________________
આપ્તવાણી-૨
૧૧૨
આપ્તવાણી-૨
અનંત કાળના મરણ છે. માટે તેમને બંધ કરવાં જ છે એમ નક્કી કર્યું કે તરત જ ૫૦ ટકા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઓછાં થઇ જાય ! તમારે ભક્તિ-બક્તિ, સામાયિક કે પૂજા-પાઠ જે કરવું હોય તે કરવાનું, જે ગુરુને આરાધ્યા હોય તેમની આરાધના કરવાની; પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થાય તેટલું કરવાનું. શુકલધ્યાન આ કાળમાં હોય જ નહીં. છતાં, કોઇ ને જો શુક્લધ્યાન જોઇતું હોય, ચિંતા કાયમને માટે બંધ કરવી હોય તો અમારી પાસે સત્સંગમાં આવજો. અમે એક કલાકમાં જ તમને શુક્લધ્યાન આપીશું. ‘જ્ઞાની પુરુષ' શું ના કરી શકે ? ‘જ્ઞાની પુરુષ' ચાહ-સો કરે, પણ અમે કોઇ ચીજના કર્તા ના હોઇએ. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ નિરંતર.
જો શુકલધ્યાન પ્રાપ્ત ના થાય તો ધર્મધ્યાનમાં આ કાળમાં રહે તો ય ઘણું કહેવાય. આજે તો ખરું ધર્મધ્યાને ય અલોપ થઇ ગયું છે. ધર્મધ્યાનને સમજતાં જ નથી કે ધર્મધ્યાન કોને કહેવાય ? ધર્મધ્યાન તો જેટલો વખત કર્યું એટલો વખત ! એક કલાક તો એક કલાક, પણ ત્યારે આનંદ પુષ્કળ રહે. અને એ આનંદનો પડઘો બીજા બે-ત્રણ કલાક રહે. ધર્મધ્યાન સમજતાં નથી તો પછી કરે શું ? આખો દહાડો રૌદ્રધ્યાન ને આર્તધ્યાન, રૌદ્રધ્યાન ને આર્તધ્યાન ! આખો દહાડો કચકચ ! ભગવાને કહ્યું હતું કે ધર્મધ્યાનમાં રહેજો.
વિચયમાં આવ્યો કહેવાય અને ચોથો પાયો એટલે ‘સંસ્થાન-વિજય’ તે ચાર લોક છે, તેની હકીકત સમજી જાય તો ધર્મધ્યાન પૂરું થાય.
હવે ભગવાનની આશા સાચી છે એ તો બધા કબૂલ કરે જ છે. ‘સંસ્થાન-વિચય” બહુ ઊંડું ના સમજાય તો ચાલશે. તેના કરતાં સમતિ પ્રાપ્ત થાય એવી કંઇ ગોઠવણી કરને એટલે એમાં બધું જ આવી જાય ! અને ધર્મધ્યાનમાં મુખ્ય પુરુષાર્થ જ ત્યાં કરવાનો છે કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તો પછી બાકી શું રહે ? ધર્મધ્યાન જ. શુકલધ્યાન તો છે નહીં, માટે ધર્મધ્યાન જો પ્રાપ્ત કરવું હોય તો આર્તધ્યાનને અને રૌદ્રધ્યાનને ખસેડો. ધર્મધ્યાન શેને કહેવાય ? કોઇ ગાળ ભાંડતો હોય તો તમને ગાળ ભાંડનારનો દોષ ના દેખાય. તમારું જ્ઞાન એવું હોય કે ગાળ ભાંડે છતાં તેનો દોષ દેખાય નહીં ને મારા જ કર્મના ઉદયનો દોષ છે એવું ભાન રહે. આને જ ભગવાને ધર્મધ્યાન કહ્યું છે.
ધર્મધ્યાતનાં ચાર પાયા પ્રશ્નકર્તા : ભગવાને કોને ધર્મધ્યાન કહ્યું હતું ?
દાદાશ્રી : ભગવાને આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ એમ કહ્યું હતું. ભગવાને ધર્મધ્યાનના ચાર પાયા કહ્યા.
ભગવાનની આજ્ઞા સાચી જ છે એમ માનવામાં આવે તો તેને ધર્મધ્યાનનો પહેલો પાયો અર્થાત “આજ્ઞાવિચયમાં આવી ગયો. બીજો પાયો એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એને ન હોય એવું રહે. એટલે ‘અપાય-વિચય’માં આવી ગયો. સામાએ ઢેખાળો માર્યો તે મારા પોતાના જ કર્મનો ઉદય છે એવું રહે એટલે ત્રીજો પાયો એટલે કે ‘વિપાક
ઘરમાં સાસુ વઢતી હોય તો આપણે સમજવું જોઇએ કે મને આ સાસુ જ કેમ ભાગમાં આવી ? બીજી સાસુઓ શું નહોતી ? પણ મને આ જ કેમ મળી ? માટે તેની જોડે કંઇ આપણો હિસાબ છે, તો તે હિસાબ શાંતભાવે પૂરો કરી લો.
ધર્મધ્યાન રહ્યું નથી. આ કાળમાં ધર્મધ્યાન સમજતા જ નથી. સમજતા હોત તો ય કલ્યાણ થઇ જાત !
પ્રશ્નકર્તા : શું અહંકારનું જોર વધારે હોય છે એટલે ધર્મધ્યાન ભૂલી જાય છે ?
દાદાશ્રી : સમજ કોનું નામ કહેવાય કે સમજણથી પ્રવર્તન તેવું જ થાય. જયાં સુધી પ્રવર્તનમાં ના આવે ત્યાં સુધી સમજણ પડી નથી એવું કહેવું જોઇએ. સમજણનું ફળ તરત જ પ્રવર્તનમાં આવવું એ છે. પ્રવર્તનમાં આવવું જ જોઇએ. આપણે નાના છોકરાને કહીએ કે આ બે શીશીઓ મૂકી છે, બેઉ સરખી જ છે અને બેઉમાં દવા છે, બેઉમાં વ્હાઈટ પાઉડર છે. એક ઉપર લખ્યું હોય અમૃત ને બીજા ઉપર લખ્યું હોય