________________
SUCHER
ON
-
કુવલયપ્રભાચાર્ય ! નગર પ્રવેશ વખતે તમારા સંયમના તેજથી પ્રભાવિત એક સાધ્વીજી ભગવંત જાહેર રસ્તા પર પ્રદક્ષિણા આપીને સીધા તમારા ચરામાં ઝૂકી ગયા છે અને તમારા ચરાને સ્પર્શી ગયા છે.
આગમવાચના શરૂ થઈ છે અને જે ગચ્છમાં આચાર્ય જેવી મહાન વ્યક્તિ પણ કારણસર પણ પરંપરાએ પણ સ્ત્રીના હાયનો સ્પર્શ કરે છે તે ગચ્છ મૂલગુણ રહિત જાળવો' આવી તમે સ્પષ્ટ પ્રરૂપણા કરી છે. એ જ વખતે શિથીલાચારીઓએ તમને પ્રશ્ન પૂછ્યો છે, જાહેરમાં તમારા પગને સાધ્વી સ્પર્ધા છે અને તમે પગને પાછા ખેંચ્યા નથી તો પછી તમે પણ મૂલગુણથી ભ્રષ્ટ જ છો ને ?'
‘તમે શું ભણ્યા છો ? શાસ્ત્રોનો કોઈ બોધ છે તમને ? શાસ્ત્રોના પ્રત્યેક પદાર્થોમાં ઉત્સર્ગ-અપવાદ હોય છે. ઉત્સર્ગ માર્ગે સ્ત્રીસ્પર્શવાળો મૂલગુણ ભ્રષ્ટ ગણાય પણ અપવાદ માર્ગે કોઈ સ્ત્રી કરસ્પર્શ કરી દે એટલા માત્રથી આચાર્ય મૂલગુણ ભ્રષ્ટ ન બને કેમકે આચાર્યના મનમાં કોઈ પાપ નથી.’
તમે આ ઉત્ર પ્રરૂપણા કરવા દ્વારા શિથીલાચારીઓની બોલતી તો બંધ કરી દીધી છે પણ ઉન્ન પ્રરૂપણાના આ પાપે તમે તીર્થંકર નામકર્મનો નાશ કરીને અનંત સંસારનું ઉપાર્જન કરી બેઠા છો !
પ્રભુ,
સર્પના મુખમાં હાથ નાખવાનું જોખમ ઉઠાવનાર તો કદાચ એક જ જીવનથી હાથ ધોઈ નાખે છે પણ ઉત્સૂત્ર પ્રરૂપણાનું પાપ કરી બેસનાર તો પોતાના આત્માના જનમોજનમ બરબાદ કરી બેસે છે આ સત્ય સદાય મારા સ્મૃતિપથમાં રહે એવી મજબૂત યાદદાસ્ત તું મને આપીને જ રહેજે.
૫