Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 1
________________ મુનિવર સિંહગુફાવાસી ! સંયમજીવનમાં આપનું મૂળ નામ શું હતું, એની તો મને કોઈ જ જાણકારી નથી અને છતાં આપને મેં ‘સિંહગુફાવાસી મુનિવર !” ના નામથી જે સંબોધન કર્યું છે એની પાછળ આપે જ કરેલ એક ભવ્યતમ પરાક્રમનો ઇતિહાસ ધરબાયેલો છે. આપના ગુરુદેવનું નામ સંભૂતિવિજયજી મહારાજ ! એક દિવસ એમની પાસે આપના સહિત અન્ય બે મુનિવરો પહોંચી ગયા છો કે જેમાં એક મુનિવરનું નામ તો સ્થૂલભદ્રસ્વામી છે. ગુરુદેવને વંદન કરીને આપ સહુએ ગુરુદેવ પાસે અનુજ્ઞા માગી છે. ‘આપની જો સંમતિ હોય તો હું સંપૂર્ણ ચાતુર્માસ કોશા વેશ્યાને ત્યાં ગાળવા માગું છું’ સ્થૂલભદ્ર સ્વામીએ પોતાના મનની ભાવના ગુરુદેવ પાસે રજૂ કરી છે. “મારી ભાવના સર્પના રાફડા પાસે ઉપસ્થિત રહીને ચાતુર્માસ પસાર કરવાની છે” ગુરુદેવ પાસે આપના ગુરુભાઈએ પોતાના મનની વાત રજૂ કરી છે. ‘મારી ઇચ્છા સિંહની ગુફામાં ચાતુર્માસ પસાર કરવાની છે” આપે આપના મનની ભાવના ગુરુદેવ પાસે રજૂ કરી છે. અને કમાલ ! આપના સહુમાં આપના ગુરુદેવે શું સત્ત્વ જોયું હશે કે આપને ત્રણેયને ગુરુદેવે આપની ઇચ્છા મુજબના સ્થળે ચાતુર્માસ વ્યતીત કરવાની સંમતિ આપી દીધી છે. કોશા વેશ્યા સાથે સ્થૂલભદ્રસ્વામીના ચિરપરિચિત આત્મીય સંબંધો છે. એને ત્યાં ચાતુર્માસ પસાર કરવાનું અને મનને નિર્વિકારી રાખવાનું એ સર્વથા અસંભવિત લાગે છતાં સ્થૂલભદ્ર સ્વામી ગુરુદેવની આજ્ઞા લઈને કોશાને ત્યાં ચાતુર્માસ કરવા નીકળી પડ્યા છે. સર્પના રાફડા પાસે અને સિંહની ગુફામાં ચાતુર્માસ કરવામાં જાનથી હાથ ધોઈ નાખવાનો પ્રસંગ આવી પડે એવી પૂરી સંભાવના છતાં આપના ગુરુભાઈ અને આપ, બંને ગુરુદેવના આશીર્વાદ લઈને તે-તે સ્થળે ચાતુર્માસ કરવા નીકળી ચૂક્યા છો. કોશાને ત્યાં ચાતુર્માસ કરવા જવામાં સ્થૂલભદ્રસ્વામીના ભાવપ્રાણ પર જો જોખમ હતું તો સર્પના રાફડા પાસે કે સિંહની ગુફા પાસે ઊભા રહીને ચાતુર્માસ વ્યતીત કરવામાં આપના બંનેના દ્રવ્યપ્રાણ પર જોખમ હતું પણ ગુરુકૃપાએ સર્યો એક અનેરો ચમત્કાર અને આપ સહુ હેમખેમ ચાતુર્માસ પૂર્ણ કરીને આવી પહોંયા ગુરુદેવના પાવન સાંનિધ્યમાં. “વત્સ, તેં દુષ્કર કાર્ય કર્યું ગુરુદેવના ચરણમાં આપે મસ્તક ઝુકાવ્યું અને આપના મસ્તક પર વાત્સલ્યભીનો હાથ ફેરવતા ગુરુદેવે આપે કરેલ પરાક્રમને આ શબ્દથી નવાજ્યુ. “વત્સ, તેં પણ દુષ્કર કાર્ય કર્યું? સર્પના રાફડા પાસે ઊભા રહીને ચાતુર્માસ વ્યતીત કરનાર આપના ગુરભાઈના પ્રચંડ સત્ત્વને આ શબ્દોમાં બિરદાવ્યું આપના ગુરુદેવે, પણ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 100