________________
ધર્મધ્યાત
પ્રશ્નકર્તા : પૂજા-સેવા કરીએ એ ધર્મધ્યાન કહેવાય ને ?
દાદાશ્રી : ના, એને ધર્મધ્યાન ના કહેવાય. પૂજા, સેવા કરતી વખતે તમારું ધ્યાન કાં વર્તે છે તે જોવાય છે. ભગવાન ક્રિયા જોતાં જ નથી, પણ ક્રિયા વખતે ધ્યાન કયાં વર્તે છે તે જુએ છે.
એક શેઠ હતા. રોજ સવારના ચાર કલાક પૂજા, પાઠ, સામાયિક વગેરે કરતાં. એક દિવસ એક માણસે બારણું ઠોકયું ને શેઠાણીએ ઉઘાડીને પૂછ્યું, “શું કામ છે ?” તે માણસે શેઠાણીને પૂછ્યું કે “શેઠ કયાં ગયા છે ?’’ શેઠાણીએ તરત જ જવાબ આપ્યો, “શેઠ ઢેઢવાડે ગયા છે !'' શેઠ મહીં રહ્યા રહ્યા આ બધું સાંભળી રહ્યા હતા. ને તેમને થયું કે ખરેખર અત્યારે હું વિષયોના જ ધ્યાનમાં હતો. ભલેને હું સામાયિકમાં હોઉં, પણ ધ્યાન તો મારું ઢેઢવાડામાં જ હતું ! તે તેને થઇ ગયું કે ખરેખર મારા કરતાં મારી પત્ની વધારે સમજુ છે !
સામાયિક કરતા હો, માળા ફેરવતા હો પણ ધ્યાન જો બીજે જ ગયું હોય તો એ ક્રિયાનું ફળ નથી જોવાતું, પણ ને વખતે જે ધ્યાનમાં પોતે વર્તતા હોય તે જ જોવામાં આવે છે.
૧૦૮
આપ્તવાણી-૨
ધ્યાન એ જ પુરૂષાર્થ
જગત ભ્રાંતિવાળું છે. તે ક્રિયાઓ ને જુએ, ધ્યાનને જુએ નહીં. ધ્યાન આવતા અવતારનો પુરુષાર્થ છે અને ક્રિયા એ ગયા અવતારનો પુરુષાર્થ છે. ધ્યાન એ આવતા અવતારમાં ફળ આપનારું છે. ધ્યાન થયું કે એ વખતે પરમાણુ બહારથી ખેંચાય છે અને તે ધ્યાન સ્વરૂપ થઇ મહીં સૂક્ષ્મતાએ સંગ્રહ થઇ જાય છે અને કારણ-દેહનું સર્જન થાય છે. જયારે ઋણાનુબંધી માતાના ગર્ભમાં જાય છે ત્યારે સૂક્ષ્મ દેહ જે છે તે, વીર્ય અને રજના સ્થૂળ પરમાણુ એકદમ ખેંચી લે છે. તેનાથી કાર્યદેહનું બંધારણ થઇ જાય છે. માણસ મરે છે ત્યારે આત્મા, સૂક્ષ્મ-શરીર તથા કારણ-શરીર સાથે જાય છે. સૂક્ષ્મ-શરીર દરેકને કોમન હોય છે, પણ કારણ-શરીર દરેકનાં પોતે સેવેલાં કોઝીઝનાં પ્રમાણે જુદાં જુદાં હોય છે. સૂક્ષ્મ-શરીર એ ઇલેક્ટ્રિકલ બોડી છે, જે ખોરાક વગર રહી શકે જ નહીં. માટે મૃત્યુ પછી તરત જ માતાના શરીરમાં તે જ ક્ષણે પ્રવેશ પામીને રહે છે. અને ટાઇમિંગ મળે એટલે વીર્ય અને રજના સંયોગથી તે જ ક્ષણે એકદમ સ્થૂળ પરમાણુઓ ખોરાક રૂપે ચૂસી લે છે અને સ્થૂળ દેહ ગઠ્ઠા સ્વરૂપે પ્રાપ્ત કરી લે છે. તે પછી જીવ ડેવલપ થતો જાય છે અને પાંચેક માસે સંચાર થવો શરૂ થાય છે.
એક ક્ષણ માટે પણ ‘અમને’ ‘અમારા સ્વરૂપ' સિવાય એક પણ સંસારી વિચાર આવે નહીં. અમારી ઇચ્છા ખરી કે બધાં અમારા આ સુખને પામો. ધ્યાન એ જ આવતા ભવનું સાધન છે ! એ સિવાય બીજું કંઇ જ સાધન નથી આવતા ભવનું !
વીતરાગોનો મત શો છે ? ધ્યાન ફેરવો. દુર્ધ્યાન થતું હોય તો પુરુષાર્થ એટલો કરો કે દુર્ધ્યાન ના થાય.
પ્રશ્નકર્તા : એમાં પુરુષાર્થ શી રીતે કરવો ?
દાદાશ્રી : ક્રિયા ના ફરી શકે પણ ધ્યાન ફરે તેવું છે. આ કાળના દબાણથી રૌદ્રધ્યાન થાય. આર્તધ્યાન થાય; પણ ભગવાને તેની સામે પુરુષાર્થનું સાધન કહ્યું છે, એમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ખસેડવાનાં