Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 87
________________ ૪૪ વૈશ્યા કુબેરસેના ! મધુરાપુરીની તું અતિ સુપ્રસિદ્ધ વૈશ્યા છે. રૂપ તારું એવું છે કે તું સાક્ષાત જાણે કે કામદેવની સેના જ છે. કે અચ્છા અચ્છા મર્દોને તું તારા રૂપદર્શન માત્રથી પાણી પાણી કરી રહી છે. મથુરાપુરીના યુવાનોમાં તારું રૂપ હંમેશાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. આવી રૂપરૂપના અંબર જેવી તું આજે ગર્ભવતી બની ગઈ છે. તારી માતાના પુષ્કળ આગ્રહ છતાં ગર્ભપાત ન કરાવતા તેં એક બાળક અને બાળિકાને જન્મ તો આપી દીધો છે પણ યૌવનને સાચવી રાખવાના ખ્યાલે દસ દિવસ બાદ કુબરેદત્ત અને કુબેરદત્તા, એવી બે નામથી અંકિત બે મુદ્રા કરાવી, તેમની આંગળીમાં પહેરાવી અને તેમને એક પેટીમાં પૂરી તે પેટી તેં યમુનાનદીના પ્રવાહમાં વહેતી મૂકી દીધી છે. કુબેરસેના ! યૌવનને સાચવી રાખવાના ખ્યાલે તે બંને બાળકોને જન્મના દસ દિવસ બાદ લાકડાની પેટીમાં મૂકીને યમુનાના જળપ્રવાહમાં વહેતા મૂકી દીધા છે. જળના તરંગોના પ્રવાહ સાથે તણાતી તણાતી તે પેટી શૌર્યપુર નજીક આવી છે અને ત્યાંના બે શ્રેષ્ઠિઓએ એ પેટીમાંનાં બાળક-બાળિકાને પોતાના પુત્ર-પુત્રીપણે રાખી લીધા છે એ તો ઠીક પણ યૌવનવયને તેઓ પામ્યા ત્યારે બંનેને પરસ્પર યોગ્ય જાતી મોટા ઉત્સવથી એમનો વિવાહ પણ કરી દીધો છે. ८५

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100