જ નહીં, માત્ર પોતાની ભૂલો જ ઉપરી છે. તો ભૂલો ભાંગો અને નવી ભૂલો ના થવા દેશો. | ‘જ્ઞાની” એટલે અજ્ઞાનને ઘૂસવા ના દે. “જ્ઞાન” ના મળ્યું હોય ત્યાં સધી લોકોએ ધર્મધ્યાનમાં રહેવું જોઇએ. ભગવાનનું ધર્મધ્યાન એકલું પામેને તો બહુ થઇ ગયું ! જો કોઇ એટલું જ નક્કી કરે, કે જે કોઇ દુઃખ દે છે, જે જે કરે છે, ગજવું કાપે છે તે કોઇનો દોષ નથી, પણ દોષ મારો
તિમિરને બચકાં હમણાં સાસુ દુ:ખ દેતી હોય ને, તો વહુ પોતાના દોષ જોતી નથી પણ સાસુની જ ખોડ કાઢ કાઢ કરે છે. પણ તે જો ધર્મધ્યાન સમજે તો શું કરે ? ‘મારા કર્મના દોષ, તેથી મને આવાં સાસુ મળ્યાં. પેલી મારી બહેનપણીને કેમ સારી સાસુ મળી છે' એવો વિચાર ના કરવો જોઇએ ? આપણી બહેનપણીને સારાં સાસુ હોય છે કે નથી હોતાં ? તો આપણે ના સમજીએ કે આપણી કંઇક ભૂલ હશે ને, નહીં તો આવાં સાસુ કયાંથી ભેગાં થાય ?
પ્રશ્નકર્તા : દ્રષ્ટિમાં ફેર છે એટલે આમ થાય છે ?
દાદાશ્રી : ના, દ્રષ્ટિમાં ફેર નહીં પણ એને ભાન જ નથી કે આ મારાં કર્મના ઉદયનું ફળ છે. એ તો પ્રત્યક્ષને જ જુએ છે, નિમિત્તને જ બચકાં ભરે છે. સાસુ તો નિમિત્ત છે, એને બચકાં ના ભરીશ. નિમિત્તનો તે ઊલટાનો આપણે ઉપકાર માનીએ કે એણે એક કર્મમાંથી મુક્ત કર્યા આપણને. એક કર્મમાંથી મુક્ત થવું હોય તો કેવી રીતે મુક્ત થવાય ? પેલો ગજવું કાપી ગયો અને ગજવું કાપનાર માણસને આપણે નિર્દોષ જોઇએ, અગર તો સાસુ ગાળો આપતી હોય કે આપણી ઉપર દેવતા નાખ્યો હોય, તે ઘડીએ આપણને સાસુ નિર્દોષ દેખાય તો આપણે જાણવું, કે આ કર્મની મુક્તિ થઇ ગઇ. નહીં તો કર્મ મુક્ત થયું નથી. કર્મ મુક્ત થયું નથી, ને ત્યાર પહેલાં તો સાસુનો દોષ જુએ, એટલે પાછાં બીજાં નવાં કર્મ વધ્યાં ! કર્મ વધ્યાં ને પછી ગૂંચાઇ જાય. માણસ ગૂંચાઇ જાય પછી ગૂંચમાંથી શી રીતે નીકળે ? ગૂંચાઇ જાય. આખો દહાડો ગૂંચમાં ને ગૂંચમાં, ગૂંચમાં ને ગૂંચમાં !
આ જાનવરોને ગૂંચ ના હોય. મનુષ્યોને જ ગૂંચ હોય. કારણકે,