Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 58
________________ અને તમે બંનેએ અનશન ઝુકાવી જ દીધું છે. તમારા આ અનશનના સમાચાર જેમ જેમ પ્રસરતા ગયા છે તેમ તેમ ચારે ય બાજુથી લોકો તમારા દર્શનાર્થે તમારા સ્થળે આવવા લાગ્યા છે અને એક દિવસ તો ચક્રી સનકુમારની પત્ની ખુદ તમારા દર્શનાર્થે આવી છે. બન્યું છે એવું કે વંદન કરતાં કરતાં સ્ત્રીરત્ન સુનંદાના વાળની લટ તમારા પગને સ્પર્શી ગઈ છે. જેના વાળની લટનો સ્પર્શ આટલો આલાદક છે એના સમગ્ર શરીરનો સ્પર્શ તો કેટલો આહલાદક હશે !' રાગની આ ઉત્કટ માત્રી વચ્ચે તમે નિયાણું કરી લીધું છે કે “સંયમપાલનના ફળ સ્વરૂપે મને પરભવમાં સ્ત્રીરત્ન મળે !” કાળ કરીને તમે દેવલોકમાં તો ગયા જ છો પરંતુ પછીના ભવમાં તમે બન્યા છો બ્રહ્મદત્ત ચક્રવર્તી. સ્ત્રીરત્નમાં કારમાં આસક્ત બનીને નીકળી પડ્યા છો સાતમી નરકની યાત્રાએ... ‘સંભૂતિ મુનિવર ! વંદન કરતાં કરતાં સુનંદાના વાળની લટ તમારા પગને સ્પર્શી ગઈ અને એ મુલાયમ સ્પર્શે તમારા ચિત્તતંત્રને ખળભળાવી નાખ્યું. પ્રભુ, આસક્તિના બિંદુ જેટલા સુખના ગર્ભમાં રહેલ પીડાના મહાસાગરનાં દર્શન હું કરી શકું એવી નિર્મળ દૃષ્ટિનો સ્વામી તો તું મને બનાવી જ દેજે. કારણ કે હું તો દુઃખ વિનાના સુખનો ચાહક છું અને એ સુખ અનાસક્ત ભાવના સ્વામીને જ સુલભ છે. પ

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100