Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ યાત્રાએ નીકળી જવાના છો એની સિલસિલાબંધ વિગતો શાસ્ત્રનાં પાને લખાયેલી છે. સાતેય નરકમાં બબ્બે વાર અને એય ઉત્કૃષ્ટ આયુષ્યમાં. અસંખ્ય લાખ ભવો તિર્યંચના પ્રત્યેક ભેદમાં. પછી એ ભેદ જલચરનો હોય કે ચતુષ્પદનો હોય, ખેચરનો હોય કે ભુજપરિસર્પ-ઉરપરિસર્પનો હોય. એ દરેક ભવમાં તમારું મોત કાં તો અગ્નિથી અને કાં તો શસ્ત્રથી. અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થયા બાદ તમે દુ:ખોની આ ગર્તામાંથી નીકળશો બહાર. ઉત્તમ ધર્મસામગ્રી, મનુષ્યભવ પામી સ્વીકારશો સંયમ અને પામશો કેવળજ્ઞાન. કેવળજ્ઞાન પામ્યા પછીની પ્રથમ દેશનામાં તમે તમારા દુ:ખદ ભવભ્રમણની વાત કરીને સહુને આપવાના છો એક જ સલાહ કે ‘જીવનમાં ક્યારેય ધર્માચાર્યનો કે ધર્મગુરુનો દ્રોહ ન કરશો. એ દ્રોહના કટુ વિપાકો કેવા હોય છે એ શબ્દોમાં વર્ણવી શકાય તેવા નથી.' ગોશાલક ! પ્રભુ વીર પર તમે મૂકેલી તેજોલેશ્યા પ્રભુ વીરને પ્રદક્ષિણા આપીને તમારા શરીરમાં જ પ્રવેશી ગઈ છે અને તમારી હાલત એણે બગાડી નાખી છે. પ્રભુ, ગુરુદેવના દોષો બોલવાનું મને મન થાય તો મારી જીભને તું બોલતી બંધ કરી દેજે. એ અનંતોપકારીના દોષો જોવાનું મને મન થાય તો મારી આંખોની જોવાની શક્તિ તું હરી લેજે. એમની સામે પડવાનું મન થાય તો મારા શરીરને લકવાગ્રસ્ત બનાવી દેજે. હું ગૌતમ ન બની શકે તો ય તું મને ગોશાલક તો બનવા જ ન દેતો.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100