________________
આપ્તવાણી-૨
લોભ એ રૌદ્રધ્યાન છે.
૧૨૭
આર્તધ્યાન કોને કહેવાય ?
આર્તધ્યાન તો, હમણાં તમારે ત્યાં બે મહેમાન આવ્યા હોય તે તમને ગમતાં હોય કે તમને ના પણ ગમતા હોય એવા મહેમાન હોય છે કે નહીં ? ના ગમતા મહેમાન હોય છે ત્યારે થાય કે આ ક્યાં આવ્યા ?’ બારણામાં પેઠાને, ત્યારથી તમને મહીં કંટાળો આવ્યા કરે અને પાછું મોઢે કહેવું પડે કે ‘આવો બેસો.’ એને એમ કહેવું પડે કે ના કહેવું પડે ? કારણ કે એવું ના કહે તો આબરુ જાય, બહાર ફજેત કરે ને આપણને ? એટલે આવો બેસો કહેવું પડે અને મહીં કંટાળો આવ્યા કરે એને આર્તધ્યાન કહ્યું, ભગવાને. આર્તધ્યાન એટલે પોતાને જ પીડાકારી ધ્યાન. હવે મહેમાન આવ્યા છે ત્યારે કંઇ પાછા જતા રહેવાના છે ? ત્યારે કહીએ કે, ‘આવો બેસો' ને મહીં આર્તધ્યાન થાય તો ના થવા દેવું જોઇએ, એવું ભગવાને કહ્યું. અને થાય તો પ્રતિક્રમણ કરવું જોઇએ, કે ભગવાન આવું કેમ થાય છે ? મારે નથી કરવું આવું. અગર તો કોક બે માણસ ગમતા હોય કે તમારાં હૈડાંબા આવ્યાં હોય ને તે બે દહાડા માટે આવ્યાં હોય તો આઠ દહાડા રહે તો બહુ સારું એવી ભાવના થાય ને, તો એ ય આર્તધ્યાન કહેવાય. એ જતાં હોય ને મનમાં દુઃખ થયા કરે કે હજી બે દહાડા પછી ગયાં હોત તો મને સંતોષ થાત. તો એ ય આર્તધ્યાન કહેવાય. અગર તો તમે કો’કની ઉપર ક્રોધ કર્યો એ રૌદ્રધ્યાન થઇ ગયું. અને આ કોકની ઉપર ક્રોધ કરે અને પછી પસ્તાવો કરે એ આર્તધ્યાન થયું કહેવાય.
કેટલાક માણસ ક્રોધ કર્યા પછી, ‘ક્રોધ કરવા જેવો જ હતો' એમ કહે છે. એટલે એ રૌદ્રધ્યાન, સભર રૌદ્રધ્યાન થયું ! ડબલ થયું ! ક્રોધથી તો રૌદ્રધ્યાન થયું પણ ‘કરવા જેવો હતો’ એ થયું તે રાજીખુશીથી કરે છે માટે ડબલ થયું અને પેલો છે તે પસ્તાવો કરે છે, માટે એ આર્તધ્યાનમાં જાય છે. રૌદ્રધ્યાન પણ પસ્તાવો કર્યો માટે એ આર્તધ્યાનમાં જાય કારણ કે પસ્તાવાપૂર્વકનું કરે છે.
પૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવાની
આપ્તવાણી-૨
ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું કે, ‘કમાવાની તું ભાવના જ ના કરીશ.'
દાદાશ્રી : તું રોજ નાહવા માટે ધ્યાન કરે છે ? પ્રશ્નકર્તા : ના સાહેબ.
૧૨૮
દાદાશ્રી : નાહવાનું ધ્યાન નથી કરતો તો ય ડોલ પાણીની મળે છે કે નથી મળતી ?
પ્રશ્નકર્તા : મળે છે.
દાદાશ્રી : જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે, અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે.
આખો દહાડો ગોદડાંનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા કોણ ગુરુ મળ્યો તને ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડયો ! ઘરના સંસ્કાર લૂંટાઇ ચાલ્યા, આરોગ્યતા લૂંટાઇ ચાલી, બ્લડપ્રેસર થઇ ગયું. હાર્ટફેઇલની તૈયારી ચાલતી હોય ! તને કોણ એવા ગુરુ મળ્યા કે એકલી લક્ષ્મીની-પૈસાની પાછળ પડ એવું શીખવાડયું ?!
આમને કોઇ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમનાં ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા. લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો ત્યારે કઇ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે, જ્ઞાનીની સંજ્ઞાથી આ રોગ નીકળે. લોકસંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય.
એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાનાં પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતાં નથી છતાં, શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય.