________________
મહાવ્રતોનો ભંગ કરવાથી આ નગરની ખાઈમાં પણ થયો છું.'
‘અમ ૫૦૦ શિષ્યોના ગુરુ તમારી આ હાલત ?’
*હા' ‘જીભ શા માટે હલાવી રહ્યા છો ?’ ‘તમને બોધપાઠ આપવા’ ‘શું ?'
‘જિવ્વાના સ્વાદના કારણે હું સંયમજીવનથી ભ્રષ્ટ થયો છું. રસગારવનો શિકાર બનેલો હું શાતાગારવ અને ઋદ્ધિગારવનો પણ શિકાર બન્યો છું અને અહીં જન્મી ગયો છું. મારે તમને એટલું જ જણાવવું છે કે મારા માર્ગે તમારે ન આવવું હોય તો તમારી જિલ્લાને તો સહુ વામાં રાખજો. સંયમજીવનના રસસને રફેદફે કરી નાખતા રસભરપૂર ભોજનનાં દ્રવ્યોથી જાતને લાખો યોજન દૂર જ રાખજો’
મારા માર્ગે તમારે ન આવવું હોય તો તમારી જિષ્ઠાને વશમાં રાખો !' યુગપ્રધાન આચાર્ય આર્યમંગુ ! યજ્ઞના અવતારમાં શિષ્યોને આ હિતશિયા આપતા તમે કેટલા બધા વ્યાધિત થઈ ગયા છો !
પ્રભુ, જો રસલોલુપતાના પાપે યુગપ્રધાન આચાર્યની પણ આ કોડી સ્થિતિ થતી હોય તો મારા જેવા નપાવટની હાલત તો શી થશે ? તને એક વિનંતિ કરું ? જે પુણ્યનો ઉદય મારા આત્મા માટે ઘાતક બની શકતો હોય એવા પુણ્યોદયથી તું મને દૂર જ કરી દે. ઢાળ જ નહીં મળે તો પાણી નીચે જશે જ શી રીતે ?
૧૧