Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 74
________________ મંદિરના પરિસરમાં નિદ્રાધીન અરુણદેવ! તમારી બાજુમાં કંકણ અને તલવાર મૂકીને ચોર ભાગી રહ્યો છે. બોલ, શું છે?' ‘તારા પિતાજી હવે હાજર નથી. ઘરમાં હાંલ્લાં કુસ્તી કરી રહ્યા છે. હું તો કામ કરવા બહાર જાઉં જ છું પણ હવેથી તારે ય કામ કરવા બહાર જવું જ પડશે. રોટલા-પાણી ભેગા આપણે તો જ પહોંચી શકશું.' “હું ચોક્કસ જઈશ.' અને પછી તો આ ક્રમ રોજનો બની ગયો છે. મા અલગ કામ કરી રહી છે અને દીકરો અલગ કામ કરી રહ્યો છે. પણ એમાં એક દિવસ બન્યું છે એવું કે પુત્ર સર્ગ જંગલમાંથી લાકડાનો ભારો લઈને ઘરે આવ્યો છે. ઘરમાં ચારે ય બાજુ તપાસ કરવા છતાં એને ભોજન મળ્યું નથી અને એ જ સમયે મા ચન્દ્રા ઘરમાં દાખલ થઈ છે. ‘તું શું શૂળીએ ચડવા ગઈ હતી ? આટલી વાર તને ક્યાં લાગી ?' સર્ગ બરાડી ઊઠ્યો છે. ‘તારા કાંડા કપાઈ ગયા હતા? આ સીકા પરનું ભોજન તેં લીધું નહીં? ચન્દ્રાએ સામે સંભળાવી દીધું છે. અરુણદેવ, એ સર્ગ મરીને તમે બન્યા અને દેવની, એ ચન્દ્રા મરીને તું બની. હિસાબ બરાબર મળી ગયો. પ્રભુ, ક્રોધના આવેશ તો દારૂના નશા કરતાં ય ભયંકર છે એ વાત હવે બરાબર સમજાઈ ગઈ છે. દારૂ તો એક જ જીવન બગાડે છે પણ ક્રોધ તો ભવોભવ બગાડી નાખે છે. મારી તને એક જ પ્રાર્થના છે. મારા પુણ્યને તું તીવ્ર ન બનાવે તો કાંઈ નહીં. મારા ક્રોધને તો તું મંદ અને અલ્પ બનાવી જ દે. મારો પરલોક બગડતો અટકી જ જશે. 93

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100