________________
આપ્તવાણી-૨
૩૫
છે. ઘોડાને દુર્બળ જાણી મિયાં ઘોડા પર ઉંચા શ્વાસે બેસે છે, તે ઘોડાના સુખને માટે. પણ આ ગણતરી ખોટી છે. ભાર તો છેવટે ઘોડા પર જ જાય છે. તેમ તમે બધાં તમારો બોજો સંસારરૂપી ઘોડા ઉપર જ નાખો. સંસારરુપી ઘોડા પર ઊંચા શ્વાસે ના બેસશો, ઉંચા શ્વાસે ના જીવશો. આ તો “પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ’ ‘પર ક્ષેત્રે’ બેઠો છે ! જગત આખું ય મૂર્ખ બન્યું છે. સંસારને ‘વીતરાગો’ એકલા જ સમજી ગયા કે મગજ પર બોજો શાને માટે ? એ તો ઘોડા પર જ જાય છે. ‘વીતરાગો’ બહુ પાકા ગણિતવાળા, તેથી તો તે ફાવી ગયા ને અંકગણિતવાળા રખડી મર્યા !!!
સંસારવૃક્ષ કવિ શું ગાય છે :
અહા ! અક્રમ જ્ઞાન કદી ના સુણિયું એણે ખોદિયું ધોરી વૃક્ષ મૂળિયું " - નવનીત.
આ સંસાર એ વૃક્ષ છે. અનંતકાળથી આ વૃક્ષ સુકાતું નથી. લોક પાંદડા કાપીને સુકવવા માંગે છે, પણ પાંદડાં ફરી ફૂટી નીકળે છે. કેટલાક ધર્મવાળા કહે છે કે પાંદડાં કાપી નાખીશું એટલે સંસારવૃક્ષ સુકાઇ જશે પણ ફરી પાંદડાં ફૂટે છે. કેટલાક મોટી મોટી ડાળીઓ કાપી નાખો તો વૃક્ષ સુકાઇ જશે એમ કહે છે. પણ તો ય એ વૃક્ષ સુકાતું નથી, ડાળાં ફરી ઊગી નીકળે છે. કેટલાક થડને કાપી નાખવાનું કહે છે તો ય પાછું ઊગે છે. કેટલાક એથી ય આગળ જઈને મૂળિયાં કાપી નાંખવાનું કહે છે પણ તો ય ફરી વૃક્ષ ઊગે છે. સંસારરૂપી વૃક્ષને નિર્મૂળ કરવાનો આ ખરો ઉપાય ન હોય. આ સંસારવૃક્ષ શાનાથી ઊભું છે? આ વૃક્ષને મૂળિયાં તો બધાં બહુ હોય તે જમીનમાં બધાં મૂળિયાં તો ઝાડને પકડવા માટે હોય છે અને એક મૂળિયું એવું હોય છે કે જે ખોરાક-પાણી લેવા માટે હોય છે, તેને ધોરી મૂળિયું કહે છે. ‘જ્ઞાની પુરુષ' એકલા જ સંસારવૃક્ષનું ધોરી મૂળિયું જાણે અને તે એમાંથી ડગળી કાઢીને તેનામાં દવા નાંખી દે ! ‘જ્ઞાની પુરુષ' બસ આટલું જ કરે, બીજું કશું ના કરે. પાંદડાને,