________________
આપ્તવાણી-૨
હવે આવું ધર્મધ્યાન અને આવા પ્રતિક્રમણ તો ઉપાશ્રયમાં ય અત્યારે તો રહ્યાં નથી ને ! પછી હવે શું થાય ? નહીં તો ય રડી રડીને ભોગવવું પડે છે જ ને ? તો એના કરતાં હસીને ભોગવે તો શું ખોટું
છે ?
૧૧૯
જો આટલું જ કરોને તો બીજો કોઇ ધર્મ ખોળો નહીં તો ય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરેન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ ! તારી તૈયારી જોઇએ. એક જ શબ્દ પાળે તો બહુ બહુ થઇ ગયું !
અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઇએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે ‘વિચાર સારો હોવો જોઇએ' એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે ‘આ નાલાયક છે’, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી-નાલાયકી જોવાનો રાઇટ નથી અને બાધે-ભારે બોલવું હોય તો બોલવું કે, ‘બધા સારા છે.’ સારા છે, કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય, એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે.
છોકરાને મારવાનો કંઇ અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે. છતાં, છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં ચોંટયા જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઇએ ને ? છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને; ક્રોધ, માન, માયા, લોભને લઇ ને; કષાયો થકી ધીબી નાખ્યા. કષાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો. પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે, ‘દાદા’એ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો, તો પ્રતિક્રમણ કરે ને તો ય એ ધોવાઇ જાય ! તરત ને તરત ધોવાઇ જાય એવું છે. ધર્મધ્યાનથી કર્મ બંધાયેલું છૂટે અને નવું બંધાય નહીં ! અને સંપૂર્ણ મોક્ષ તો શુકલધ્યાન ઉત્પન્ન થશે, ત્યારે થશે. શુકલધ્યાન તો ‘જ્ઞાની પુરુષ’ની પાસેથી જ થાય. શુકલધ્યાન આ કાળમાં તો વીતરાગોએ ના પાડી છે. પણ આ તો અક્રમ માર્ગ છે, અપવાદ માર્ગ છે એટલે ‘અમે’ શુકલધ્યાન કલાકમાં જ આપીએ છીએ. નહીં તો શુકલધ્યાનની વાત જ ના હોય ને ! અને શુકલધ્યાન થયું
૧૨૦
આપ્તવાણી-૨
એટલે કામ જ થઇ ગયું ને !
પહેલાં વહુ હતી તે સાસુ થઇ, કારણ કે વહુ લાવ્યા તે પોતે સાસુ થઇ. એવો આ બધો સાપેક્ષ સંસાર છે, ભ્રાંતિ છે. આ સાચી વસ્તુ નથી અને સાપેક્ષને સાચું માની લીધું કે આ મારો જ છોકરો. છોકરો આપણો ક્યારે કહેવાય કે આપણે એને અપમાન કરીએ, ગાળો દઇએ, મારીએ તો ય પણ એને આપણી પર પ્રેમ આવ્યા કરે; તો આપણે જાણીએ કે છોકરો આપણો ખરો. પણ આ તો એક કલાક જો અપમાન કર્યું હોય તો એ તમને મારવા ફરી વળે ! અરે, એક ફાધરે જરા વધારે પડતું કર્યું તે બે કલાકમાં જ છોકરાએ બાપની સામે કોર્ટમાં દાવો માંડયો. અને વકીલને શું કહે છે કે, ‘તમને ૩૦૦ રૂપિયા વધારે આપું, જો તમે મારા ફાધરની કોર્ટમાં નાકકટ્ટી કરાવો તો !' આ નાકકટ્ટી કરાવવી છે ! આ તો સંસાર જ આવો છે કે કોઇ મુશ્કેલીના ટાઇમે આપણું થાય નહીં. માટે ભગવાનનો આશરો લેવા જેવો છે, બીજા કોઇનો નહીં !
લોકો એવું કહે છે ને કે, ‘ઠોકર મને વાગી.’ એવું જ કહે છે ને કે, ‘હું આમ જતો હતો ને ઠોકર મને વાગી ?' ઠોકર તો એની એ જ જગ્યાએ, રોજે ત્યાં ને ત્યાં જ બેસી રહેલી છે. ઠોકર કહે છે, ‘અક્કરમી, તું મને વાગ્યો ! તું અથડા અથડા કરે છે. હું ના કહું છું તો ય એ પાછો અથડાય છે ! મારો તો મુકામ જ આ જગ્યાએ છે. આ અક્કરમી આંધળા જેવો મને વાગે છે.’ ઠોકર કહે છે તે બરોબર છે ને ? આવી આ દુનિયા છે ! પછી મોક્ષ ખોળે તો કયાંથી થાય ? વીતરાગોનો બતાવેલો મોક્ષ સહેલામાં સહેલો, સરળમાં સરળ છે. ‘શુદ્ધ ભાવે વીતરાગોને ઓળખે તો ય મોક્ષ થઇ જાય.’ પણ વીતરાગોને આ લોકોએ ઓળખ્યા જ નથી. ને વીતરાગોને કહે છે કે ‘મારે ત્યાં બાબો નથી.’ એટલે ભગવાનનું પારણું લઇ આવે છે ! અલ્યા, વીતરાગો પાસે બાબો માગે છે ? વીતરાગો વળી આવામાં હાથ ઘાલતા હશે ? જો હાથ ઘાલે તો પછી એ વીતરાગ શાના ? વીતરાગો પાસે માગવું હોય તો એક જ માગો. મોક્ષ માગો. મોક્ષ માગો તો મોક્ષ મળે પણ ચારોળી માગે તો મળે ?
અહીં બધું નવું સાંભળવાનું મળે. રીલેટિવમાં બીજે બધે જે