Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ અને મરુભૂતિ, રાજાની આ સલાહને અવગણીને તમે ક્ષમા માગવા એની પાસે પહોંચી ગયા છો. તમને એણે પોતાની સંમુખ આવતા જોયા છે. અને એની આંખોમાં ખુન્નસ ઊભરાવા લાગ્યું છે. આ નાલાયક અહીં આવી રહ્યો છે ? આવવા દે એને મારી નજીક. એની હાલત બગાડી ન નાખું તો મારું નામ કમઠ નહીં’ એના મનના આ વિચારોની તમને ક્યાં ખબર છે ? તમે તો સહજભાવે એની નજીક પહોંચીને એના ચરણમાં ઝૂક્યા છો અને એટલું જ બોલ્યા છો કે ‘ભાઈ, મને માફ કરી દો’ અને એણે પળનો ય વિલંબ કર્યા વિના બાજુમાં પડેલ પથ્થર ઉઠાવીને તમારા માથે ઝીંકી દીધો છે. ખોપરી તમારી ફાટી ગઈ છે. તમે ‘ઓહ ! આ જાલિમ વેદના ? શું સહન થાય ?' બસ, આટલા જ દુર્ધ્યાનના શિકાર બન્યા છો અને એ દુર્વ્યાને તમને સીધા હાયણીના પેટમાં ફેંકી દીધા છે. મરુભૂતિ, તમે ક્ષમાપના કરવા સરળ ભાવે કમઠના ચરણમાં ઝૂક્યા અને કમટે તમને ખતમ કરી નાખવા હાથમાં પથ્થર ઉઠાવી લીધો ! પ્રભુ, આટલું પણ દુર્ધ્યાન જો દુર્ગતિનું કારણ બની જતું હોય તો સતત દુર્ધ્યાનમાં અને દુર્ભાવમાં જ વ્યસ્ત રહેતા મારી તો હાલત જ શી યશે ? એક વિનંતિ કરું તને ? કાં તારું મન તું મને આપી દે અને કાં તો મારું મન તું લઈ લે. એ સિવાય મારું દુર્ગતિગમન સ્થગિત થઈ જાય એવું મને તો નથી લાગતું ! ૧૫

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100