Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 83
________________ શ્રેષ્ઠી નાગદત્તા! જે મહેલને ચણાવતાં બાર-બાર વરસનાં વહાણાં વીતી ગયા છે એ મહેલ હવે સંપૂર્ણપણે ચણાઈ ગયો છે અને તમે ચિત્રકારને બોલાવીને કઈ દીવાલ પર કેવાં ચિત્રો કરવા એની સૂચના આપી રહ્યા છો અને એ જ સમયે ત્યાંથી ચાર જ્ઞાનના સ્વામી એક મુનિ ભગવંત પસાર થઈ રહ્યા છે. એમના કાને ચિત્રકારને તમારા દ્વારા અપાઈ રહેલ સૂચનાના શબ્દો પડ્યા છે અને તેઓ હસી પડ્યા છે. તમે આ જોયું છે અને વિચારમાં ચડી ગયા છો. ‘હું મારા મહેલ અંગે ભલામણ કરતો હોઉં એમાં મુનિ ભગવંતે હસવાની જરૂર શી છે? જરાક નવરો થાઉં એટલે એમની પાસે જઈને આ અંગે ખુલાસો કરી લઉં છું.” તમે ઘરે જમવા આવ્યા છો. થાળી પીરસાઈ ગઈ છે અને તમે નાના દીકરાને ખોળામાં બેસાડીને રમાડી રહ્યા છો. એ જ વખતે એ દીકરાએ પેશાબ કર્યો છે. એના છાંટા થાળીમાં રહેલ ભોજનનાં દ્રવ્યો પર પડ્યા છે અને એ છતાં ય તમે પ્રસન્નતાપૂર્વક એ ભોજન પેટમાં પધરાવી રહ્યા છો. ખોળામાં બેસાડેલ બાળકે કરેલ પેશાબ થાળીમાં ગયાનું જાણવા છતાં થાળીમાં પીરસાયેલ ભોજન ટેસથી આરોગતા તમને જોઈને નાગદત! ગોચરી વહોરવા આવેલ મુનિ ભગવંતના ચહેરા પર સ્મિત ફરકી ગયું છે. ૮૨

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100