Book Title: Angdi Chindhunu Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 8
________________ દૂરથી આપે આ જોયું છે અને આપ આનંદવિભોર બની ગયા છો. સ્થિર પશુ પર નિશાન લાગી જવું એ અલગ વાત છે અને ભાગી રહેલ પશુ પર નિશાન લાગી જવું એ અલગ વાત છે. આ ખ્યાલ સાથે આપ હરણીની નજીક આવ્યા છો અને આપે જે જોયું છે એણે તો આપને અભિમાનના આસમાનમાં ઊડતા કરી દીધા છે. ‘માત્ર હરણી જ નહીં, હરણીના પેટમાં રહેલ બચ્ચે પણ તરફડી તરફડીને મોત તરફ ધકેલાઈ રહ્યું છે? શિકાર તો આને કહેવાય ! બાણ એક જ અને શિકાર બે ! મા પણ ખતમ અને સાથે બચ્ચે પણ ખતમ ! મહારાજા શ્રેણિક ! બબ્બે નિર્દોષ પંચેન્દ્રિય જીવોની હત્યા પર કોઈ ઉગ તો નહીં પણ આનંદ. કોઈ વ્યથા તો નહીં પણ અભિમાન ! એ જ પળે આપના પરભવના આયુષ્યનો બંધ પડી ગયો અને આપે બાંધી દીધું નરકગતિનું આયુષ્ય ! મહારાજા શ્રેણિક ! ‘બાણ એક જ અને શિકાર બે ! શિકાર તો આનું નામ!' તમારી આ શિકારની પાપ અનુમોદનાએ તમારું ત્યાં જ નરકગતિમાં જવાનું નક્કી કરી દીધું! પરમાત્માનું! પાપ હું કરું જ નહીં એવા પ્રચંડ સત્ત્વનો તું મને સ્વામી બનાવી દે. કદાચ એવું પ્રચંડ સત્ત્વ હું ન પણ પામી શકું તો ય કરેલા કે થઈ ગયેલા પાપ પર હું રાજીપો ન અનુભવું એવી નિર્મળ બુદ્ધિ તો તું મને આપીને જ રહે! દુર્ગતિમાં મારે નથી જ જવું. દુર્ગતિનાં દુઃખો મારે નથી જ વેઠવા.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100