Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 37
________________ ૧૯ અનુકંપાપાત્ર મૃગાપુત્ર ! પરમાત્મા મહાવીરદેવના કહેવાથી પ૦,000 કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ ગૌતમસ્વામી ખુદ આજે તારા ઘરના આંગણે પધાર્યા છે. એમના આકસ્મિક આગમનથી સ્તબ્ધ થઈ ગયેલ તારી માતાએ એમને પૂછ્યું છે, ‘ભગવન, આપનું દુર્લભ આગમન અકસ્માત કેમ થયું ?' 'પ્રભુના વચનથી. ‘પ્રભુએ આપને મારે ત્યાં મોકલ્યા છે ?' ‘હા’ ‘પણ કારણ કાંઈ ?' ‘તારા પુત્રને જોવા’ અને મૃગાપુત્ર, તારી માતાએ તારા અન્ય ભાઈઓને - કે જેઓ સુંદર મુખાકૃતિ ધરાવી રહ્યા છે – બતાવ્યા એટલે ગણધર ભગવંતે એને કહ્યું છે કે “આ સિવાય તારા જે પુત્રને તે ભૂમિગૃહમાં રાખ્યો છે એ બતાવ ‘ભગવન્, એ પુત્રને જો આપ જોવા માગો છો તો એક કામ કરો. પહેલાં મુખે વસ્ત્ર બાંધો અને પછી થોડીકવાર રાહ જુઓ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું અને તેમાંથી કેટલીક દુર્ગંધ નીકળી જાય તેમ કરું' ક્ષણવારે તારી માતા ગૌતમસ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ અને ગૌતમ સ્વામી તારી નજીક આવ્યા અને એમણે તને જોયો. તારું શરીર પગના અંગૂઠા, હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથથી રહિત હતું અર્થાત્ આ બધાં અંગોપાંગો તારા શરીર પર હતા જ નહીં. જન્મથી જ તું નપુંસક, બધિર અને મૂંગો હતો. તારા શરીરની અંદરની આઠ નાડીમાંથી અને બહારની આઠ નાડીમાંથી સતત રુધિર અને પરુ સ્રવ્યા કરતું હતું. જાલિમ અને દુસ્સહ વેદના તું સતત ભોગવી રહ્યો હતો. તું જાણે મૂર્તિમાન પાપ હોય તેવો લાગી રહ્યો હતો. તારું આ બિહામણું સ્વરૂપ ગૌતમસ્વામીની કલ્પના બહારનું હતું. એમના માનવામાં જ નહોતું આવતું કે પાપકર્મનો આવો ઉદય માનવના શરીર પર દેખા દઈ શકે છે. પણ તને એમણે નજીકથી જોયો હતો એટલે આ વાસ્તવિકતાને સ્વીકારી લેવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. ભૂમિગૃહમાંથી ગૌતમસ્વામી બહાર તો આવી ગયા છે પણ એમની આંખો સમક્ષ હજીય તારું શરીર જ તરવરી રહ્યું છે. એ જ વિચાર એમના મનમાં રમી રહ્યો છે, ‘વહેલી તકે હું પહોંચી જાઉં પ્રભુ વીર પાસે અને પૂછી લઉં એમને તારા પૂર્વભવની દાસ્તાન.' અને તારા ઘરેથી નીકળીને પ્રભુ પાસે આવી ચૂકેલા ગૌતમસ્વામીએ પ્રભુને વિનયપૂર્વક પૂછી લીધું છે, હે પ્રભુ, આ જીવ કયા કર્મથી માનવના શરીરે નારકીના જેવું દુઃખ ભોગવી રહ્યો છે ?’ અને પ્રભુએ એમની સમક્ષ તારા પૂર્વની દાસ્તાન રજૂ કરી દીધી છે. ‘શતકાર નામના નગરમાં ધનપતિ નામના રાજાનો ઇક્કાઈ રાષ્ટ્ર નામનો એક સેવક હતો. રાજાએ એને પાંચસો ગામનો અધિપતિ બનાવ્યો તો હતો પણ સાતેય વ્યસને એ પૂરો હતો તો સાથોસાથ ક્રૂરતામાં એ પરમાધામી જેવો હતો . લો કો પર આકરા કરવેરાઓ નાખીને એમને એ પીડતો હતો અને હાલતા ને ચાલતા એમના કાન નેત્ર વગેરે છેદીને એમને હેરાન કરતો હતો. ૩

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100