________________
અને અગ્નિશર્મા,
રાજાના હૃદયના આ ભાવોને જોઈને તમે એની એ વિનંતિનો સ્વીકાર કરી લીધો છે. મા ખમણના પારણે તમે એને ત્યાં વહોરવા ગયા પણ છો પરંતુ ગુણસેન ખુદ પેટની પીડાથી ઘેરાઈ ગયો હોવાના કારણે એને ત્યાં કોઈએ તમારા આગમનની નોંધ પણ લીધી નથી અને તમે ભોજન લીધા વિના આશ્રમે પાછા આવી ગયા છો અને બીજું માખમણ શરૂ કરી લીધું છે.
અગ્નિશમ! માસખમણના પારણાનો લાભ આપવાની રાજવી ગુણસેનની વિનંતિ સ્વીકારતા તમને કલ્પના ય
ક્યાં હતી કે આ વિનંતિ સ્વીકાર તમારા માટે આફતનું કારણ બની રહેવાનો છે !
રાજવી ગુણસેનને પીડાશમન પછી આ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો છે અને એ વ્યથિત હૃદયે અશ્રુસભર નયને ક્ષમા માગવાપૂર્વક એણે પુનઃ આપને પારણા માટે પોતાને ત્યાં પધારવાની વિનંતિ કરી છે અને આપ એ વિનંતિનો સ્વીકાર કરીને એને ત્યાં પારણા માટે ગયા પણ છો પણ આજે એને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે અને એના હર્ષોલ્લાસમાં આખોય રાજ પરિવાર ડૂબી ગયો હોવાના કારણે આજેય આપનું પારણું ચુકાઈ ગયું છે.
પૂર્ણ પ્રસન્નતા સાથે આપે ત્રીજું મા ખમણ શરૂ કર્યું છે અને એના પારણાં માટે ય રાજવી ગુણસેનને ત્યાં જવાનું આપે સ્વીકાર્યું છે પણ એ પારણું ય દુમન રાજાના આક્રમણના ભયના પ્રતિકારમાં રાજા વ્યસ્ત હોવાના કારણે ચુકાઈ ગયું છે. અને ભયંકર આવેશમાં આવીને આપે નિયાણું કરી દીધું છે કે ‘તપના આ વૈભવના પ્રતાપે જનમોજનમ હું ગુણસેનને ખતમ કરનારો બની રહ્યું
પ્રભુ! કાદવવાળા રસ્તે શરીરને સાચવવું સરળ છે પરંતુ અપેક્ષાભંગના રસ્તે મનને સ્વસ્થ રાખવું અને સંયમમાં રાખવું સાચે જ ભારે કઠિન છે. હું તારી પાસે એ નથી માગતો કે મારા ખભા પરનો બોજો તું ઓછો કરી નાખ. હું તો તારી પાસે એ માગું છું કે મારા ખભાને તું મજબૂત બનાવી દે !
૨ ૧