________________
૧૦૨
આપ્તવાણી-૨
તો લૉ’ - લૉ કેટલાક અમને કહે છે કે, ‘દાદા, તમે આશ્રમ કેમ ખોલતા નથી? આશ્રમ ખોલોને દાદા ?”
પણ ‘જ્ઞાની પુરુષ' આશ્રમનો શ્રમ ના કરે. એ તો કોઇની રૂમ મળે તો ત્યાં સત્સંગ કરે ને તે ય ના મળે તો ઝાડ નીચે બેસીને સત્સંગ કરે. અને આ આશ્રમમાં તો કાયદા જોઇએ, રસોડું જોઇએ, જાજરુ જોઇએ. આ બધું જોઇએ ને એનો એ જ સંસાર જોઇએ. પાછી કયાં આ મુસીબત !
આશ્રમમાં તો દાળભાત, રોટલી ને શાક ખાઇને પડી રહે, ઘેર પડી રહે એવું. કેટલાંક તો ખાઇને પડી રહેવા જ આશ્રમમાં રહે છે! આપણને આશ્રમ ના હોય. આપણે તો બ્રહ્માંડના ઉપરી એટલે જયાં જઇએ ત્યાં બધાં જ ગામો આપણાં ને !
આપણે ત્યાં સત્સંગમાં નો લૉ ! આપણે ત્યાં તો લૉ વગરનો લ. અક્રમ” એટલે “નો લૉ, આખા જગતમાં લૉ વગરની પાર્ટી હોય તો આ ‘દાદા’ના ફોલૉઅર્સ પાસે. તેમને કોઇ જગ્યાએ લૉ ના હોય. જગતના લોકો લૉ વગર રહી જ ના શકે. લૉ વગરનો રહે તો મોક્ષે જાય ! લૉ ના હોય તો સહજ થાય. લૉથી અસહજ થાય. લૉ વગરનો કાયદો એટલે
સહજ હોય.
જેનો એક્સેસ થાય, એટલે કે વધારો થાય તેનો અભાવ આવે. અને કન્ટ્રોલ થાય તો ત્યાં જ ચિત્ત જાય. ખાંડનો કન્ટ્રોલ કર્યો હોય તો ચિત્ત ખાંડમાં જ રહે કે ક્યારે લઇ આવું ? કન્ટ્રોલ એવી ચીજ છે, તે મનને ઉછાળે ચઢાવે. તેથી જ “અમે' કહીએ છીએ કે ડીકન્ટ્રોલ કરી નાખો. બહાર તો કન્ટ્રોલ કર કર કરે છે, તેથી મન આખો દિવસ ઉછાળે રહ્યા કરે છે.
- મનનો સ્વભાવ એવો છે કે એક્સેસ થાય એટલે એની ઉપર દ્વેષ થાય, એવી વસ્તુનો શો કન્ટ્રોલ કરવો ? ગમતી ચીજ હોય અને ઉપરથી કન્ટ્રોલ કરે તો ચિત્ત ત્યાં જ જાય, એવો ચિત્તનો સ્વભાવ છે.
આ નાનો બાબો હોય તેને કહીએ કે આ ના લઇશ તો એનું ચિત્ત ત્યાં ચોંટી રહે, અને બીજું આપે તો ય ના લે; માટે આપી છૂટવું. તે ‘વ્યવસ્થિત'ની બહાર કેટલું લઇ લેશે; કેટલું ભેલાઇ જશે ?
આપણે અહીં તો કાયદો જ નહીં ને ! કાયદો એટલે અર્ધકન્ટ્રોલ. આપણે અહીં કહીએ કે, “કેમ મોડા આવ્યા ? ચાર વાગ્યે જ આવી જજો.’ તો મન કન્ટ્રોલમાં આવ્યું એટલે બગડી જ જાય. આ તો કન્ટ્રોલ ના હોય તો મન કેવું મુક્ત રહે ? સિમેન્ટનો કન્ટ્રોલ કરવા ગયા તો ભાવ ૩૨ રૂપિયા થઇ ગયો ! આ '૪૨ પછી કન્ટ્રોલ આવ્યો તેનાથી લોકોનાં મન બગડી ગયાં.
અમે કોઇને વઢીએ જ નહીં. અમે એમ ના કહીએ કે, ‘આમ કેમ લાવ્યો ને આમ કેમ કર્યું ? બધાંને વઢવું ના પડે એવું જ અમે રાખ્યું છે. ‘નો લૉઝ', કાયદો-બાયદો નહીં. રસોઇમાં કોઇ તપેલું ઊંધું મૂકે તો ય અમે કશું ના બોલીએ, એને એની મેળે જ એને એક્સપીરિયન્સ મળશે ને ? આ વર્લને એક દહાડો બધા જ કાયદા કાઢી નાખવા પડશે ! સૌથી પહેલું કાયદા વગરનું આપણે કર્યું છે ! સરકારને કહીશું કે જોઇ જાવ અમારે ત્યાં કાયદા વગરનું સંચાલન! આ ઔરંગાબાદમાં ૧૦૦ માણસોનું વગર કાયદે દસ દિવસનું કેવું ચાલે છે ! કેવું સુંદર ચાલે છે !! ચા, પાણી નાસ્તા !!બીજે બધે તો કેટલા કાયદા ! લૉઝ પર લૉઝ !