Book Title: Angdi Chindhunu
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 6
________________ જીવન આમ જ પૂરું કરી દઈશ ?' ‘તો બીજું કશું ય શું?” મરીને જઈશ ક્યાં?’ કશું જ વિચાર્યું નથી” જો, પ્રભુ વીરે મને મોકલ્યો છે તારી પાસે, ઉત્તમ એવું આ માનવજીવન કદાચ અનંતકાળે તો હાથમાં આવ્યું છે. એને સફળ બનાવવાનો એક જ રસ્તો છે, નિષ્પાપ એવા સંયમજીવનનો સ્વીકાર. પાપ વિનાનું એ જીવન તારા આત્માને પરમપદની પ્રાપ્તિ કરાવીને જ રહેશે.' ‘આપની વાત તો સાચી છે પણ મારી પત્ની પર મને પ્રેમ એટલો બધો છે કે પળવાર પણ હું એના વિના જીવી શકું તેમ નથી.’ દેવશર્મા ! ગૌતમસ્વામીને તે આ જવાબ આપીને નિરુત્તર કરી તો દીધા પણ ગૌતમસ્વામીને ઘરની બહાર વળાવવા જતાં તારું મસ્તક બારસાખ સાથે જોરથી અથડાયું અને ત્યાં ને ત્યાં જ તારા રામ રમી ગયા. ગૌતમસ્વામી સ્તબ્ધ થઈ ગયા. જીવન આટલું બધું ક્ષણભંગુર? એમણે તારી ગતિ જાણવા જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એમને જે દેખાયું એ આ હતું, તારી જ પત્નીના વાળમાં તું જૂ તરીકે ઉત્પન્ન થઈ ગયો હતો ! પરમાત્મન્ ! કારમી આસક્તિના આ દારૂણ અંજામની વાત શાસ્ત્રનાં પાને વાંચ્યા પછી હું થથરી ગયો છું. એક જ પ્રાર્થના કરું છું તને, ગૌતમે પોતાના હૃદયમાં પ્રભુ વીરને જે સ્થાન આપ્યું હતું, એ સ્થાન તું મારા હૃદયમાં જમાવી દે. આસક્તિના શિકાર બનવાનું આવું દુર્ભાગ્ય પછી તો મારા લમણે ક્યારેય નહીં ઝીંકાય. દેવશર્મા!પત્ની પરની તીવ્ર આસક્તિએ તું ગણધર ગૌતમસ્વામીના ઉપદેશને પણ નિષ્ફળ બનાવી દઈને એમની ઉપસ્થિતિમાં જ મોતને ભેટીને પત્નીના માથામાં જૂ તરીકે ઉત્પન્ન થઈ ગયો!

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100