Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 98
________________ મારી પત્નીને આ માણસે ફસાવી હશે' એમ વિચારી એમણે તલવારથી તારું મસ્તક ધડથી અલગ કરી દીધું છે. તું એ જ પળે પરલોકમાં રવાના થઈ ગયો છે. તારી હત્યા કરીને પુરંદર ભટ્ટ તો ઘરની બહાર નીકળી ગયા છે પરંતુ તારા કપાઈ ગયેલા દેહના લોહીનો રેલો નર્મદાના દેહને સ્પર્શે છે અને એ સફાળી જાગી ગઈ છે. “અરર ! મારા પ્રિયતમની કોકે હત્યા કરી નાખી લાગે છે” આ વિચાર સાથે એણે ઘરના એક ખૂણામાં ખાડો કરીને, તારા શરીરના ટુકડા કરીને તેને ત્યાં દાટી દીધો છે. એ તો ઠીક પણ એ જ સ્થાન પર ઇટો વગેરે ગોઠવીને નાનકડા ચબૂતરા જેવું બનાવી દીધું છે. અંધારામાં લપાઈને પુરંદર ભટ્ટે આ બધું સગી આંખે નિહાળ્યું છે અને એ સ્તબ્ધ થઈ ગયા છે. આ સ્ત્રી ચરિત્ર? ત્રણ દિવસ નગરમાં જુદી જુદી જગાએ ફરીને એ ઘરે આવ્યા છે. | નર્મદા રોજ પેલા ચબૂતરા આગળ ફૂલો ચઢાવે છે, દીપક કરે છે, બનાવેલી રસોઈ ત્યાં મૂકે છે અને એને આલિંગન પણ કરે છે. પુરંદર ભટ્ટ આ બધું જોઈ રહ્યા છે અને છતાં જાણી-જોઈને એની ઉપેક્ષા કરી રહ્યા છે. કારણ કે એમને તો ભોગવટા માટે નર્મદાની જ જરૂર હતી. બાર-બાર વરસ સુધી એમણે નર્મદા સાથે વિષય સેવન કર્યું છે પરંતુ પાંચ દિવસ પૂર્વે જ પિતૃના શ્રાદ્ધ નિમિત્તે નર્મદાએ ઘરે બ્રાહ્મણોને જમવા બોલાવ્યા છે અને એમને જમાડતાં પૂર્વે થાળ લઈને એ ચબૂતરા આગળ ભોગ ધરવા ગઈ છે. પુરંદર ભટ્ટે આ જોયું છે અને હસતાં હસતાં એ બોલી પડ્યા છે. આજે પણ ત્યાં શું જાય છે?' નર્મદા આ સાંભળીને ચોંકી ગઈ છે. એને શંકા પડી ગઈ છે કે “નક્કી, મારા આ પતિએ જ મારા પ્રિયતમને મોતને ઘાટ ઉતારી દીધો લાગે છે. ઓહ! બાર-બાર વરસ સુધી મને આની જાણ જ ન થઈ? ખેર, આજે ને આજે જ હવે એને ન પતાવી દઉં તો મારું નામ નર્મદા નહીં.' અને અર્જુન, તારી એ કાતિલ પ્રિયતમાએ સાંજના ભોજનમાં પોતાના પતિને તો ઝેર આપીને પરલોકમાં રવાના કરી દીધો છે પણ શેરીનો એક કૂતરો કે જે વારંવાર પેલા ચબૂતરા પાસે આવીને બેસી જતો હતો એને ય ભોજનમાં ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધો છે. અર્જુન, કાન ખોલીને તું સાંભળી લે. નર્મદા પ્રત્યેની કારમી આસક્તિના પાપે તું પુરંદર ભટ્ટથી કપાયા બાદ કૃમિ બન્યો છે. ઢેઢગીરોળી બન્યો છે. ઉંદર બન્યો છે. દેડકો બન્યો છે. અળસિયો બન્યો છે. સર્પ બન્યો છે અને નર્મદા દ્વારા જે કૂતરાને ઝેર આપીને મારી નખાયો છે એ કૂતરો પણ તું જ બન્યો છે. સાતેસાત ભવો તું નર્મદાના ઘર પાસે જ જન્મ્યો છે અને દરેક ભવમાં નર્મદા દ્વારા જ તું મરાયો છે ! કમેં તારા આ બેહાલ કર્યા છે ! પ્રભુ! કાચીંડાના કયા રંગ પર ભરોસો કરવો? વાદળના કયા આકાર પર વિશ્વાસ મૂકવો? સંસારના કયા સંબંધ પર દિલને ઠારવું? એમ લાગે છે કે તારા સિવાય આ જગતમાં ક્યાંય ઠરવા જેવું નથી. અર્પણ કર દૂ દુનિયાભરકા હર પ્યાર તુમ્હારે ચરણોં મેં... 9

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100