Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 78
________________ ક તમામ સાધુઓને ખતમ કરી નાખવાના દુષ્ટાશય સાથે વાસવ ! તે પ્રાસુક જળમાં તાલપુટ વિષ ભેળવી દેવાનું હિચકારું કૃત્ય આચરી દીધું છે. પણ, જંગલમાં અચાનક સળગી ઊઠ્યો છેદાવાનળ અને એમાં એ ભડથું થઈને રવાના થઈ ગયો છે સાતમી નરકમાં. અને આ બાજુ જાગ્રત એવા શાસનદેવતાએ પેલું તાલપુટ વિષયુક્ત જળ ઢોળી દઈને આચાર્ય ભગવંત વગેરે સહુના પ્રાણ બચાવી લીધા છે. પેલો વાસવ, સાતમી નરકમાંથી નીકળીને મત્સાદિક વગેરે ભવોમાં ભમીને અત્યારે ભુવનતિલક રાજકુમાર થયો છે. શેષ રહેલા પાપના ઉદયથી એ આવી દુર્દશાને પામેલો છે. તો ત્યાં જઈને પૂર્વભવનું આ વૃત્તાંત એને સંભળાવો. એ સજ્જ થઈ જશે. અને ભુવનતિલક, એ વૃત્તાંત સાંભળીને તમે માત્ર સજ્જ જ નથી થઈ ગયા, કેવળી ભગવંત પાસે આવીને સંયમજીવન પણ અંગીકાર કરી ચૂક્યા છો અને કેવળજ્ઞાન પામી મોક્ષમાં પણ પધારી ગયા છો. પ્રભુ! શ્વાસ વિના જો શરીર નથી ટકતું તો વિનય વિના સંસાર પણ સીધો નથી જ ચાલતો. વાસ્તવિકતા આ હોવા છતાં જનમોજનમથી તગડેબાજ બની રહેલો અહં, આત્માને ઉત્તમજીવનમાં ય ઉદ્ધત બનાવતો જ રહે છે. મારી એક જ વિનંતિ છે. મારા અહંને તું તારી પાસે રાખી લે. હું સેવક ખરો પણ તારો! હું ભક્ત ખરો પણ તારો ! મારું કામ થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100