Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 20
________________ સંયમજીવનનું તમે સુંદર પાલન કરી તો રહ્યા જ છો પરંતુ એક દિવસ બન્યું એવું કે ચકવા-ચકવીના સંયોગનું કામોત્તેજક દશ્ય તમારી નજરે પડી ગયું છે અને એનાથી કામાતુર બની ચૂકેલા તમે વિચારમાં ચડી ગયા છો કે ‘અરિહંત પ્રભુએ શું જોઈને આ કર્મની મુનિને આશા નહીં દીપી હોય ? અથવા ભગવંત પોતે અવંદી છે એટલે એમને વેદધારીના દુઃખનો શું ખ્યાલ હોય ?’ અલબત્ત, પળવારમાં તમે આ વિચારથી પાછા તો ફરી જ ગયા છો પરંતુ તમારું ચિત્ત પશ્ચાત્તાપથી વ્યાપ્ત બની ગયું છે “મેં ખૂબ ખોટું વિચાર્યું. પણ આની આલોચના હું લઈશ કેવી રીતે ? કેમકે આ વાત મારાથી કહેવાવી મુશ્કેલ છે. અને નહીં કહું તો મનમાં શલ્ય રહી જશે અને શલ્ય રહી જશે તો તેની શુદ્ધિ થશે નહીં. લાવ, હિંમત કરીને પણ આલોચના લઈ લેવા દે’ આમ વિચારી આલોચના લેવા માટે ગુરુ પાસે જવા તમે તૈયાર તો થઈ ગયા પણ રસ્તા પર જેવા કદમ માંડ્યા, તમારા પગમાં કાંટો ઘૂસી ગયો. તમને એમાં અપશુકનનાં દર્શન થયા. અને તમે તમારો વિચાર બદલી નાખ્યો. ગુરુ પાસે તમે પહોંચી તો ગયા પણ બીજાના નામે તમે ગુરુને પૂછ્યું. ‘જે આવું દુર્ધ્યાન ચિંતવે તેને પ્રાયશ્ચિત શું આવે ?' ‘આમ પૂછવાનું કારણ શું છે ?’ ગુરુના આ પ્રશ્નનો તમે ગોળ ગોળ જવાબ આપી તો દીધો પણ ગુરુએ જે પ્રાયશ્ચિત બતાવ્યું એ પ્રાયશ્ચિતના આધારે તમે ૫૦ ૫૦ વરસ સુધી તપ કરી દીધું. તમે કરેલ તપની વિગત શાસ્ત્રોનાં પાને આ પ્રમાણે લખાઈ છે. છઠ્ઠ, અક્રમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી પારણે નીવિ. આ પ્રમાણે ૧૦ વરસ. ૨ વરસ સુધી માત્ર નિર્લેપ ચણાનો આહાર. ૨ વરસ સુધી ભૂંજેલા ચણાનો આહાર. ૧૬ વરસ સુધી માસખમણને પારણે માસખમણ અને ૨૦૨૨સ સુધી લાગટ આયંબિલ, હૃદયના ધબકારા વધી જાય અને છાતીનાં પાટિયાં બેસી જાય એવો આ તપ તમે એટલા માટે ઝુકાવી દીધો છે કે તમે દુર્ગતિમાં જવા તૈયાર નહોતા. અનંતકાળે હાથમાં આવેલ સંપમવનને તમે નિષ્ફળ બનાવી દેવા માગતા નહોતા. તીર્થંકર ભગવંતના વરદ હસ્તે મળેલ સંયમજીવનને તમે વિચારના સ્તર પર પણ કલુષિત રાખવા માગતા નહોતા. પણ, કર્મસત્તાએ તમારી ધારણા ધૂળમાં મેળવી દીધી. પરપર વરસની આ જંગી તપશ્ચર્યાં પછી ય તમને આર્તધ્યાનથી મુક્તિ ન મળી કારણ કે તમારી પાસે તપનો જે વૈભવ હતો એ નિર્દભ નહોતો, શક્ય સહિતનો હતો. અને આ સશલ્ય તપશ્ચર્યા પછી તમે દાસી વગેરેના અસંખ્ય ભવોમાં મહાદુ:ખો ભોગવવા સંસારની યાત્રાએ નીકળી પડ્યા છો ! પ્રભુ ! હૃદયમાં શક્યો પાર વિનાના છે અને તપશ્ચર્યાના નામે હાથમાં કાણી કોડી પણ નથી. અનંતભવે પણ ઠેકાણું પડશે કે કેમ એમાં શંકા છે. અશ્રુસભર આંખે તને એટલું જ કહું છું કે મને અતિચાર રહિત જીવન તું ન આપે તો ય સરળતાસભર મન તો આપી જ દે. નહિતર મારી તો હાલત બગડી જશે ! ૧૯

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100