Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 81
________________ ૪૧ મહર્ષિ તારાચંદ ! પિતા મહેન્દ્ર અને માતા તારાના પુત્ર છો તમે, નામ તમારું છે તારાચંદ. આઠ વરસની તમારી વય છે અને એ સમયે કૌશલ દેશના રાજવીએ તમારા પિતાજીના નગરને ઘેરો પાડ્યો છે. તમારા પિતાએ સામી છાતીએ એને લડત તો આપી છે પણ એ લડતમાં તમારા પિતાજીએ પોતાનો જાન ગુમાવ્યો છે. પિતાજીના મોતના સમાચાર સૈન્યમાં ફેલાતાંની સાથે જ હતાશ થયેલા સૈનિકોએ હથિયારો નીચે મૂકી દીધા છે. લોકો જીન બચાવવા ભાગી નીકળ્યા છે. તમારી માતા પણ તમને આંગળીએ વળગાડીને લોકોની સાથે ભાગી છૂટી છે અને લપાતા-છુપાતા તમે બંને ભરૂચ શહેરમાં આવી ચડ્યા છો. ક્ષુધા અને તૃષાથી પીડિત તમારી માતા ‘ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં ? શું કરું અને શું ન કરું ? ક્યાં પ્રવેશ કરું ? કોને પૂછું ? શું વાત કરું ?' આવા વિચારોમાં રમી રહી છે અને એ જ સમયે રસ્તા પર ગોચરી વહોરવા નીકળેલ સાધ્વી યુગલ પર એની ષ્ટિ પડી છે, 'ઓહ ! ધર્મમાં નિરત આ પવિત્ર સાધ્વીજીઓ તો મેં પૂર્વે મારા પિતાના ઘરે પણ અવારનવાર આવતા જોયા જ છે. એમના જ શરણે ચાલ્યા જવા દે. બધું સારું થઈને જ રહેશે’ આમ વિચારી તમારી આંગળી પકડીને એ સાધ્વીયુગલ પાસે આવી છે અને એમને વંદન કર્યું છે. 'ક્યાંથી આવો છો ?' ‘વિધ્ધ પુરથી’ 'કોના મહેમાન છો ?' ‘કોઈના ય નહીં’ ‘જો આ નગરમાં તમારું કોઈ જ નથી તો તમે ચાલો અમારી સાથે. અમારા પ્રવર્તિનીના મહેમાન થાઓ. તમે એ સાધ્વી યુગલની આ વિનંતિ સ્વીકારીને એમની પાછળ પાછળ ચાલતા પ્રવર્તિની પાસે આવ્યા છો. પ્રવર્તિનીને તમે વંદન કર્યું છે અને પ્રવર્તિનીના પૂછવાથી તમારી માતાએ એમને અથથી ઇતિ સુધીનો વૃ ાંત જણાવી દીધો છે. પ્રવર્તિનીઓ તમને બંનેને શય્યાતરને સોંપ્યા છે અને શય્યાતરે પોતાની પુત્રી સમઅને તમારી માતાને સાચવી લીધી છે અને તમને પણ બધી જ અનુકૂળતાઓ કરી આપી છે. એક દિવસ પ્રવર્તિનીએ તમારી માતાને પૂછ્યું છે, ‘હવે તમારે શું કરવું છે ? ' ‘મારા પતિ ગુજરી ગયા છે. રાજ્ય ચાલ્યું ગયું છે. પરિવાર નષ્ટ થઈ ગયો છે. કોશલ નરેશ ક્રૂર છે. બાળક અપરિપક્વ છે. રાજ્ય મળવાની કોઈ આશા નથી. હવે આપ જ કોક એવો રસ્તો બતાવો કે જેથી ભવિષ્યમાં આવી કોઈ આપત્તિઓ અમારા પર આવે જ નહીં.' ‘જો આ જ તમારો નિશ્ચય હોય તો એક કામ તમે કરો, પુત્ર તારાચંદને તમે આચાર્ય મહારાજને સોંપી દો અને તમે અમારી પાસે સંયમજીવન અંગીકાર કરી લો. જેના પ્રભાવે આ સંસારના તમામ પ્રકારનાં દુઃખો સમાપ્ત થઈને જ રોકો... તમારી માતાએ પ્રવર્તિનીની આ સલાહનો સ્વીકાર કરી ચારિત્રજીવન અંગીકાર કર્યું અને તમે અનંતનાથ ८०

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100