Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ કરેલ ભંગથી કોપાયમાન થયેલ શાસનદેવીએ આકાશવાણી કરી છે કે “જો માગધિકા નામની ગણિકા કૂલવાલક મુનિને ચારિત્ર ભ્રષ્ટ કરીને લાવે તો તેની સહાયથી કોણિક વિશાલાને જીતી શકે, તે વિના તે નગરી જિતાશે નહીં.' કોણિકે આ આકાશવાણી સાંભળીને માગધિકા ગણિકાને બોલાવીને સત્કારપૂર્વક તમને ભ્રષ્ટ કરીને લાવવાનું કહ્યું છે. કોણિકની વાત સ્વીકારી લઈને એ માગધિકા ગણિકા તમારી પાસે શ્રાવિકાનો વેશ કરીને આવી છે. તમને કપટથી એણે ગોચરીમાં નેપાળાના ચૂર્ણથી મિશ્રિત મોદક વહોરાવ્યા છે, જેનાથી તમને અતિસારનો વ્યાધિ થઈ ગયેલ છે. તમારી સેવા કરવા એણે બીજી નાની નાની ગણિકાઓ રાખી દીધી છે. એ સહુની સેવા લેતા લેતા છેવટે તમે ચારિત્રથી ભ્રષ્ટ થઈને જ રહ્યા છો. ત્યારબાદ એ માગધિકા ગણિકા તમને કોણિક પાસે લઈ આવી છે અને કોણિકને તમે વિશાલાને જીતવાનો ઉપાય બતાડી દઈને ચટક રાજાને પરાજિત કરવામાં સફળતા તો અપાવી છે પરંતુ તમે પોતે ગુર્વાજ્ઞાના ભંગથી અને માગધિકાના સંગથી અનેક પાપો કરીને દુર્ગતિમાં રવાના થઈ ગયા છો. લબ્ધિધર કૂલવાલક મુનિ! ગુરદ્રોહના તમે કરેલા પાપે તમને વેશ્યાએ કેવી ચાલાકીથી ભ્રષ્ટ કરી દીધા! પ્રભુ, મનનો જે દોષ મને ઉપકારીઓના ઉપકારને જોવા ન દે, યાદ રાખવા ન દે, સમજવા ન દે અને એમની સામે બળવો કરવા પ્રેરે એ કૃતદનતાના દોષથી તું મને બચાવતો જ રહેશે. કારણ કે એ દોષનું પોત તો એવી આગનું છે કે જે તમામ ગુણોને સળગાવીને રહે છે. ૨૯

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100