________________
ખૂબ આનંદ આવ્યો. સુપાત્રદાનનો આવો લાભ મળી જવા બદલ હું તો ધન્ય બની ગયો !'
“અરે કાકા ! આવી બેવકૂફી કરી ?'
‘કેમ શું થયું?' થાય શું? તમારે મુનિ ભગવંતને ગોચરી વહોરાવવી જ હતી તો બીજું કોઈ પણ દ્રવ્ય વહોરાવવું હતું. આ સિંહ કેસરિયો લાડવો વહોરાવી દીધો?”
?'
મમ્મણ શેઠ ! કેટલું બધું દુર્ભાગ્ય તમારું કે મુનિવરને ગોચરી તો તમે ઉલ્લાસપૂર્વક વહોરાવી પણ પછી
સુપાત્રદાનના એ સુકૃતને વખોડીને તમે જીતની બાજી હારમાં પલટાવી દીધી !
‘એમાં વાંધો શું આવ્યો?' ‘વાંધો? જિંદગીમાં તમે એવો સ્વાદ નહીં અનુભવ્યો હોય જેવો સ્વાદ આ સિંહ કેસરિયા લાડવાનો હતો આવો સ્વાદિષ્ટતમ લાડવો જીવનમાં પહેલી જ વાર તો તમારા હાથમાં આવ્યો હતો અને તમે એ આપી દીધો મુનિભગવંતને ! બેવકૂફી નહીં તો બીજું શું?
અને “અરર, મેં આ લાડવો વહોરાવી દેવાની બેવકૂફી કાં કરી?’ આ પશ્ચાતાપમાં તમે ચડ્યા અને તમારા દાનના સુકૃતને તમે કલંકિત કરી દીધું જેના દુમ્રભાવે આજે સાતમી નરકમાં આવી ચડ્યા છો.
પ્રભુ! સુકૃતસેવન વખતના મારા ઉત્સાહને, સુકૃતસેવન બાદ અનુમોદનાના અમૃતથી હું ધબકતો જ રાખું પરંતુ પશ્ચાતાપના ઝેરથી હું એની સ્મશાનયાત્રા તો ક્યારેય ન કાઢી બેસું એવી સદ્બુદ્ધિનું સ્વામિત્વ તું મને અર્પને જ રહેજે.