Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 94
________________ ‘હા’ ‘તો પછી...’ એની સાથે મારે મેળ નથી” તો એક વાત સાંભળી લો. સોમાના પિતા સાથે મારે સારો એવો મેળ છે, મારી પુત્રીનો સંબંધ તમારી સાથે બાંધું તો મારા પર એ નારાજ થયા વિના ન રહે. બની શકે કે સોમા પણ મારા પર નારાજ થઈ જાય.’ અને રુદ્રદેવ, નાગદેવનો આ જવાબ સાંભળીને તમે છંછેડાઈ ગયા છો. ‘સોમા જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી મને નાગશ્રી નહીં જ મળે. માટે સોમાને ખતમ કરી જ નાખું' આ વિચાર સાથે તમે એક ઝેરી સર્પને ઘડામાં નાખીને ઘરના એક ખૂણામાં ઘડો મૂકી દીધો છે અને સોમાને એ ઘડામાંથી પુષ્પમાળા લઈ આવવાનો આદેશ કર્યો છે. સોમાએ જેવો એ ઘડામાં હાથ નાખ્યો છે, અંદર રહેલા સર્વે સોમાના હાથ પર જોરથી ડંખ લગાવી દીધો છે. સૌ માના શરીરમાં ફેલાઈ ગયેલા ઝરે એનો ભાગ ભજવ્યો છે. એ તરફડવા લાગી છે. એની આંખોના ડોળા કહાર નીકળી ગયા અને પળવારમાં તો એનું પ્રાણપંખેરું ઊડી ગયું છે. તમે એની વિદાય બાદ નાગદેવની પુત્રી નાગથી સાથે લગ્ન તો કર્યા જ છે પરંતુ એની સાથે તીવ્રાસક્તિ સાથે ભોગો ભોગવતા નર્કગતિમાં રવાના થઈ ગયા છો. ધર્મ પ્રત્યેના દ્વેષે તમારો પરોક બગાડી નાખ્યો છે. રુદેવ ! માટીના ઘડામાંથી ફૂલનો હાર કાઢવા પત્ની સોમાને તમે આજ્ઞા તો કરી પણ... પ્રભુ, કેવા ભયંકર છે આ વિષય સુખો ? એની આસક્તિ ધર્મ પ્રત્યે, ધર્મી પ્રત્યે, ધર્મનાં અંગો પ્રત્યે ય દ્વેષ કરાવીને જ રહે ! મારે તને એક જ વિનંતિ કરવાની છે. મને તું એવા રાગનો શિકાર તો ન જ બનવા દેતો કે જે રાગ મને તારાં વચનો પ્રત્યે દ્વેષ કરાવીને જ રહે! ૯૩

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100