Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 60
________________ કમાલનું દુ:ખદ આશ્ચર્ય તો એ સર્જાયું છે કે એકવાર ગોચરી માટે બહાર નીકળેલા વસુભૂતિ મુનિ પર તારી દૃષ્ટિ પડી છે અને પૂર્વ ભવના રાગના કારણે તું એમના પડછાયાની જેમ એની પાછળ ચાલવા લાગી છે. મુનિવર ઉપાશ્રયમાં હોય છે ત્યારે હું બહાર બેસી રહે છે પરંતુ જેવા મુનિવર ઉપાશ્રયમાંથી બહાર નીકળે છે, તું એમની પાછળ પાછળ ચાલવા લાગે છે. તારી આ પાગલતાને નિહાળીને અજ્ઞાની લોકોએ મુનિવર વસુભૂતિનું નામ ‘કૂતરી પતિ’ પાડી દીધું છે. પોતાના પડી ગયેલા આ નામથી અત્યંત લજ્જા પામેલા એ વર્તુભૂતિ મુનિવર એકવાર તારી નજર ચુકાવીને અન્યત્ર વિહાર કરી ગયા છે અને મુનિવરના લાંબા સમય સુધી દર્શન ન થવાનાં કારણે અત્યંત વિહ્વળ બની ગયેલ તું ટૂંક સમયમાં આર્તધ્યાનમાં મરી છે અને મરીને જંગલમાં વાંદરી તરીકે ઉત્પન્ન થઈ છે. બન્યું છે એવું કે એકવાર વસુભૂતિ મુનિવર જંગલરસ્તે વિહાર કરી રહ્યા છે અને તારી નજર એમના પર પડી છે. પૂર્વભવના એ જ રાગના કારણે તું એમની સાથે થઈ ગઈ છે. મુનિવર જંગલમાંથી નગરીમાં ગયા છે ત્યાં ય તું એમની સાથે ને સાથે જ ચાલી રહી છે. અજ્ઞાની લોકોએ આ જોયું છે અને એમણે મુનિવરનું નામ ‘વાંદરી પતિ’ પાડી દીધું છે. પાગલત્તાની વાત તો એ બની છે કે આ સાંભળીને ખુરા થતી રહેતી નું વિષયોની ચેષ્ટા કરી રહી છે ! મુનિવર તારી આ ગંદી ચેષ્ટાથી થાકી ગયા છે, લજ્જિત થઈ ગયા છે અને એકવાર તક મળતાં જ તારી નજર ચુકાવીને એ અન્યત્ર વિહાર કરી ગયા છે. તું એમના વિરહમાં ઝૂરતી રહીને આર્તધ્યાનમાં મરીને એક તળાવમાં સિઝી તરીકે જન્મી છે. સંયોગવશ શીત પરિસહ સહવાના નિમિત્તે વસભૂતિ મુનિવર એ તળાવ પાસે કાઉસ્સગ્ગધ્યાનમાં લીન છે અને તું પૂર્વના રાગના કારણે મધુર શબ્દ અને વિરહની વેદનાના અવાજો કાઢીને એમને આલિંગન કરવા લાગી છે. તારી આ સર્વથા અનુચિત ચેષ્ટાથી અકળાયેલા એ મુનિવર ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા છે અને તું એમના વિરહમાં આર્તધ્યાનમાં મરીને વ્યંતર નિકાયમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ છે. વિભંગજ્ઞાનથી મુનિ સાથેના તારા સંબંધની તને જાણ થઈ છે. મુનિવર તારી માગણીને વશ નથી થયા એ ખ્યાલે તું ક્રોધાવિષ્ટ બની જઈને મુનિની હત્યા કરવા તૈયાર થઈ ગઈ છે. એમાં તને સફળતા નથી મળી ત્યારે અનુકૂળ ઉપસર્ગો કરીને મુનિને વ્રતભ્રષ્ટ કરવા તૈયાર થઈ ગઈ છે પરંતુ મુનિવર તો પોતાના વ્રતમાં અડોલ રહીને શુભ ધ્યાનમાં લીન બની જઈને કેવળજ્ઞાન પામી ચૂક્યા છે ! પ્રભુ, આસક્તિ જો આ હદે ખતરનાક બની શકતી હોય તો મારે તને એટલું જ કહેવું છે કે હું વિજાતીયના શરીર પાછળ પાગલ ન બનતા વીતરાગતાના સૌંદર્યને લઈને બેઠેલા તારી પાછળ પાગલ બની જાઉં એવું હૈયું મને આપીને જ રહે, મારે વાસનાના ગંદવાડમાં તો નથી જ આળોટવું ! ૫૯

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100