________________
૮
મેતારક મુનિવર !
ઉજ્જયિની નગરીના રાજવી મુનિચન્દ્રના પુત્ર અને પુરોહિત પુત્ર વચ્ચે ગાઢ દોસ્તી તો છે જ પણ એ બંનેની ઉશૃંખલતાએ નગરીમાં કાળો કેર વર્તાવ્યો છે. નગરીમાં કોઈ પણ મુનિ ભગવંત આવે છે અને એની જાણ જો આ બેમાંથી એકને પણ થઈ જાય છે, મુનિ ભગવંતને તે રાજમહેલમાં લઈ આવે છે અને નૃત્ય કરવા મજબૂર કરે છે. જો મુનિ ભગવંત એ માટે તૈયાર નથી થતા તો એમને હંટરના માર મારીને પણ નૃત્ય કરવા મજબૂર કરે છે.
સંઘને આની જાણ થતાં રાજા પાસે જઈને એ અંગેની ફરિયાદ પણ કરી છે પરંતુ રાજાએ સંઘની આ ફરિયાદ પર કોઈ જ ધ્યાન આપ્યું નથી. આખરે આ ત્રાસના શિકાર બનેલા કેટલાક મુનિ ભગવંતોએ રાજવીના જ બંધુ મુનિવર સાગરચન્દ્ર મુનિ કે જેઓ ઉજ્જયિનીથી દૂર દેશમાં વિચરી રહ્યા છે એમને આ વાત કરી છે.
‘જો આ જ રીતે ઉજ્જજિનીમાં મુનિઓની હેરાનગતિ ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે કે ઉજ્જયિની મુનિ વિનાની જ થઈ જશે અને જો એમ થઈ જાય તો લોકો ધર્મથી વિમુખ થઈને ઉત્તમ એવું માનવજીવન હારી જશે. એ તો થવા જ શું દેવાય?’ આમ વિચારી સાગરચન્દ્ર મુનિવર ઉજ્જયિનીમાં તો આવી જ ગયા છે પણ ગોચરી વહોરવા રાજાને ત્યાં પણ પહોંચી ગયા છે. રાજપુત્ર અને પુરોહિત પુત્ર, બંને પહોંચી ગયા છે સાગરચન્દ્ર મુનિ પાસે.
મહારાજ, નૃત્ય કરો’ ‘ન કરું તો?” હંટર મારશું”
ક
મહારાજ ! નૃત્ય કરો નહિતર તમને હંટરથી ફટકારશું” રાજપુત્ર અને પુરોહિતપુત્ર બંનએ મુનિવરને આજ્ઞા કરી દીધી.
૫૪