Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 57
________________ As Y સંભૂતિ મુનિવર ! તમારા મોટાભાઈ ચિત્ર અને તમે, બંનેનો કંઠ સુરીલો છે. તમારા ગળામાંથી સંગીત વહે છે અને એને સાંભળવા યુવાન-યુવતીઓનાં ટોળેટોળાં તમારી પાછળ પાગલ બનીને દોડવા લાગે છે. યુવાનો પોતાના બજારના કામો છોડી રહ્યા છે તો યુવતીઓ પોતાનાં ઘરના કામો છોડી રહી છે. નગરીના રાજાના કાને આ સમાચાર આવ્યા છે અને એના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ છે. “રૂપ અને શબ્દ, એ તો બ્રહ્મચર્ય માટે ભારે ઘાતક છે. જો સંગીત પાછળ પાગલ બની રહેલ આ યુવક-યુવતીઓને રોકવામાં નહીં આવે તો ભારે અનર્થો સર્જાતા રહેશે. અલબત્ત, આ અનિષ્ટને રોકવાનો શ્રેષ્ઠ વિકલ્પ આ જ છે કે બંને ભાઈઓને જ નગરીમાંથી તગેડી દેવામાં આવે.” અને, રાજાએ તમને બંને ભાઈઓને દેશનિકાલની સજા કરી દીધી છે. માત્ર કંઠ સુરીલો હોવાના કારણે આ સજા?' આ વિચારે તમે બંને ભાઈઓ હતાશ થઈ ગયા છો અને જિંદગી ટૂંકાવી દેવાનો નિર્ણય કરી બેઠા છો. એક પર્વત પર તમે બંને પહોંચી ગયા છો. ત્યાંથી તમે નીચે કૂદકો લગાવો એ પૂર્વે એક મુનિવરની તમારા પર નજર પડી છે અને એમણે તમને બંનેને બૂમ લગાવીને આપઘાત કરતા રોકી દીધા છે. પ્રેમથી તમને સંસારની અસારતા અને સંયમજીવનની મહાનતા સમજાવી છે અને તમે બંને સંયમના માર્ગે ચાલી નીકળ્યા છો. કેટલાક સમય બાદ, તમો બંને વિહાર કરીને હસ્તિનાપુરમાં આવ્યા છો. માસખમણના પારણે તમે ગોચરી વહોરવા નીકળ્યા છો અને તમારા પર ચક્રવર્તી સનકુમારના મંત્રીશ્વર નમુચિની નજર પડી છે. ઓહ ! આ તો એ જ બે ભાઈઓ !' કોણ ?’ જેમનો કંઠ સુરીલો હોવાના કારણે યુવક-યુવતીઓનાં ટોળેટોળાં જેમની પાછળ પાગલ બનીને ભટકતા હતા એ ચંડાલપુત્રો !” ‘સાધુ બની ગયા લાગે છે” ‘ભલે સાધુ બની ગયા હોય, આ નગરીમાં તો તેઓ ન જ હોવા જોઈએ’ આ ખ્યાલ સાથે નમુચિએ સિપાઈઓ દ્વારા તમને બંનેને નગરીની બહાર ધકેલાવી તો દીધા પણ, સંભૂતિ મુનિવર, તમે ક્રોધમાં આવી ગયા છો. અમે સાધુ બની ગયા છીએ તો ય આ અપમાન? આ અવગણના? આ તિરસ્કાર? આ નમુચિને જીવતો જ સળગાવી ન નાખું તો મારું નામ સંભૂતિ નહીં. આ ખ્યાલ સાથે નમુચિ પર તેજોવેશ્યા મૂકવા તમે તૈયાર થઈ ગયા છો. તમારા મુખમાંથી ધુમાડા નીકળવાના ચાલુ થઈ ગયા છે. તમારું આ વિકરાળ સ્વરૂપ સનકુમાર ચક્રીના જોવામાં આવ્યું છે અને એ ડરી ગયો છે. એણે તમારી તો માફી માગી જ લીધી છે પરંતુ મંત્રીશ્વર નમુચિ પાસે પણ એણે માફી મંગાવી છે. બંધુ ચિત્ર મુનિવરની સમજાવટથી તમે બધાયને માફી આપી તો દીધી છે પરંતુ તમે બંને જણા એક નિર્ણય પર આવી ગયા છો. ‘આ શરીર છે એટલે જ કષાયો કરવા પડે છે ને ? આપણે અનશન જ ઝુકાવી દઈએ. ન ગોચરીની જરૂર પડે, ન એ માટે ક્યાંય જવું પડે કે ન એ અંગે કષાયો કરવા પડે’ ૫૬

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100