________________
આપ્તવાણી-૨
આપ્તવાણી-૨
દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઇ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં કલેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો કલેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઇ પુણ્યશાળીના હાથે જ લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય તે બહુ ભારે પુણ્ય કહેવાય.
૧૯૪૨ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય. અહીં આપણે તો હવે મોક્ષની જ વાત રહી.
વણિક બુદ્ધિવાળા તો લક્ષ્મીજીની ટ્રીક અસલ સમજી ગયા છે કે કમાઇશ તેના આઠમા ભાગનું ભગવાનને નાખી આવો, તે પાછું તેનો પાક લણીશું. તે ભગવાને ય આ લક્ષ્મીજી મેળવવાની તેમની ટ્રીક સમજી ગયા છે. ભગવાન શું કહે છે કે, તમે લક્ષ્મીજી મેળવ્યા જ કરો પણ મોક્ષ નહીં મળે તેમને.
ને ? છતાં પણ કોઇ વિચારે છે કે એક જ લોટો પાણી મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઇએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે; એમાં કોઇ વધારે ઓછું કરી શકતો નથી. માટે મન, વચન, કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઇચ્છા ના કરીશ. આ લક્ષ્મીજી તો બેન્ક બેલેન્સ છે, તે બેન્કમાં જમા હશે તો જ મળશે ને ? કોઇ લક્ષ્મીની ઇચ્છા કરે તો લક્ષ્મીજી કહે છે કે, ‘તારે આ જુલાઇમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઇમાં મળશે'; અને જે કહે છે કે “મારે પૈસા નથી જોઇતા', તો એ ય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારે ય નહીં ને ઇચ્છા ય નહીં કરવી જોઇએ. એમને તો નમસ્કાર કરવા જોઇએ. એમનો તો વિનય રાખવો જોઇએ, કારણ કે એ તો હેડ ઓફિસમાં છે.
લક્ષ્મીજી તો એને ટાઇમે, કાળ પાકે ત્યારે આવે એમ જ છે, આ તો ઇચ્છાથી અંતરાય પાડે છે. લક્ષ્મીજી કહે છે કે, “જે ટાઇમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઇમે જ રહેવું જોઇએ, અને અમે ટાઇમ ટાઇમે મોકલી જ દઇએ છીએ. તારા દરેક ડ્રાફટ વગેરે બધું જ ટાઇમસર આવી જશે. પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે જેનું કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઇએ છીએ. જે ઇચ્છા કરે છે તેને ત્યાં મોડી મોકલીએ છીએ અને જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ.” બીજું, લક્ષ્મીજી શું કહે છે કે, “તારે મોક્ષે જવું હોય તો હક્કની લક્ષ્મી મળે તે જ લેજે. કોઇની ય લક્ષ્મી ઝૂંટવીને, ઠગીને ના લઇશ.' છતાં ય લક્ષ્મીજીની અવળહવળ થાય નહીં. તો અનુભવો થાય નહીં, ને અનુભવો થયા વગર મોક્ષે જવાનું ના થાય !
લોકોની લક્ષ્મી ગટરમાં જાય છે. પૂર્વેની કમાણી સંત પુરુષો માટે જાય છે.
ક્ષત્રિયને કેવું કે ભગવાનને ત્યાં દર્શને જાય તો ખિસ્સામાંથી જેટલા પૈસા નીકળ્યા તેટલા નાખે. જયારે વણિક બુદ્ધિવાળાને કેવું કે પહેલેથી જ નક્કી કરીને પૈસા નાખે. રૂપિયાની નોટ નીકળે તો દસ પૈસા વટાવીને નાખે!
લક્ષ્મીજીનો સ્વભાવ પ્રશ્નકર્તા : આ લક્ષ્મી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઇએ ?
લક્ષ્મીજીનું કાવત પ્રશ્નકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?
દાદાશ્રી : ચોરીઓથી. જયાં મન, વચન, કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રીક અને લક્ષ્મીજીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઉંચી નાતમાં જન્મ થાય.
દાદાશ્રી : આ એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે