________________
આપ્તવાણી-૨
૧૧૭
૧૧૮
આપ્તવાણી-૨
તેઓ નવી નવી ગૂંચો પાડ પાડ કરે છે. જાનવર તો કોક મારી જાય તો માર ખાઈને ભાગી જાય. બીજું, તેનામાં સામાને આરોપ કરવાની શક્તિ નથી કે તમે મને આમ કર્યું કે તેમ કર્યું એવું કશું નહીં. એવી તેમને મહીં બુદ્ધિશક્તિ નથી. આ મનુષ્યોને બુદ્ધિ મળી ત્યારે દુરુપયોગ કર્યો ! ઊલટો ગૂંચાયો !! જયાં છૂટવા આવ્યો ત્યાં જ ગૂંચાયો !!! એક એક કર્મની મુક્તિ થવી જોઇએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઇએ. તો તે માટે આપણે શું કરવું જોઇએ? સાસુને નિર્દોષ જોવા જોઇએ કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઇ. ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યાં. પછી એને તો કોઇ શું કરે ? ભગવાન શું કરે ? - ભગવાન તો શું કહે છે કે, “તું મારી મૂર્તિને રોજ પગે લાગે પણ તું આ ‘સમજણ’માં જયાં સુધી નહી આવે ત્યાં સુધી તું પોઇઝન પીઉં, ને તારું શરીર સારું થાય એવું અમે તને કહી શકીએ નહીં. અમારી આજ્ઞા પાળ. અમારાં દર્શન કરવા કરતાં અમારી જો આજ્ઞા પાળીશ તો તે અમને વિશેષ પ્રિય છે. કારણ કે આમ દર્શન તું રોજ કરે છે. પણ એક શબ્દ ય અમારો તું પાળતો નથી એટલે તું અમારી જીભ ઉપર પગ મૂકે છે! એ તને શરમ નથી આવતી ?” ત્યારે તે કહેશે કે, “સાહેબ, આવું તો હું જાણતો જ નહોતો કે હું આપની જીભ ઉપર પગ મૂકું છું !' અને વાત ય ખરી છે. તે બિચારો એ જાણે પણ કયાંથી ? લોક કરે એવું એ ય કરે અને કોઇ એ એને સાચી સમજણે ય પાડી નથી. પછી એ બિચારો ક્યાંથી પાછો ફરે ? એવી સાચી સમજણ પાડી હોય તો એ પાછો ફરે.
મોંઘા ભાવનું દિવેલ રોજ ક્યાંથી લાવે? મહીં પરિણતી બદલાય કે દિવેલ પીધા જેવું મોટું થઇ જાય ! દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની, એનાથી મહીંની પરિણતી બદલાઇ જાય. પોતાનો દોષ ખોળો એમ ‘વીતરાગો' કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા. બસ આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને, અને પ્રતિક્રમણ તે રોકડું-કૅશ પ્રતિક્રમણ કરવાનું કહ્યું. આ તો ઉધાર પ્રતિક્રમણ. બાર મહિને પર્યુષણ આવે તે દહાડે પ્રતિક્રમણ કરે ત્યારે તો નવી નવી સાડીઓ પહેરીને નીકળે, એટલે ઊલટા મૂર્શિત થઇ ને ફરે છે. જયારે પ્રતિક્રમણ કરવાનું ત્યારે ઊલટા મૂર્ણિત થઇને, નવી સાડીઓ પહેરીને ફરે. એવાં મૂર્છા પરિણામને ભગવાને ધર્મ કહ્યો નથી. પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહી હોય તો ય ચાલશે. પ્રતિક્રમણનો ધર્મ એટલે શું ? તમે આમને કહ્યું કે, તમે ખરાબ છો. એટલે તમારે પ્રતિક્રમણ કરવું પડે, કે મારાથી નહોતું બોલવું જોઇતું, તે બોલાઇ ગયું. માટે ભગવાનની પાસે આલોચના કરવી. વીતરાગને સંભારીને આલોચના કરવાની કે, ‘ભગવાન, મારી ભૂલ થઇ છે. મેં આ ભાઇને આવું કહ્યું માટે એનો પસ્તાવો કરું છું. હવે ફરી એ નહીં કરું.’ ‘ફરી નહી કરું' એને પ્રત્યાખ્યાન કહેવાય છે. ભગવાનનું આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એટલું જ પકડી લે ને, તે ય પાછું રોકડ રોકડું, ઉધાર નામે ય ના રહેવા દે, આજના આજ ને કાલના કાલે, જયાં કંઇક થાય તો રોકડું આપી દે, તો પૈસાદાર થઇ જાય, જાહોજલાલી ભોગવે અને મોક્ષે જાય ! એક જ શબ્દ પકડે, આ ‘જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ પકડી લે તો બહુ થઇ ગયું ! ઠેઠ મોક્ષે ના લઇ જાય તો એ ‘જ્ઞાની' જ ન હોય !!! એક શબ્દ પકડી લે, વધારે નહીં.
હવે તમે એમને અવળું કહ્યું તો તમારે તો પ્રતિક્રમણ કરવું પડે, પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, “મેં કયારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?” એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમનાં પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો પાંચસો કરે તો મોક્ષે જાય !
કર્મ નિજરે પ્રતિક્રમણે ! એક કર્મ ઓછું થઇ જાય તો ગૂંચો દહાડે દહાડે ઓછી થતી જાય. એક દહાડામાં એક કર્મ જો ઓછું કરે, તો બીજે દહાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગૂંચો પાડયા જ કરે છે ને વધાર્યા જ કરે છે ! આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે ? એમનાં મોઢાં પર દિવેલ પીધું ના હોય એવા થઇ ને ફરે છે. બધા દિવેલ વેચાતું લાવતા હશે કંઈ ?