Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 50
________________ આ વિચાર સાથે મંત્રી શીલસન્નાહ તમારી નગરીમાંથી ગુપ્ત રીતે નીકળી જઈને અન્ય કોક રાજ્યના વિચારસાર નામના રાજાને ત્યાં સેવક તરીકે ગોઠવાઈ તો ગયા છે પરંતુ એક દિવસ એ રાજાએ શીલ સન્નાહને પૂછ્યું છે કે, “મારા પહેલાં તે જે રાજાની સેવા કરી છે તેનું નામ તથા તારું કુળ, જાતિ વગેરે કહે “રાજનું, મેં જે રાજાની પ્રથમ સેવા કરી છે તેની આ મુદ્રા જુઓ. બાકી તેનું નામ તો ભોજન કર્યા પહેલાં લેવું યોગ્ય નથી. કેમ કે જો ભોજન કર્યા પહેલા તેનું નામ લેવામાં આવે છે તો તે દિવસ અન્ન વિનાનો જાય છે' શીલસન્નાહે આપેલા આ જવાબથી સ્તબ્ધ થઈ ગયેલ રાજવી વિચારસારે રાજસભામાં જ ભોજન સામગ્રી મંગાવી છે અને હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું છે કે હવે તો એ રાજાનું નામ જણાવ.' જ્યાં ‘રૂક્મિ રાજા’ આમ શીલસન્નાહ બોલ્યો છે એ જ પળે રાજસભામાં દોડી આવેલા દૂતે રાજાને સમાચાર આપ્યા છે કે ‘શત્રુરાજાએ આપણાં નગરને ઘેરો ઘાલ્યો છે” આ વાક્ય સાંભળતાની સાથે જ હાથમાં રહેલ કવળને મૂકી દઈને રાજા યુદ્ધ કરવા નીકળી પડ્યો છે. મંત્રી શીલ સન્નાહ પણ રાજા પાછળ જ ગયો છે પણ દુશ્મન રાજાના સુભટો જ્યાં મંત્રી સન્મુખ આવી ગયા છે ત્યાં “બ્રહ્મચર્યમાં આસક્ત એવા શીલસન્નાહને નમસ્કાર છે' આવી આકાશવાણી કરવા સાથે શાસનદેવીએ એ સુભટોના હાથ ખંભિત કરી દીધા છે અને શીલસન્નાહ પર પુષ્પવૃષ્ટિ કરી છે. આ વાક્ય શીલસન્નાહના કાને પડતાં જ એ વિચારમાં ચડી ગયો છે. તુર્ત એને જાતિસ્મરણજ્ઞાન તો થઈ ગયું છે પરંતુ સાથોસાથ એને અવધિજ્ઞાન પણ ઉત્પન્ન થઈ ગયું છે અને ત્યાં ને ત્યાં જ પંચમુષ્ટિ લોચ કરીને એણે સંયમજીવન અંગીકાર કરી લીધું છે. રૂક્મિ ! આ જ શીલસન્નાહ મુનિવર વિહાર કરતાં એક દિવસ તમારી નગરીમાં પધાર્યા છે અને એમની દેશના સાંભળીને તમે ય ચારિત્રજીવન અંગીકાર કરી લીધું છે. અનુક્રમે વિહાર કરતાં સમેતશિખર પહોંચેલા એ મુનિવર જ્યારે અનશન કરવા તૈયાર થઈ ગયા છે ત્યારે એમની સાથે તમે ય અનશન ઝુકાવી દેવાની તૈયારી દાખવી છે. ‘ભવસંબંધી સર્વ પાપોની આલોચના લઈને પહેલ્યાં શલ્ય રહિત થઈ જાઓ અને પછી અનશન ઝુકાવો” મુનિવરની આ સલાહ સાંભળી તમે દૃષ્ટિવિકાર વિનાનાં સર્વ પાપોની આલોચના લીધી છે. “રાજસભામાં તમે મારી સામે વિકારી નજરે જોયું હતું એનું શું?’ મુનિવરના આ કથન સામે ‘એ તો મેં સહજ નિર્દભપણે જોયું હતું.' આવો જવાબ તમે આપી દીધો છે અને તમારા આ દંભપૂર્વકના ઉત્તરે તમારા સંસારના એક લાખ ભાવ વધારી દીધા છે ! પ્રભુ, પાપનો આટલો પણ બચાવ જો લાખ ભવનું ભ્રમણ વધારી દેતો હોય તો હું તો સમજી જ નથી શકતો કે મારા કેટલા અબજો ભવો હું આ જીવનમાં વધારી રહ્યો હોઈશ! પાપ છોડી દેવાનું સત્ત્વ મારી પાસે ન હોય તો ય પાપ સ્વીકારની સબુદ્ધિ તો તું મને આપી દે! ૪૯

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100