Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ મંખલિપુત્ર ગોશાલક ! ઇન્દ્રભૂતિ ગૌતમ, પરમાત્મા મહાવીરદેવના પ્રથમ શિષ્ય બન્યા એની ખબર તો કોને નથી એ પ્રશ્ન છે. આજુવાલિકા નદીના તીરે વૈશાખ સુદ-૧૦ના રોજ પ્રભુ કેવળજ્ઞાન તો પામ્યા પણ એ તારકની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ અને ત્યાંથી વિહાર કરીને તેઓ અપાપાપુરી પધાર્યા. વૈશાખ સુદ-૧૧ ના પાવન દિને એમણે તીર્થની સ્થાપના કરી. એ વખતે સ્થપાયેલ ચતુર્વિધ સંઘમાં ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભુવીરના પ્રથમ શિષ્ય બન્યા. પણ તમે તો પ્રભુ વીરની સાથે તેઓ છદ્મસ્થપણામાં હતા ત્યારથી જ ગોઠવાઈ ગયા છો. તમે પ્રભુ સાથે વિહાર પણ કર્યો છે તો પ્રભુએ ખુદે તમને તેજોવેશ્યા પણ શીખવી છે. તમારા અવળા વર્તાવના કારણે પ્રભુ ક્યારેક તકલીફોમાં પણ મુકાયા છે તો તમારા અસભ્ય શબ્દોચ્ચારણના કારણે પ્રભુ પર કેટલાક લોકોએ ક્યારેક ઉપસર્ગો પણ કર્યા છે. પણ, તમે સર્પના પ્રતિનિધિ જ બન્યા રહ્યા છો. સર્પ પેટમાં ભલે ને દૂધ પધરાવે છે, એનું રૂપાંતરણ એ ઝેરમાં જ કરતો રહે છે. પ્રભુવીરે ભલે ને તમને પોતાની સાથે રાખીને તમારા પર સંખ્યાબંધ ઉપકારો કર્યા છે પણ તમે એમને ગાળો જ ભાંડતા રહ્યા છો અને તમે એમના અવર્ણવાદ જ કરતા રહ્યા છો. અરે, જે તેજોવેશ્યા તમે પ્રભુ પાસેથી શીખ્યા છો એ તેજલેશ્યાને પ્રભુ પર છોડીને તમે એમને બાળી નાખવાના પ્રયાસો કર્યા છે. ભલે પ્રભુનું શરીર એનાથી બળી નથી ગયું પણ પ્રભુને લોહીના ઝાડા તો એનાથી થઈ જ ગયા છે. તેલ પાણીમાં રહેવા છતાં પાણી સાથે એકરૂપ ભલે નથી થઈ જતું પણ એ પાણીને બાળી નાખતું તો નથી જ જ્યારે તમે પ્રભુ સાથે રહીને ભલે પ્રભુ સાથે આત્મીયતાનો સંબંધ ઊભો નથી કરી શક્યા પણ તમે તો પ્રભુ સામે રીતસર બહારવટે જ ચડ્યા છો. અને કમાલનું દુઃખદ આશ્ચર્ય તો એ સર્જાયું છે કે આ બહારવટું તમારું પ્રભુની છદ્મસ્થાવસ્થા પૂરતું જ તમે સીમિત નથી રાખ્યું પણ પ્રભુ કેવળજ્ઞાન પામી ગયા એ પછીય તમારું બહારવટું તમે ચાલુ જ રાખ્યું છે. અલબત્ત, સદ્ભાગ્ય તમારું કે પ્રભુ પર મૂકેલ તેજોવેશ્યા પ્રભુને પ્રદક્ષિણા દઈને જ્યારે તમારા શરીરમાં પ્રવેશી અને એણે તમારા શરીરમાં જે અગનજાળ ઊભી કરી દીધી, અગનજાળની એ વેદનામાં તમને સદ્ગદ્ધિ સૂઝી અને તમારા ભક્તો આગળ તમે ખુલ્લી કબૂલાત કરી દીધી કે– ‘મખલિપુત્ર ગોશાલક પ્રભુ વીરનો શિષ્ય છું. મેં એમનો જાલિમ દ્રોહ કર્યો છે. મેં એમના પ્રત્યે જીવનભર કૃતજ્ઞતા જ દાખવી છે. એમને ત્રાસ આપવામાં મેં કાંઈ જ બાકી રાખ્યું નથી. મારા મરણ બાદ મારા મૃત શરીરને રાજગૃહીની શેરીઓમાં મરી ગયેલા કૂતરાના શબની જેમ ફેરવજો અને મારા મોઢામાં થુંકતા રહીને જાહેરાત કરતા રહેજો કે “આ ગુરુદ્રોહી ગોશાલક એનાં પાપે રિબાઈ રિબાઈને મર્યો છે.” તમારી આ નિખાલસ કબૂલાતે તમને સમ્યક્દર્શનની ભેટ જરૂર કરી દીધી છે અને એના પ્રતાપે તમે મરીને બારમા દેવલોકમાં જરૂર પહોંચી ગયા છો પણ ત્યાંથી નીકળ્યા બાદ એક ભવ રાજાનો કરીને તમે દુર્ગતિની જે ૧ ૬

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100